Only Gujarat

FEATURED National

વિકાસ દુબેનાં માણસોએ રાત્રે 12 વાગ્યે કેવી રીતે કર્યો લોહીયાળ કાંડ, જાણો આખી કહાની

કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાથી સમગ્ર પોલીસ વિભાગ હચમચી ઉઠ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસ સાથે કોઈ પણ રાજ્યમાં આટલી મોટી ઘટના જોવા મળી નથી. આ ઘટનાનો ઘણા અર્થ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પોલીસે આ ઘટના પહેલા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં ભૂલ કરી હતી.

આ વિસ્તારના કુખ્યાત ગુનેગાર વિકાસ દુબે, જેમની પાસે છેલ્લા 20 વર્ષમાં 60થી વધુ હત્યાનો પ્રયાસ, અને હત્યાના કેસ દાખલ છે, તેના ઘરે રેડ પાડવા માટે પોલીસ કોઈ પણ જાણકારી વગર જ ગઈ હતી.

ભૂલ ક્યાં થઈ
જો આપણે દરોડા માટે પોલીસનાં નિયમોની વાત કરીએ તો, આવા કેસમાં આખી પોલીસ ટીમે જવાને બદલે, પહેલાં એક-બે બાતમીદારો અથવા પોલીસ જવાનોએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જવું જોઈએ. પોલીસ ટીમે દરોડા પાડતા પહેલા માત્ર શસ્ત્રો જ નહીં, સલામતી સાધનો એટલે કે બુલેટ પ્રૂફ જેકેટ અને સલામત વાહનોથી જવું જોઈતુ હતુ.

પોલીસ સામાન્ય રીતે મોબાઈલ સર્વેલન્સ દ્વારા અગાઉથી શોધી કાઢે છે કે ગુનેગારનું અસલી સ્થાન કયું છે. તેની સાથે કોણ હાજર છે અને કયા પ્રકારની સાવચેતી છે અને રેડ થવા પર તેની સાથે અથડામણ થાય તો પોલીસકર્મીઓને તૈનાત કરવાની જરૂર છે.

મળતી માહિતી મુજબ આ દરોડા પહેલા પોલીસ પાર્ટીએ તે બાબતો ધ્યાનમાં લીધી ન હતી. પોલીસ ગામમાં પહોંચી ત્યારે પણ જેસીબી મશીન દ્વારા રસ્તો રોકી દેવાયો હતો. તેમ છતાં, પોલીસે તેમના વાહનોથી ઉતરતા સમયે તેમના હથિયારો લોડ કર્યા નથી. આના પરિણામે, જેવી પોલીસ વિકાસ દુબેના ઘરની નજીક રેડ પાડવા માટે ઉતરી કે તરત જ પહેલાંથી તૈયાર બદમાશોએ તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ.

હુમલાખોરોએ આરામની ઘટનાને અંજામ આપ્યો
કોઈ પણ કંઈ સમજે તે પહેલાં ઘણા પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. જો કોઈ પણ હેમખેમ ભાગીને આજુબાજુનાં ઘરમાં ઘૂસ્યા હતા તેમને પણ હુમલાખોરોએ ઘરમાં ઘુસીને પતાવી દીધા હતા. ઘણા પોલીસકર્મીઓ હતા જેમને બંદૂકોની ગોળી મારવામાં આવી હતી. ટીમનું નેતૃત્વ કરી રહેલા સી.ઓ.ને ઘરની અંદર ઘેરીને તીક્ષ્ણ હથિયાર વડે પગ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ માથામાં ગોળી મારી હતી. જેને કારણે તેમનું મગજ બહાર આવી ગયુ હતુ.

ગામના ઘણા ઘરોમાં માત્ર લોહી જ ફેલાયેલું છે. દિવાલો પર ગોળીનાં નિશાન અને ઘટનાની પરિસ્થિતી દર્શાવે છેકે, બદમાશોએ કોઈ પણ હાલમા પોલીસકર્મીઓને મારવા માટે જ ગોળીઓ ચલાવી હતી. આ પછી, બદમાશોએ આરામથી દરેક પોલીસકર્મીના હથિયારો છીનવી લીધા હતા અને વિકાસ દુબેએ તેના મકાનમાં લગાવેલા કેમેરાના સીસીટીવી ફૂટેજની હાર્ડ ડિસ્ક કાઢી હતી અને તે ઘટના સ્થળેથી છટકી ગયો હતો. ઘટનાની બાતમી મળતાં પોલીસની અન્ય ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં તમામ બદમાશો નાસી છૂટયા હતા.

લગભગ 12 વાગ્યા હતા
અત્યાર સુધીની માહિતી અનુસાર, જ્યારે પોલીસની લગભગ 22 લોકોની ટીમ સીઓના નેતૃત્વમાં વિકાસ દુબેના ઘરે પહોંચી હતી, ત્યારે રાત્રે લગભગ 12 વાગ્યા હતા. હત્યાઓનો આ ખૂની તાંડવ લગભગ 1 કલાક ચાલ્યો હતો. જ્યારે પોલીસની બીજી ટીમ 1.20 મિનિટ પર ગામ પહોંચી ત્યારે આઠ પોલીસ જવાનોના મોત નીપજ્યાં હતાં.

એકની ઉપર એક લાશ પડેલી હતી
ઘણા શહીદ પોલીસ કર્મચારીઓની લાશ ગામની વચ્ચે વિકાસ દુબેના ઘરની બહાર ચોક પાસે પડેલી હતી. અડધા ડઝનથી વધુ પોલીસકર્મીઓ જમીન પર તડપી રહ્યા હતા. જેમને કાનપુરની રિજન્સી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. દરમિયાનમાં આ ઘોર હત્યાના સમાચારની જાણ થતાં જ કાનપુર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વહેલી સવારે બદમાશોની શોધખોળ માટે કોમ્બીંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતુ. તેમાં કાનપુરના એસએસપી ઘાયલ થતાં થતાં બચી ગયા હતા કારણકે, તેમણે બુલેટપ્રૂફ જેકેટ પહેર્યુ હતુ. આઈજી કાનપુરનાં કાનની બાજુમાં ગોળી વાગી હતી.

જો કે, આ ખૂબ જ દુખદ ઘટના પછી, વહીવટીતંત્ર વિકાસ દુબે સામે અભિયાન ચલાવીને તેને મારે અથવા તો તેનો સંપૂર્ણ નાશ કરી નાખે. પરંતુ 8 પોલીસકર્મીની હત્યાની આ ઘટના યુપીમાં ગુનાના ઇતિહાસમાં ઘણા દાયકાઓ સુધી યાદ રહેશે, જેમાં વર્દીને લોહીથી રંગવાનાં કવતરાની શંકા પણ વર્દી ઉપર જ લાગી રહ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page