Only Gujarat

National

આકાશ તરફ જોઈને મોમ શ્રીદેવીને યાદ કરીને દીકરી જાહન્વીએ કાપી જન્મદિવસની કેક

મુંબઇઃ દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહનવી કપૂરે શુક્રવારે છ માર્ચે પોતાનો 23મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેણે મીડિયા સાથે પણ કેક કાપીને જન્મદિવસ મનાવ્યો હતો. આ દરમિયાન એક્ટ્રેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. જેમાં તે એક નહી પરંતુ ત્રણ-ત્રણ કેક કાપતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાંથી એક તસવીરમાં જોઇ શકાય છે કે જાહનવી કપૂર કેક કાપતા અગાઉ આકાશમાં  જોઇને મમ્મી શ્રીદેવીને યાદ કરી રહી છે.

જાહનવી જ નહી આખો પરિવાર શ્રીદેવીને યાદ કરે છે. બોની  કપૂર અને જાહનવીને અનેકવાર ફંક્શનમાં ઇમોશનલ થતા જોઇ શકાય છે.

એક્ટ્રેસ મમ્મીને દર બર્થ-ડે પર મિસ કરે છે. આ વખતે પણ તેણે શ્રીદેવીને ખૂબ મિસ કરી અને કહ્યું કે, કાશ તમે મારી સાથે હોત.

જાહનવી કપૂરે બોલિવૂડમાં 2018માં  ડેબ્યૂ કર્યું હતું. તેની પ્રથમ ફિલ્મ ધડક હતી. જેમાં તે ઇશાન ખટ્ટર સાથે જોવા મળી હતી.

બાદમાં તેની એક પણ ફિલ્મ રીલિઝ થઇ નથી. જોકે, તાજેતરમાં જ તેની વેબ સીરિઝ ઘોસ્ટ સ્ટોરીઝ રીલિઝ થઇ છે.

જાહનવી પાસે અનેક ફિલ્મો છે. 2020માં તેની અનેક ફિલ્મો રીલિઝ થશે. આ લિસ્ટમાં કારગીલ ગર્લ ગુંજન સક્સેનાની બાયોપિક અને રૂહી અફસાના છે. તે સિવાય તેની પાસે કરણ જૌહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્ત છે.

જાહનવી કપુર ફિલ્મ રૂહી અફસાનામાં રાજકુમાર રાવની સાથે પ્રથમવાર મોટા પડદા પર જોવા મળશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page