Only Gujarat

FEATURED National

કાકી-ભત્રીજાનો વીડિયો જોઈ આખે આખું ગામ રોષે ભરાયું પછી જે કર્યું તે જાણી નવાઈ લાગશે

રાજસ્થાનના સીકર જિલ્લાની એક પંચાયતે કાકી અને ભત્રીજાનો વીડિયો વાયરલ થયા બાદ શરમજનક સજા ફટકારી. સમગ્ર ગામની હાજરીમાં બંનેના કપડા ઉતારી નવડાવ્યા. આ દરમિયાન ભીડમાં સામેલ લોકો વીડિયો બનાવતા રહ્યાં. આ ઘટના 12 દિવસ જૂની છે પરંતુ પોલીસે આ વાતની ભનક પણ ન થઇ. એક સમાજ સુધારકે આ મામલાની ફરિયાદ પોલીસમાં કરી ત્યારબાદ પોલીસે 10 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મામલો નેછવા ગ્રામ પંચાયતના સોલા ગામનો છે. પીડિત સાંસી સમાજ સાથે જોડાયેલા છે. થોડા સમય પહેલા તેમનો એક વીડિયો વાયરલ થઇ ચૂક્યો હતો. આ વાતની જાણ તેના ગામના લોકોને થતા પંચાયત બેસાડવામાં આવી.

પંચાયતના નિર્ણય સમયે અંદાજે 400 લોકો હાજર હતા પરંતુ કોઇએ પણ વિરોધ કરવાની હિમ્મત કરી નહીં. ઉલ્ટાનું જ્યારે કાકી-ભત્રીજાને નવડાવવામાં આવી રહ્યાં હતા ત્યારે લોકો વીડિયો બનાવી રહ્યાં હતા.

પંચાયતે બંનેને જાહેરમાં શરમમાં મૂક્યા બાદ મોટો દંડ પણ ફટકાર્યો છે. ભત્રીજા પાસેથી 31 હજાર રૂપિયા જ્યારે કાકી પાસેથી 22 હજાર રૂપિયા વસૂલ્યા.

આ ઘટનાના 11 દિવસ બાદ અખીલ રાજસ્થાન સાંસી સમાજ સુધારક તથા વિકાસ ન્યાયના પ્રદેશ અધ્યક્ષ સવાઇસિંહ માલાવતે સીકરના એએસપીને આ ઘટના અંગે માહિતગાર કર્યા. આ મામલામાં પોલીસે 10 લોરો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

સીકર એએસપી ડોક્ટર દેવેન્દ્ર શર્માએ કહ્યું કે આ મામલો પરિવારની સહમતીથી થયો છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પરિવારજનોના નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે.

પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાં સુરેશ કુમાર, નેમારામ સાંસી અને અમીરચંદનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે જો કાકી-ભત્રીજાના પરિવારજનો જ તેઓને જાહેરમાં નવડાવવાની મંજુરી ન આપી હોત તો તેઓને પણ સમાજમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હોત.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page