કરીના કપૂરે નણંદ સોહાને આપી પાર્ટી, આવા હતા તૈમુરના નખરાં, જુઓ તસવીરો

કરીના કપૂર અને સૈફ અલી ખાને ગઈ રાત્રે નવા વર્ષનું શાનદાર સેલિબ્રેશન કર્યું હતું. આ ખાસ પ્રસંગે સૈફ અલી ખાને પોતાની બહેન સોહા અલી ખાન અને તેના પતિ કૃણાલ ખેમુને ઘર પર ઇન્વાઈટ કર્યા હતા. બંને પરિવારે મળીને ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું. કરીનાએ આ તકે શાનદાર ડીનરનું પણ અરેજન્ટમેન્ટ કર્યું હતું.આ ડીનરની તસવીરો સોલા અલી ખાને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટથી શેર કરી છે. જે હાલ ખૂબ વાઈરલ થઈ રહી છે.

બીજી તરફ ન્યૂ યર પર તૈમુરે પણ બહેન ઈનાયા નઓમી સાથે જબરદસ્ત મસ્તી કરી હતી. બંને એક જ ફોટોમાં જોવા મળ્યા હતા. જેમાં તૈમુર અને ઈનાયા હાથ ઉપર કરીને પોઝ આપતા દેખાયા હતા.

સોલા અલી ખાને ન્યૂ યરનો વીડિયો પણ શેર કર્યો છે. તેમાં કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે ડિનરનો આનંદ માણતી જોવા મળે છે. જ્યારે સોહા અલી ખાન આ દરમિયાન ગપ્પા મારતી જોવા મળે છે. સાથે કૃણાલ ખેમુ પણ દેખાયો હતો.

આ ડિનર પાર્ટીમાં કરીનાનો પતિ સૈફ અલી ખાન આખા પરિવારને પોતાના હાથે જમવાનું પીરસતો જોવા મળ્યો હતો. કરીના અને સૈફના ઘરે થયેલા આ સેલિબ્રેશનની ઝલક સોહાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જોઈ શકાય છે.

કરીના કપૂર કે ઘર યોજાયેલી ન્યુ યર પાર્ટીમાં ‘વીરે દી વેડિંગ’માં તેની કો-સ્ટાર શિખા તલસાનિયા પણ આવી હતી. કરીના, સોહા અને શીખાએ પાર્ટીને ખૂબ એન્જોય કરી હતી.

નોંધનીય છે કે કરીના તેની નણંદ સોહાની ખૂબ નજીક છે. નણંદ-ભાભી હંમેશા સાથે જ પાર્ટીને એન્જોય કરતી જોવા મળે છે. જોકે આ પાર્ટીમાં સોહાની મોટી બહેન જોવા મળી નહોતી.

કરીના કપૂર હાલ પ્રેગ્નેન્ટ છે અને બીજી વખત મા બનવાની છે. આ જ કારણે કરીનાએ ગ્રાન્ડ પાર્ટી રાખી નહોતી અને ઘરે જ ફેમિલી અને નજીકના દોસ્તો સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું. કરીના કપૂરની ડ્યૂ ડેટ 15 ફેબ્રુઆરી છે.

You cannot copy content of this page