Only Gujarat

National

પોલીસને પણ લોકો પ્રેમ કરે! ઈન્સ્પેક્ટરની ટ્રાન્સફર થતાં લોકોએ આપી હટકે વિદાય

કાનપુરઃ તસવીરમાં જોઈ શકો છો કે બગી પર ઈન્સ્પેક્ટર પોતાની પત્ની અને બાળકો સાથે બેઠેલા જોવા મળી રહ્યાં છે. તેમની સાથે કોઇ સેલ્ફી લઈ રહ્યું છે તો કોઈ બેન્ડવાજાની ધૂન પર ડાન્સ કરી રહ્યું છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. વાસ્તવમાં આ તસવીર ઉત્તરપ્રદેશના કાનપુરના ચકેરી પોલીસ સ્ટેશનની છે. જ્યાં ઈન્સ્પેક્ટરનું ટ્રાન્સફર થવા પર તેમને પસંદ કરનારા લોકોએ અનોખી વિદાય આપી હતી. ઇન્સ્પેક્ટર, તેમની પત્ની અને બાળકોને બગીમાં બેસાડવામાં આવ્યા હતા અને આખા શહેરમાં ફેરવ્યા હતા. લોકોએ તેમના પર પુષ્પ વર્ષા કરી હતી. નોંધનીય છે કે ઇન્સ્પેક્ટરનું અહીં એક વર્ષ બાદ ટ્રાન્સફર થયું છે. ઈન્સ્પેક્ટરનું ટ્રાન્સફર બર્રા પોલીસ સ્ટેશને થયું છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, ઇન્સ્પેક્ટર રંજીત રાય લગભગ એક વર્ષ અગાઉ ચકેરી પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો. બહારથી આવેલા રણજીત રાય સામાન્ય લોકો માટે સહજ હતા. ઓછા સમયમાં તેમણે ચકેરીની પ્રજાના દિલમાં સ્થાન મેળવી લીધું હતું. ફરિયાદીઓ માટે દિવસ-રાત કામ કરનારા રંજીત રાય પર લોકો ખૂબ વિશ્વાસ કરતા હતા.

લોકોનું કહેવું છે કે ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઈમ ગ્રાફ સૌથી ઉંચો રહેતો હતો પરંતુ રંજીત રાયે ગુનેગારો પર લગામ લગવાની સાથે પીડિતોને ન્યાય અપાવવાનું કામ કર્યું હતું. એટલા માટે લોકોએ આ પ્રકારની યાદગાર વિદાય આપી હતી.

ઈન્સ્પેક્ટર રંજીત રાયે કહ્યું હતું કે, જે રીતે લોકોએ વિદાય આપી તે જિંદગીભર યાદ રહેશે. હાલમાં રંજીત કુમાર રાયને કાનપુરના બર્રા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એસએસપી અનંદ દેવ તિવારીએ કહ્યું હતું કે, પોલીસની છબિ હવે બદલાઇ ચૂકી છે. પોલીસ સામાન્ય લોકો વચ્ચે રહીને કામ કરી રહી છે. આ કારણ છે કે પીઆઇના ક્ષેત્રના લોકો સારુ વિચારે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page