Only Gujarat

Bollywood

માતા ગર્ભમાં જ નેહાને મારવા ઈચ્છતી હતી પરંતુ આજે એ જ લાડલીએ કર્યું પરિવારનું નામ રોશન

મુંબઈઃ બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર હાલ પોતાના લગ્નના અહેવાલોને કારણે ચર્ચામાં છે. તેના અને રોહનપ્રીતના 24 ઓક્ટોબરે લગ્ન થશે તેવી ચર્ચા ચાલી રહી છે, હવે આ લગ્ન વાસ્તવમાં થાય છે કે નહીં તે તો 24 ઓક્ટોબરે જ ખબર પડશે. જોકે નેહા કક્કર હાલ જે લેવલે છે ત્યાંસુધી પહોંચવા માટે તેના પરિવારે ઘણો સંઘર્ષ કર્યો હતો. એકસમય એવો હતો કે આર્થિક તંગીના કારણે નેહાની માતા પોતાની દીકરીને જન્મ આપવા માગતા નહોતા. ત્યાંસુધી કે તેઓ અબોર્શન કરાવવા હોસ્પિટલ પણ પહોંચી ગયા હતા.

6 જૂન 1988ના રીષિકેશ (ઉત્તરાખંડ)માં જન્મેલી નેહાને બાળપણથી ગાવાનો ઘણો શોખ રહ્યો છે. પ્રારંભમાં નેહા માત્ર 500 રૂપિયા માટે જાગરણમાં ભજન ગાવા જતી હતી. ધીમે-ધીમે લોકોને નેહાના ગીતો પણ ગમવા લાગ્યા અને તે લોકપ્રિય થવા લાગી. નેહાએ 14 વર્ષ અગાઉ 2006માં ઈન્ડિયન આઈડલની બીજી સિઝનમાં ભાગ લીધો હતો, જોકે તે વધુ આગળ જઈ શકી નહોતી. તે સમયે નેહા માત્ર 18 વર્ષની હતી. નેહાએ અમુક મહિના અગાઉ પોતાના જન્મદિવસે ‘સ્ટોરી ઓફ કક્કર’ના બીજા ચેપ્ટરને રીલિઝ કર્યો હતો. જેમાં નેહા કક્કરના સંઘર્ષના દિવસોને દેખાડવામાં આવ્યા હતા.

વીડિયો નેહાના ભાઈ ટોની કક્કરના યુટ્યૂબ ચેનલ પર રીલિઝ કરવામા આવ્યો હતો. આ ગીતમાં નેહા કક્કરના જન્મ સમય 4 વર્ષની વયે ગીત શીખવા અને જગરાતામાં ભજન ગાવવાના સંઘર્ષની વાત કરવામા આવી હતી. ગીતને ટોની કક્કરે જ લખ્યું અને ગાયું છે.

ટોનીએ જણાવ્યું કે, નેહાના માતા-પિતા વધુ એક બાળક નહોતા ઈચ્છતા કારણ કે તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. આ ઉપરાંત 2 બાળક ટોની અને સોનૂ પહેલાથી જ પરિવારનો ભાગ હતા. પરંતુ 8 અઠવાડિયા થઈ જવાના કારણે તેઓ અબોર્શન કરાવી શક્યા નહીં અને પછી તેમણે નેહાને સ્વીકારવી પડી. ઉલ્લેખનીય છે કે, નેહા પોતાની બહેન સોનૂને જોઈ ગીત ગાતા શીખી હતી.

ટોનીએ જણાવ્યું કે, નેહાના માતા-પિતા વધુ એક બાળક નહોતા ઈચ્છતા કારણ કે તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. આ ઉપરાંત 2 બાળક ટોની અને સોનૂ પહેલાથી જ પરિવારનો ભાગ હતા. પરંતુ 8 અઠવાડિયા થઈ જવાના કારણે તેઓ અબોર્શન કરાવી શક્યા નહીં અને પછી તેમણે નેહાને સ્વીકારવી પડી. ઉલ્લેખનીય છે કે, નેહા પોતાની બહેન સોનૂને જોઈ ગીત ગાતા શીખી હતી.

આજે નેહા કક્કરનું નામ મોટી ફી લેનારા સિંગર્સની લિસ્ટમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેહા કક્કર એક ગીતના 8 લાખ રૂપિયા અને નવરાત્રિમાં પર્ફોમ કરવા માટે 15 થી 20 લાખ રૂપિયા ચાર્જ કરે છે. નેહા કક્કરને લોકો વચ્ચે અલગ ઓળખ મેળવવામાં એક ગીતની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી.

તેણે 2008માં પોતાનો આલ્બમ ‘નેહા ધ રૉક સ્ટાર’ રીલિઝ કર્યો હતો. આ આલ્બમને મીત બ્રધર્સે કમ્પોઝ કર્યું હતું. જે પછી 2015માં યુટ્યૂબ ચેનલથી બોલિવૂડ ગીતોનું મૈશઅપ શેર કર્યું. જેના હિટ રહેવા પર નેહા ઘણી લોકપ્રિય થઈ હતી.

આ સેલ્ફી વીડિયો બાદ નેહાની લોકપ્રિયતા ઘણી વધી હતી. નેહા આ વીડિયોમાં ‘રાઝ’ ફિલ્મથી લઈ ‘હમારી અધૂરી કહાની’ સુધીના રોમાન્ટિક ગીતો ગાય છે. ઉલ્લેખનીય છે કે, એક સમયે ‘ઈન્ડિયન આઈડલ’ની સ્પર્ધક રહેલી નેહા 2018 અને 2019માં આ જ શોની જજ બની હતી. હવે નેહા કરોડો દિલ પર રાજ કરે છે. નેહાના મતે, તે ફિલ્મ્સ કરતા લાઈવ કૉન્સર્ટ્સથી વધુ કમાણી કરે છે.

નેહાએ બોલિવૂડમાં ‘સેકન્ડ હેન્ડ જવાની’(કૉકટેલ), ‘કાલા ચશ્મા’(બાર-બાર દેખો), ‘દિલબર’(સત્યમેવ જયતે), ‘સાકી’(બાટલા હાઉસ), ‘આંખ મારે’(સિમ્બા) અને ‘ગરમી’(સ્ટ્રીટ ડાન્સર), ‘કોકા-કોલા’, ‘દિલબર’, ‘મિલે હો તુમ’ જેવા ઘણા લોકપ્રિય ગીતો ગાઈ ચૂકી છે.

You cannot copy content of this page