Only Gujarat

FEATURED National

આ છે દેશની ટોચની મહિલા ન્યૂઝ એન્કર્સ, આ રીતે રાતોરાત બની ગઈ સ્ટાર્સ

નવી દિલ્હીઃ આજના સમયે ટીવી પર ફિલ્મ વર્લ્ડની સાથે ટીવી ચેનલ્સનો પણ દબદબો જોવા મળે છે. એકસમય હતો જ્યારે તમામ યુવા ફિલ્મ્સમાં જ કામ કરવા માગતા હતા, જોકે ધીમે-ધીમે તેઓ ટીવી પર પણ આગળ વધતા થયા અને તેને એક મજબૂત વિકલ્પ બનાવ્યો. આ ટીવી ચેનલ્સમાં મનોરંજન ઉપરાંત ઘણી ન્યૂઝ ચેનલ્સ પણ છવાયેલી રહે છે. આ ન્યૂઝ ચેનલ્સમાં ન્યૂઝ એન્કર-રીડર તરીકે કામ કરવું ઘણા યુવાઓનું સ્વપ્ન હોય છે. ટીવી પર ઘણી મહિલા ન્યૂઝ એન્કર છે, જેમાંથી અમુક ટોચની ન્યૂઝ એન્કર વિશે અહીં જણાવી રહ્યાં છીએ.

1. રુબિયા લિયાકત
આજથી અમુક સમય પહેલા સુધી ઝી ન્યૂઝ પર ‘તાલ ઠોક કે’ કાર્યક્રમ આવતો હતો, જેમાં અગાઉ રુબિકા લિયાકત જોવા મળતી હતી. તેના ધારદાર પ્રશ્નો સામે ઘણા દિગ્ગજ નેતાઓ પણ જવાબ આપી શકતા નહોતા. 18 એપ્રિલના ઉદયપુર, રાજસ્થાનમાં જન્મેલી રુબિકાએ યુનિવર્સિટી ઓફ મુંબઈથી બેચલર ઓફ માસ મીડિયા (જર્નાલિઝમ)ની ડિગ્રી મેળવી છે. આ દરમિયાન તેણે ‘ચેનલ 24’ સાથે 3 મહિના કામ કર્યું. તેના પતિનું નામ નવેદ કુરૈશી છે, જે એક પત્રકાર છે. 2018 સુધી રુબિકાએ ઝી ન્યૂઝમાં કામ કર્યું અને પછી તે એબીપી ન્યૂઝ સાથે જોડાઈ. અહીં તે ‘માસ્ટર સ્ટ્રોક’ નામના કાર્યક્રમનું સંચાલન કરતી જોવા મળે છે.

2.નિધિ રાજદાન
11 એપ્રિલ 1977માં બડગામ, જમ્મુ-કાશમીરમાં જન્મેલી નિધિ રાજદાનના પિતા કૃષ્ણા રાજદાન છે. જેઓ સમાચાર એજન્સીના મુખ્ય એડિટર હતા. નિધિના લગ્ન 2005માં નીલેશ મિશ્રા સાથે થયા હતા. 2007માં બંને અલગ થયા. નિધિએ રેડિયો અને ટીવી પત્રકારિતામાં માસ્ટર્સ કર્યું છે. તે ન્યૂઝ એન્કર તરીકે 1999માં એનડીટીવી સાથે જોડાઈ. તેણે ઘણા કાર્યક્રમોમાં એન્કરનો રોલ કર્યો. તેણે એક લાંબી લાઈવ સીરિઝ માટે પણ એન્કરિંગ કર્યું હતું. તે હાલ ન્યૂઝ કાર્યક્રમ ‘લેફ્ટ, રાઈટ એન્ડ સેન્ટર’ની એન્કર છે.

3.અંજના ઓમ કશ્યપ
12 જૂન 1975 રાંચી, બિહારમાં જન્મેલી અંજનાએ વનસ્પતિ વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. જે પછી તેણે જર્નાલિઝમમાં ડિપ્લોમા કર્યું. તેના લગ્ન મંગેશ કશ્યપ સાથે થયા. તે જાણીતી પત્રકાર હોવાની સાથે એક ન્યૂઝ એન્કર પણ છે. તે પોતાના કાર્યક્રમ ‘હલ્લા બોલ’ને કારણે સમગ્ર દેશમાં લોકપ્રિય બની હતી. અંજનાએ ફિલ્મ ‘સુલ્તાન’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’માં ન્યૂઝ એન્કર તરીકે અભિનય પણ કર્યો હતો. તે હાલ આજ તક ચેનલની એક્ઝિક્યુટીવ એડિટર પણ છે. તેણે હોસ્ટ તરીકે ‘બડી બહસ’ અને ‘દો ટૂંક’ જેવા કાર્યક્રમો પણ કર્યા છે.

4. સાગરિકા ઘોષ
ભારતીય દૂરદર્શનન પૂર્વ ડીજી ભાસ્કર ઘોષની દીકરી સાગરિકા ઘોષનો જન્મ 8 નવેમ્બર 1964ના થયો હતો. તેણે આધુનિક ઈતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ એમફીલ કર્યું. તેણે ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’, ‘આઉટલુક’ અને ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં કામ કર્યું. તે સીએનએન, આઈબીએનમાં પ્રાઈમ ટાઈમ એન્કર હતી. તેના લેખ અને કાર્યક્રમો ઘણા ચર્ચામાં રહેતા. 5 જુલાઈ 2014ના તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું.

5. શ્વેતા સિંહ
14 ડિસેમ્બર 1977માં પટણા, બિહારમાં જન્મેલી શ્વેતા સિંહ ‘આજ તક’ની જાણીતી ન્યૂઝ એન્કર અને એડિટર છે. સ્પોર્ટ્સ સંબંધિત કાર્યક્રમોના એન્કરિંગમાં તે મહારત ધરાવે છે. તેણે ‘પાટલિપુત્ર કા ઈતિહાસ’ નામનો કાર્યક્રમ પણ હોસ્ટ કર્યો છે. આજ તકમાં કામ કરતા અગાઉ તેણે ઝી ન્યૂઝ અને સહારા ચેનલ્સમાં પણ કામ કર્યું હતું.

6.આયશા ફરીદી
દિલ્હીમાં જન્મેલી આયશા ફરીદી એક ટ્રેઈન્ડ પત્રકાર છે. તેણે ઈ.ટી.નાઉ ચેનલમાં એક બિઝનેસ એન્કર તરીકે કાર્ય કરવાથી લઈ પૂર્વ સીએનબીસી વર્લ્ડ અને એમટીવીમાં પણ કામ કર્યું છે. ઈ.ટી.નાઉમાં માર્કેટ એનાલિસિસ કરતા કંપનીની સ્થિતિ, નફો-નુકસાન સહિતના પાસાને વિસ્તૃત રીતે લોકો સુધી પહોંચાડે છે આ ઉપરાંત તેણે ફિચર અને લાઈફ સ્ટાઈલ સંબંધિત કાર્યક્રમ પણ હોસ્ટ કર્યા છે. જેમકે ‘ડેલી સેગમેન્ટ’, ‘ગેટ અ લાઈફ’, ‘સ્ટોરી બોર્ડ’, ‘શો ટાઈમ ઈન્ડિયા’ સામેલ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page