Only Gujarat

National

ACને ટક્કર આપશે આ ‘દેસી’ કૂલર, વાઈફાઈ ને બ્લૂટ્રૂથથી પણ કરી શકશો ઓપરેટ

નવી દિલ્હીઃ ગરમીઓની સીઝન આવવાની છે એટલે કે હવે ઘરમાં ઘૂસતાની સાથે જ એસીનું રિમોટ હાથમાંથી છૂટશે નહી અને જેના ઘરમાં કૂલર હશે તેની મજા લેશે. આજે એવા એસી આવી ગયા છે જે તમારા ફોનના વાઇફાઇ અને બ્લૂટૂથથી ઓપરેટ થાય છે પરંતુ શું તમે જાણો છો આ બદલતી ટેકનોલોજીએ એવું કૂલર બનાવ્યું છે જે આપણા ફોનથી કંન્ટ્રોલ થશે.

હાલના દિવસોમાં જે કૂલરની ચર્ચા થઇ રહી છે તે કૂલર રાજસ્થાનની ભારતીય સ્કીલ ડેવલોપમેન્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બનાવ્યું છે. આ કૂલરને તમે તમારા ફોનથી ઓપરેટ કરી શકો છો.

આ કૂલરને ચલાવવા માટે તમારે એક એન્ડ્રોઇડ એપના માધ્યમથી તમારા ફોનને લિંક કરવાની છે. અને ત્યારબાદ તમે કૂલને ત્યાંથી જ કંન્ટ્રોલ કરી શકો છો. આ કૂલરના ફિચર્સની વાત કરવામાં આવે તો તેમાં લાગેલા પંખા રૂમ ઠંડો થાય તે સાથે જ બંધ થઇ જશે.

આ કૂલર Internet of Things નામની ટેકનોલોજી પર આધારિત છે. જેમાં એવા સેન્સર લાગ્યા છે જે રૂમના તાપમાનના હિસાબે ઓન-ઓફ થાય છે. આ પ્રકારની ટેકનોલોજીથી બનેલી ચીજો તમે તમારા સ્માર્ટફોનની મદદથી કંન્ટ્રોલ કરી શકો છો. આ કૂલરને લઇને BSDUના એક અધિકારી કર્નલ રાજકુમારે કહ્યુ કે આ ક્ષેત્રમાં આ પ્રકારની ટેકનોલોજીથી રાજસ્થાનમાં એવી મશીનોનું ઉત્પાદન કરી શકાશે જે વાઇફાઇ અથવા બ્લૂટૂથના માધ્યમથી કામ કરતી હોય.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page