Only Gujarat

FEATURED National

મુસ્લિમ યુવતી લગ્ન કરવા 300 કિમી દૂર ‘વ્હોટ્સએપ પ્રેમી’ને મળવા તો ગઈ પણ થયું એવું…

કાનપુરઃ કાનપુરથી એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે, જેમાં એક છોકરી પોતાના વૉટ્સએપ પ્રેમી સાથે લગ્ન કરવા માટે 300 કિમીની સફર કરીને એકલી તેના ઘરે જઈને પહોંચી, પરંતુ જ્યારે તેનો વૉટ્સએપ પ્રેમી સગીર નિકળ્યો તો તેના સપના ચકનાચૂર થઈ ગયા, પરંતુ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે, છોકરીએ પોતાના વૉટ્સએપ પ્રેમીને છોડીને તેના મોટા ભાઈ સાથે લગ્ન કરવાની જીદ પકડી લીધી. ખાસ વાત એ છે કે એલએલબી કરી રહેલી આ પ્રેમિકા મુસ્લિમ છે અને તેનો પ્રેમી હિંદૂ છે.

શાહજહાંપુરમાં રહેતી સબીનાના પિતા અતીક એન્જિનિયર છે. સબીનાનું કહેવું છે કે તેના પિતાએ માતાના નિધન બાદ બીજા લગ્ન કરી લીધા. સાથે જ સબીનાનો આક્ષેપ છે કે તેની ઓરમાન માતા તેને ખૂબ જ ટૉર્ચર કરે છે. સબીનાના પ્રમાણે, તેની દોસ્તી કાનપુરના પરૌલી ગામના અમિત સાથે વૉટ્સએપ પર થઈ હતી.

સબીના શાહજહાંપુરથી 300 કિમીની સફર કરીને બુધવારે (26 ઓગસ્ટ) પોતાના પ્રેમી અમિત સાથે લગ્ન કરવા તેને કાનપુરના પરૌલીમાં આવેલા ઘરે પહોંચી ગઈ. આ સફર દરમિયાન તેને અનેક કિમી પગપાળા ચાલવું પડ્યું અને રસ્તામાં લોકોની મદદથી બસની ટિકિટ પણ ખરીદી, પરંતુ જ્યારે તેને ખબર પડી કે અમિત સગીર છે, તો તેનું ભૂત ઉતરી ગયું. સબીનાની ઉંમર 24 વર્ષ છે અને અમિત તેનાથી પાંચ વર્ષ નાનો છે. હવે સબીના તેના ઘરની બહાર તંબૂ તાણીને બેઠી છે.

સબીનાનું કહેવું છે કે હું અમિત સાથે લગ્ન કરવા માટે આવી હતી. તેણે ઘરના લોકોએ કહ્યું કે અમિત ઉંમરમાં મારાથી નાનો છે. સાથે જ તેના મોટાભાઈના લગ્ન નથી થયા. એટલે મેં તેમને કહ્યું કે હું અમિતના મોટા ભાઈ સાથે લગ્ન કરવા તૈયાર છું, પરંતુ હું મારા ઘરે નહીં જાઉં, કારણ કે ત્યાં મારા જીવને જોખમ છે.

સબીનાના પ્રમાણે હવે હું અમિત નહીં તો તેના મોટાભાઈ સાથે લગ્ન કરવા તૈયાર છું. સબીના તેના માટે હિંદૂ ધર્મ અપનાવીને દેવી-દેવતાઓની પૂજા પણ કરવા તૈયાર છે, પરંતુ પોતાના ઘરના લોકો પાસે જવા તૈયાર નથી અને અમિતના ઘરના લોકો પર નિર્ણય છોડી દીધો છે. જો કે, સબીનાનું સ્પષ્ટ કહેવું છે કે મેં અહીં આવીને કાંઈ ખોટું નથી કર્યું.

તો, અમિતનું કહેવું છે કે મારી સબીના સાથે વૉટ્સએપ પર દોસ્તી જરૂર થઈ હતી. પરંતુ લગ્નને લઈને કોઈ વાત નહોતી થઈ. અમિતનું એવું પણ કહેવું છે કે સબીનાએ વૉટ્સએપ પર પોતાનું નામ રિયા કહ્યું હતું. મારી ઉંમર તો નાની જ છે. તે પોતાના ઘરે જતી રહે. બીજા ઘરની છોકરી અમારે ત્યાં આવી છે તો ચિંતા પણ થઈ રહી છે. ગામમાં આવતા અમે સબીનાના ઘરના લોકોને ફોન કર્યો હતો. પરંતુ તેમણે તેને લઈ જવાનો ઈન્કાર કરી દીધો.

You cannot copy content of this page