Only Gujarat

Bollywood

ઘરની સામે સામાન વેચી ગુજરાન ચલાવવા મજબૂર થઈ આ એક્ટ્રસ

મુંબઈઃ 80નાં દશકની ફૅમસ એક્ટ્રસ વિજેયતા પંડિત 53 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 25 ઑગસ્ટ, 1967માં મુંબઈમાં થયો હતો. બ્લૉકબસ્ટર ફિલ્મ ‘લવ સ્ટોરી’થી બૉલિવૂડમાં એન્ટ્રી કરનારી વિજેયતાનું કરિયર વધુ ખાસ રહ્યું નહોતું. તેમણે જીવનમાં બે લગ્ન કર્યાં હતાં. પહેલાં પતિ સાથે દગો મળ્યો અને બીજા પતિનું કેન્સરને લીધે મોત થયું હતું.

વિજેયતા પંડિત 80નાં દશકની ફૅમસ એક્ટ્રસ હતી. તેમનના પિતાનું નામ પ્રતાપ નરેન પંડિત છે, જે ફૅમસ સંગીતકાર હતાં. પંડિત જસરાજ, વિજેયતાના કાકા હતાં. આ સાત ભાઈ-બહેન સુલક્ષણા પંડિત, લલિત પંડિત, સંઘ્યા પંડિત, મનધીન પંડિત, જતિન પંડિત અને માયા પંડિત છે. તેમના ભાઈ લલિત અને જતિન બૉલિવૂડના ફૅમસ સંગીતકાર છે.

એક્ટર-ડિરેક્ટર રાજેન્દ્ર કુમાર વર્ષ 1980માં તેમના દીકરા કુમાર ગૌરવ માટે બૉલિવૂડમાં ડેબ્યુની તૈયારી કરી રહ્યાં હતા અને તેમની સાથે કોઈ નવો ચહેરો લેવા માગતા હતાં. ત્યારે વિજેયતાને કુમાર ગૌરવ સાથે કાસ્ટ કરવામાં આવી હતી.

વિજેયતાની ડેબ્યુ ફિલ્મ ‘લવ સ્ટોરી’ વર્ષ 1981માં રિલીઝ થઈ, જે બૉક્સ ઑફિસ પર સુપરહિટ રહી હતી.

ફિલ્મ ‘લવ સ્ટોરી’નાં શૂટિંગ દરમિયાન વિજેયતા અને કુમાર ગૌરવ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને લગ્ન કરવા માગતા હતાં, પણ કુમાર ગૌરવના પિતા રાજેન્દ્ર કુમાર આ લગ્નની વિરુદ્ધ હતાં. બંને પરિવાર વિરુદ્ધ લગ્ન કરવા માગતા નહોતા એટલા માટે બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા હતાં. વર્ષ 1984માં રાજેન્દ્ર કુમારના દીકરાના લગ્ન સુનિલ દત્તની દીકરી નમ્રતા સાથે થયાં હતાં.

કુમાર ગૌરવ સાથે બ્રેકઅપ પછી વિજેયતા 4 વર્ષ સુધી ઘરે રહી. આ પછી વર્ષ 1984માં ફિલ્મ ‘મોહબ્બત’ અને ‘મિસાલ’થી કમબેક કર્યું, પણ કમબેક પછી તેમને ફિલ્મોમાં સફળતા મળી નહીં. વર્ષ 1986માં ફિલ્મ ‘કાર થીફ’માં તેમનો પહેલીવાર બોલ્ડ લૂક જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઑફિસ પર ફ્લૉપ રહી હતી.

આ ફિલ્મના ડિરેક્ટર સમીર માકલન સાથે જ વર્ષ 1986માં તેમના લગ્ન થયાં. તેમના આ લગ્ન વધારે ટક્યા નહીં અને અંગત મતભેદને લીધે તેમણે વર્ષ 1988માં છૂટાછેડા લીધા હતાં.

વિજેયતાના ભાઈ સંગીત સાથે જોડાયેલા હોવાને લીધે તે ફૅમશ ગીતકાર આદેશ શ્રીવાસ્તના ઘરે તેમનું આવવા જવાનું રહેતું હતું અને લલિત-જતિન સારા ફ્રેન્ડ હતાં, એટલે છૂટાછેડા પછી વિજેયતાએ વર્ષ 1990માં આદેશ શ્રીવાસ્તવ સાથે લગ્ન કરી લીધા હતાં. બંનેનેને બે દીકરા અનિવેશ શ્રીવાસ્તવ અને અવિતેશ શ્રીવાસ્તવ છે.

વિજેયતા અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં તેમની જિંદગી પસાર કરી રહી છે. પતિ આદેશના મોત પછી મોટી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. આદેશના બાકી રૂપિયા લઈ આમ તેમ ભટકી રહી છે. આર્થિક તંગીને લીધે તેમને તેમના ઘરનો સામાન પણ વેંચવો પડી રહ્યો છે.

વિજેયતા તેમની બહેન સુલક્ષણા પંડિત સાથે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page