Only Gujarat

Bollywood TOP STORIES

ફરી એકવાર ફિલ્મી દુનિયામાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી મંદાકિનીની થશે એન્ટ્રી!

બોલિવૂડ એક્ટ્રેસ મંદાકિનીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1985થી ફિલ્મ ‘ રામ તેરી ગંગા મૈલી ‘થી કરી હતી. ફિલ્મમાં મંદાકિનીના રોલને દરેક લોકોએ નોટિસ કર્યો હતો. ફિલ્મ રિલીઝ થતાં જ તે રાતો રાત પોપ્યુલર થઈ ગઈ હતી. જોકે, મંદાકિનીનું કરિયર લાંબુ ચાલ્યું નહીં. હવે સમાચાર મળ્યા છે કે, તે વર્ષો પછી ફિલ્મોમાં વાપસી કરવા જઈ રહી છે.

ડેબ્યુ ફિલ્મમાં મંદાકિનીની પોપ્યુલારિટીને જોતાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આગળ જતાં તે પણ ટોપની એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ થઈ શકે છે. જોકે, મંદાકિની પણ વન ફિલ્મ વંડર સાબિત થઈ અને કેટલીક ફિલ્મો પછી તે ક્યારેય નજર આવી નહોતી.

ઉલ્લેખનીય છે કે, મંદાકિની છેલ્લીવાર વર્ષ 2002માં બાંગ્લા ફિલ્મમાં જોવા મળી હતી. 17 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 48 ફિલ્મોમાં જ કામ કર્યું છે. જેમાં હિન્દી સાથે સાથે બાંગલા અને તેલુગુ ફિલ્મ પણ સામેલ છે.

મંદાકિનીની ચર્ચા તેમના બોલ્ડ અવતારને લીધે થઈ હતી. રામ તેરી ગંગા ફિલ્મમાં તેમના ઝરણાંવાળા સેમી ન્યૂડ સીનને લીધે હોબાળો થયો હતો. આ ફિલ્મમાં મંદાકિનીએ ઘણાં બોલ્ડ સીન આપ્યા હતાં.

ફિલ્મ ઉપરાંત મંદાકિની પોતાની રિલેશનશિપ અંગે પણ ચર્ચામાં હતી. એક સમયે તેમનું નામ દાઉદ ઈબ્રાહીમ સાથે ચર્ચાયુ હતું. કહેવામાં આવે છે કે, મંદાકિનીની સુંદરતાં દાઉદને પસંદ આવી ગઈ હતી અને તે મંદાકિની પાછળ પડી ગયો હતો. તે સમયે તેમનો એક ફોટો વાઇરલ થયો હતો. જેમાં મંદાકિની અને દાઉદ એક સાથે કોઈ સ્ટેડિયમમાં બેસેલાં જોવા મળ્યા હતાં.

સતત કોન્ટ્રોવર્સીથી કંટાળીને મંદાકિની વગર જણાવ્યે ઇન્ડસ્ટ્રીથી દૂર જતી રહી હતી. આ પછી તેમણે વર્ષ 1990માં ડૉક્ટર સાથે લગ્ન કરી ગ્લેમર વર્લ્ડને અલવિદા કહી દીધું હતું. આ પછી સમાચાર સામે આવ્યા હતાં કે, મંદાકિની તિબ્બતમાં મોન્ક બાળકોને યોગાના ક્લાસ કરાવી રહી છે.

હવે મંદાકિની પોતાના ડેબ્યુ માટે તૈયાર છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, અત્યારે તે સ્ક્રિપ્ટ વાંચી રહી છે. મંદાકિની વેબ પ્લેટફોર્મ અને ફિલ્મોમાં કામ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયર છે. પણ એક જ શરત છે કે, તે પ્રોજેક્ટમાં તેમનું સેન્ટ્રલ કેરેક્ટર હોય.

મંદાકિનીના ભાઈ ભાનુએ તેમને વાપસી માટે તૈયાર કર્યા છે. ભાનુએ જણાવ્યું કે, જ્યારે કોલકાતામાં તે દુર્ગા પંડાલ દર્શન માટે આવી હતી. ત્યારે ભીડે તેમને ઘેરી લીધાં હતાં. ત્યારે અનુભવાયું તેમની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. એટલે મેં તેમને કહ્યું કે, તેમણે એક્ટિંગ કરવી જોઈએ.

ભાનુએ વધુમાં કહ્યું કે, મંદાકિનીને છોટી સરદાનીની ઓફર મળી હતી. જે માટે મંદાકિનીએ ના પાડી દીધી હતી. પછી તેમને જ મેકર્સ અનિતા રાજનું નામ સજેસ્ટ કર્યું હતું.

વધુમાં કહ્યું કે, મંદાકિની મીડિયાથી ઇન્ટરેક્ટ કરવા માગે છે. અત્યારે તે પોતાનું ધ્યાન વાપસી માટે બેસ્ટ પ્રોજેક્ટ પસંદ કરવામાં લગાડી રહી છે. કેમ કે, તેમની એન્ટ્રી દમદાર થાય.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page