Only Gujarat

National

રોયલ મેરેજમાં બિઝનેસમેન પિતાએ લાડલી દીકરીને 4 કિલો સોનુ અને 350 કિલો ચાંદી, એક કરોડની એફડી, બે ફ્લેટ અને ફેક્ટરી આપી ને જમાઈને XUV 700 કાર

રાજસ્થાનના પાલીમાં તાજેતરમાં જ એક એવાં લગ્ન થયાં છે, જેની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે. આ લગ્નનો આટલી બધી ચર્ચા થવાનું કારણ છે, એક બિઝનેસમેને તેમની દીકરીનાં લગ્નમાં એટલી ભવ્યાતિભવ્ય વ્યવસ્થા કરી કે, લોકો જોતા જ રહી ગયા. આ પિતાએ તેમની દીકરીને દહેજમાં ચાર કિલો સોનુ આપ્યું. એટલું જ નહીં, દૂલ્હો પણ દુલ્હનને લેવા માટે હેલિકોપ્ટર લઈને આવ્યો.

વાત માત્ર સોનાની જ નહીં, પરંતુ બિઝનેસમેને તેમની દીકરીને 350 કિલો ચાંદી અને લાખોની ભેટ-સોગાદો પણ આપી. તો લગ્નમાં આવનાર જાનૈયાઓના સ્વાગાત માટે લગભગ 10 કિલોમીટર સુધી શરણાઈઓ વગાડનારને બેસાડવામાં આવ્યા. મહેમાનો અને જાનૈયાઓના સ્વાગત અને સત્કાર માટે લગભગ 75 મિઠાઈઓ સાથે 250 પ્રકારનાં વ્યંજનો બનાવવામાં આવ્યાં.

બીજી તરફ વરરાજા પણ હેલિકૉપ્ટરમાં આવ્યા અને ત્યાંથી ઉતરીને સીધા હાથી પર બેઠા. બીજી તરફ તેમની જાનમાં દોઢસો ઊંટ, ગાડી અને બગ્ગીઓ પણ હતી. કરોડોના ખર્ચે કરવામાં આવેલ આ લગ્ન આગળ તો ફિલ્મી સ્ટાર્સનાં લગ્ન પણ ફિક્કાં પડી ગયાં. આ લગ્ન પાલી જિલ્લાના બિઝનેસમેન મહેન્દ્ર સિંહ સેવડાના ઘરે યોજાયાં. તો તેમનો જમાઈ પણ એક મોટો બિઝનેસમેન છે.

પિતાએ દીકરીને આપી અધધધ ભેટ-સોગાદો
બિઝનેસમેન પિતાએ તેમની દીકરીને એક કરોડની એફડી, જમાઈ માટે એસયૂવી 700 કાર, દરેક જાનૈયા માટે સોના-ચાંદીની ભેટ, દીકરીને 4 કિલો સોનુ, 350 કિલો ચાંદી, પાલીમાં બે વિઘા જમીન, બેંગલોરમાં બે ફ્લેટ. બેંગલોરમાં 12 હજાર સ્ક્વેયર ફીટની ફેક્ટરી વિથ લેબર અને મશીન, દીકરીને એક સ્કૂટર, જમાઈના માતા-પિતા અને પરિવારના લોકો માટે સોનાનાં ઘરેણાં.

પિતાએ એક કરોડનાં ઘરેણાં આપ્યાં
લગ્નમાં 75 જાતની મિઠાઈઓ સિવાય 250 પ્રકારનાં વ્યંજનો બનાવવામાં આવ્યાં અને ઘણા વિઘા ખેતરોમાં લગ્નનો મંડપ બાંધવામાં આવ્યો. પિતાએ તેમની દીકરીને ચાંદીની ચમચી, ચાંદીની નળી, ચાંદીના સોફા, ચાંદીનો પલંગ સહિતની બધી જ સામગ્રી ચાંદીની આપી. દુલ્હને તેના લગ્નમાં લગભગ એક કરોડ રૂપિયાનો તો રાની હાર પહેર્યો હતો. આ સિવાય સોનાનાં ઘરેણાંની તો વાત જ અલગ.

વરપક્ષ પણ નથી ઉતરતો
દૂલ્હો કુલદીપ સિંહ જાગરવાલ પણ એક મોટો બિઝનેસમેન છે, તેના પિતા લક્ષ્મણ સિંહ પણ એક મોટા બિઝનેસમેન છે. કરોડપતિ બિઝનેસમેન લક્ષ્મણ સિંહ જ્યારે જાન લઈને આવ્યા ત્યારે તેને નિહાળવા માટે લોકોની લાઈન લાગી ગઈ.

સૂટ-બૂટમાં તૈયાર થયેલ અને પુરૂષો અને સોનાનાં ઘરેણાંમાં લદાયેલ મહિલાઓની જાન એકદમ દેશી અંદાજમાં ઊંટગાડીઓ, બળદગાડાં અને બગ્ગીમાં આવી ત્યારે જોતાં એમજ લાગી રહ્યું હતું કે, જાણે હાલતો-ચાલતો શોરૂમ જ હોય. તેમના સ્વાગતમાં પણ ઢગલે રૂપિયાની નોટો ઉછળી.

ફિલ્મી સ્ટાર્સનાં લગ્ન પણ ફિક્કાં પડે આ લગ્ન આગળ
દૂલ્હાનું હેલિકૉપ્ટર સુધી રિસોર્ટમાં લેન્ડ થયું, ત્યારબાદ તે હાથી પર બેસીને કન્યાપક્ષ સુધી પહોંચ્યો. આ લગ્નએ તો લોકોને રાજા-રજવાડાંનાં લગ્નની યાદ અપાવી દીધી. તાજેતરમાં જ ઉદયપુર અને સવાઈ માધોપુરમાં થયેલ ફિલ્મી સ્ટાર્સનાં લગ્ન પણ આ લગ્ન આગળ ફિક્કાં પડ્યાં.

You cannot copy content of this page