Only Gujarat

Bollywood FEATURED

આમિર-કરિશ્મા બધું ભૂલીને બસ કરતાં કરતાં રહ્યાં હતાં એકબીજાને કિસ

મુંબઈઃ બોલિવૂડની ઘણી એવી ફિલ્મો છે જેની ચર્ચા વર્ષો સુધી થાય છે. તેમાંથી એક આમિર ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ પણ છે. હાલમાં જ આ ફિલ્મે હિન્દી સિનેમામાં 24 વર્ષ પૂરા કર્યાં છે, પણ આજે તે ફિલ્મના કિસિંગ સીનની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ વર્ષ 1996માં આવી હતી, તે સમયે ફિલ્મમાં કિસિંગ સીનને ખૂબ બોલ્ડ માનવામાં આવતાં હતાં. એવા સીન ફિલ્મ ડિરેક્ટર્સ ફિલ્મમાં બતાવવાથી બચતાં હતાં, પણ આ સીનની તે સમયે દિલીપ કુમારે ખૂબ જ વખાણ કર્યાં હતાં.

એક સમય હતો જ્યારે ફિલ્મોમાં કિસિંગ સીનને વધારે બતાવવામાં આવતાં નહોતા, પણ ‘રાજા હિન્દુસ્તાની’ના ડિરેક્ટર્સ ધર્મેશ દર્શને ‘રાજા હિન્દુસ્તાની’માં જે કિસિંગ સીન ફિલ્માવ્યો છે તેની હંમેશા ચર્ચા થતી રહે છે. હાલમાં જ ધર્મેશ દર્શને એક ઇન્ટરવ્યૂમાં તેમણે ફિલ્માવેલાં કિસિંગ સીન વિશે વિસ્તાર પૂર્વક વાત કરી હતી.

આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તે સીનના સુપરસ્ટાર દિલીપ કુમાર સહિતના બોલિવૂડ સ્ટાર્સે વખાણ કર્યા હતાં. ધર્મેશ દર્શને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’માં આમિર ખાન અને કરિશ્મા કપૂર વચ્ચે કિસિંગ સીન ફિલ્માવવામાં તેમને ત્રણ દિવસ લાગ્યાં હતાં.’

ધર્મેશ દર્શને કહ્યું કે, ‘જે તમે ઇચ્છો છો તે બે મોટા કલાકારો પાસેથી ત્યાં સુધી નથી કરાવી શકતાં જ્યાં સુધી કલાકાર ખુદ સહજ અનુભવ કરે નહીં. એવા સીન બંદૂકની અણી પર શૂટ કરી શકાતા નથી. એવા સીન માટે સ્ટાર્સે પણ પોતાના ડિરેક્ટર પર વિશ્વાસ કરવો જોઈએ અને તેમણે પૂરો વિશ્વાસ કર્યો હતો.’

ધર્મેશ દર્શને વધુમાં કહ્યું હતું કે, ‘શૂટ અંગે તે દરેકમાં કોઈ અંતર નહોતું. કરિશ્મા અને આમિર કિસિંગ સીન અંગે ખૂબ જ સહજ અને તૈયાર હતાં. કિસિંગ સીનને ઘણાં કેમેરાથી શૂટ કરવામાં આવ્યો હતો. આ કારણે તે સીનને શૂટ કરવા માટે ઘણીવાર રિટેક લેવો પડતો હતો.’

ધર્મેશ દર્શને તે અફવાઓનું પણ ખંડન કર્યું જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કિસિંગ સીનના ત્રણ દિવસ સુધી કરિશ્મા ખૂબ જ હેરાન હતી. ધર્મેશ દર્શને કહ્યું કે, ‘કરિશ્માએ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ એક્ટ્રસનો એવોર્ડ જીત્યો છે, તે ખૂબ જ ખુશ હતી.’

ધર્મેશ દર્શને એમ પણ જણાવ્યું કે, ફિલ્મમાં ક્યાંક તે કિસિંગ સીન ખરાબ તો નહોતો લાગતોને. તેમણે દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘ઘણાં લેખકોએ રાજા હિન્દુસ્તાનીના કિસિંગ સીનને બેસ્ટ કિસિંગ સીન માન્યો હતો.’

‘એવું નથી, દિલીપ કુમારે આ ફિલ્મના કિસિંગ સીનની તુલના પોતાની ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ના તે સીન સાથે કરી હતી, જેમાં સલીમ અનારકલીના ચહેરા પર પીંછુ ફેરવતો હતો. તેમણે ‘રાજા હિન્દુસ્તાની’ના વખાણ કરતાં કહ્યું હતું કે, આ સીન ખૂબ જ કોમળ હતો જેને ખૂબ જ નાજુક રીતે ફિલ્માવવામાં આવ્યો હતો. દિલીપ સાહેબની આ વાતના વખાણથી તે ખૂબ જ ખુશ થયાં હતાં.’

You cannot copy content of this page