Only Gujarat

FEATURED National

માસીયાઈ ભાઇ-બહેન કરવા માગતા હતા લગ્ન જ્યારે પરિવારને ખબર પડી તો…..

ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં સંબંધમાં માસીયાર ભાઇ-બહેન એકબીજાના પ્રેમી-પ્રેમીકા બની ગયા. બંનેની લવ સ્ટોરી અનેક વર્ષોથી ચાલી રહી હતી. પરંતુ જ્યારે પરિવારજનોને આ સંબંધની જાણ થઇ તો ઘણું મોડું થઇ ગયું હતું. બંને એક-બીજા સાથે લગ્ન કરવાની જેટલી જીદ કરતાં એટલું જ બંનેના પરિવારજનો વિરોધ કરતાં હતા. પરિવાર એક થવા નહીં દે તેવો ડર રાખી પ્રેમી યુગલે મોત વ્હાલું કરી લીધું.

પ્રેમી યુગલે ઝેરી દવા પી લેતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પહેલા પ્રેમી અને પછી સારવાર દરમિયાન પ્રેમિકાનું મૃત્યુ થઇ ગયું. ઘટનાસ્થળે પહોંચી પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

થરિયાવ થાના ક્ષેત્રના બરઇ ખુર્દ ગામમાં રહેતા 28 વર્ષિય પ્રદીપનો વર્ષોથી પોતાની જ માસીયાર બહેન સાથે પ્રેમ-સંબંધ ચાલી રહ્યો હતો. થોડા દિવસ પહેલા જ જ્યારે આ સંબંધની જાણ બંનેના પરિવારજનોને થઇ તો તેઓ આ પ્રેમનો વિરોધ કરવા લાગ્યા. બાદમાં ગામની બહાર નહેર પાસે જઇને પ્રેમી યુગલે ઝેરીલો પદાર્થ ખાઇ લીધો.

જેના કારણે પ્રેમી પ્રદીપનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું જ્યારે પ્રેમિકાને એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તેનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું.

માસીયાર ભાઇ બહેન પ્રેમમાં એટલા ગળાડૂબ હતા કે દરેક પરિસ્થિતિમાં લગ્ન કરવા માગતા હતા. પરંતુ બંનેના પરિવારજનો પણ અડગ હતા કે કોઇકાળે આ લગ્ન થઇ શકશે નહીં જેથી પ્રેમી યુગર ટેન્શનમાં આવી ગયું હતું.

આ માલે ઉપરી પોલીસ અધિક્ષક રાજેશસસ કુમારે જણાવ્યું કે યુવક-યુવતીના મૃતદેહનો કબજો મેળવ્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page