Only Gujarat

Bollywood

લાલ બંગડીઓ ને સેથામાં સિંદૂર, નેહા કક્કરે લગ્ન બાદ આ રીતે મનાવી ઉત્તરાયણ

મુંબઈઃ સમગ્ર દેશમાં લોહરીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. કોરોનાને લીધે નિયમો સાથે લોહરીનો તહેવાર લોકો સેબિબ્રેટ કરી રહ્યા છે. સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર્સે પણ આ તહેવાર ઉજવ્યો હતો. ઘણાં સેલેબ્સે તહેવારની શુભેચ્છા આપી હતી. બોલિવૂડની જાણિતી સિંગર નેહા કક્કકરે લોહરીની ઉજવણી કરી છે. લગ્ન પછી આ તેમની પહેલી લોહરી છે. તેમને આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. ફોટોમાં નેહા પતિ રોહનપ્રિત સાથે જોવા મળી રહી છે. લાલ ચૂડા અને સિંદૂર સાથે નેહા સુંદર લાગી રહી છે. એટલું જ નહીં તે પતિ સાથે રોમેન્ટિક પણ દેખાઈ રહી છે.

શેર કરેલા ફોટોમાં નેહા ગ્રીન કલરના ટૉપમાં જોવા મળી રહી છે તો, રોહનપ્રીત સિંહ બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યા છે. ફોટો શેર કરી નેહાએ કહ્યું કે, ‘આજે છે નેહૂપ્રીતની પહેલી લોહરી, હેપ્પી લોહરી હસબન્ડ.’

નેહાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાના ફ્રેન્ડ્સ સાથે ભાંડગા કરતી જોવા મળી રહી છે. ડાન્સ કરતી નેહા ખૂબ જ ખુશ લાગી રહી છે.

લોહરીના જશ્ન દરમિયાન નેહા પતિ રોહનપ્રીતને છોડી પોતાની ગર્લગેંગ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

નેહા અને રોહનપ્રીતે ઓક્ટોબરમાં દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યાં હતાં. તેમના લગ્ન સાથે જોડાયેલા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં હતાં.

કપલે પોતાના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન ચંદીગઢમાં આપ્યું હતું. આ રિસેપ્શનમાં પરિવાર અને ફેન્ડ્સના લોકો સામેલ થયાં હતાં.

નેહા જ્યાં પોતાના અવાજ અને ગીતના દમ પર બોલિવૂડમાં જાણિતી છે તો, રોહનપ્રીતે પણ પોતાના સિંગિંગ ટેલેન્ટ દ્વારા લોકોનું દિલ જીતી લીધું છે. કપલ હાલમાં જ એક ગીત ‘નેહૂ દા વ્યાહ’માં સાથે જોવા મળ્યાં હતાં.

એક ઇન્ટરવ્યૂમાં નેહાએ પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘તેમની અને રોહનપ્રીતની લવ સ્ટોરી અને લગ્નમાં લૉકડાઉને મોટી ભૂમિકા નિભાવી છે. તે પોતાના રૂમમાં ફ્રી હતી અને અચાનક એક ગીત લખવાનો વિચાર આવ્યો હતો. ગીત લખવામાં તેમના ભાઈ-બહેન સોનુ કક્કર અને ટોની કક્કરે પણ મદદ કરી હતી.’

તેમણે જણાવ્યું કે, ‘ જો લૉકડાઉન ના થાત અને તે ફ્રી ના હોત તો ગીત લખવા વિશે વિચારેત નહીં અને આ ગીતના વીડિયો શૂટમાં રોહનપ્રીતને મળી શકેત નહીં.’

You cannot copy content of this page