Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહ રાજપૂત પહેલાં આ 11 અભિનત્રીઓ કરી ચૂકી છે આત્મહત્યા

મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપુતે મુંબઈ સ્થિત તેમના ઘરે આત્મહત્યા કરી લીધી છે. સુશાંત સિંહ રાજપુતે ‘એમ. એસ. ધોનીઃ અનટોલ્ડ સ્ટોરી’, ‘સોન ચિરૈયા’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. સુશાંતના મોતના સમાચારે દરેકને સ્તબ્ધ કરી દીધા છે. સુશાંત સિંહ રાજપુત પહેલાં પણ અનેક કલાકારોએ આત્મહત્યા કરી છે. તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમની આત્મહત્યા આજે પણ લોકો માટે એક પહેલી છે કે, તેમણે આત્મહત્યા કરી હતી કે તેમની સાથે કોઈ દુર્ઘટના થઈ હતી.

વિજયશ્રી
વિજયશ્રી મલયાલમ સિનેમાની દિગ્ગજ અભેનેત્રીઓમાંથી એખ છે. વિજયશ્રીએ સાઉથમાં અનેક સારી ફિલ્મોમાં તેમના અભિનયથી દર્શકોનું દીલ જીત્યું હતું. તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટાર અભિનેત્રીમાંથી એક હતા. એટલું જ નહીં વિજયશ્રીએ હિન્દી સિનેમામાં પણ કામ કર્યું હતું, પણ તેમણે માત્ર 1974માં માત્ર 21 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી હતી.

કલ્પના
કલ્પના સાઉથ સિનેમાની ફેમસ અભિનેત્રીઓમાંથી એક હતી. કલ્પનાએ સાઉથ સિનેમાના અનેક દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું હતું. કલ્પનાએ વર્ષ 1979ના બેલગાવીમાં આત્મહત્યા કરી હતી. પોલીસ રિપોર્ટ મુજબ, તેમણે ખૂબ જ ઊંઘની ગોળી ખાધી હતી. ઉલ્લેખનીય છે કે, કલ્પનાના છેલ્લા દિવસો ખૂબ જ મુશ્કેલીમાં પસાર થયાં હતાં.

સિલ્ક સ્મિતા
સિલ્ક સ્મિતા પણ સાઉથ સિનેમાની ફેમસ અભિનેત્રીઓમાંથી એક હતી. સિલ્ક સ્મિતાનું સાચું નામ વિજયલક્ષ્મી હતું. સિલ્કસ્મિતા અનાથ હતી અને આંધ્ર પ્રદેશમાં એક મહિલાએ તેમને દત્તક લીધા હતાં. 16 વર્ષની ઉંમરેલ સિલ્ક સ્મિતા તેમની મા સાથે મદ્રાસ જતાં રહ્યા હતાં. આ પછી તેમણે મેકઅપ આર્ટિસ્ટ તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. આ પછી સિલ્ક સ્મિતા ફિલ્મોમાં કામ કરવા લાગ્યા હતાં. સપ્ટેમ્બર 1996માં સ્લિક સ્મિતાનો ચેન્નઈ સ્થિત ફ્લેટમાં મૃતદેહ મળ્યો હતો.

શોભા
શોભા પણ તમિલ સિનેમાની ચર્ચિત અભિનેત્રીઓમાંથી એક હતી. શોભાનું અત્યારે પણ રહસ્ય છે. શોભાનું મોત થયું ત્યારે તેમની ઉંમર માત્ર 17 વર્ષની હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શોભાનો મૃતદેહ વર્ષ 1980માં તેમના ઘરેથી મળ્યોહતો. પોલીસને તે સમયે એક સ્યૂસાઇડ નોટ મળી હતી. જોકે, તે સ્યૂસાઇડ ખુદ શોભાએ લખી હતી કે નહીં તેનો ખુલાસો આજે થઈ શક્યો નથી.

દિવ્યા ભારતી
દિવ્યા ભારતી બોલિવૂડની ફેમસ અભિનેત્રી હતી. દિવ્યા ભારતીનું મોત શંકાસ્પદ રીતે થયું હતું. તેમના પતિ સાજિદ નડિયાદવાલા મુજબ, દિવ્યાએ પાંચમા માળે સ્થિત તેમના એપાર્ટમેન્ટંમાંથી છલાંગ મારી આત્મહત્યા કરી હતી. 5 એપ્રિલ, 1993એ આ ઘટના થઈ હતી. તે સમયે દિવ્યા ભારતીની ઉંમર માત્ર 19 વર્ષ હતી. ઉલ્લેખનીય છે કે, દિવ્યા ભારતીએ કુલ 14 ફિલ્મોમાં કામ કર્યું હતું.

રીમ કપાડિયા
રીમ કપાડિયા બોલિવૂડની ફેમસ અભિનેત્રી ડિમ્પલ કપાડિયાની નાની બહેન હતી. રીમ કપાડિયા ફિલ્મ ‘હવેલી’માં જોવા મળી હતી. જેમાં તેમની સાથે અભિનેતા રાકેશ રોશન અને માર્ક ઝુબેરે લીડ રોલમાં હતા. રીમ કપાડિયાનો વર્ષ 2000માં લંડનમાં મૃતદેહ મળ્યો હતો. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, તેમણે આત્મહત્યા કરી છે, પણ ત્યારે કંઈપણ સ્પષ્ટ થયું નહોતું.

નફીસા જોસેફ
નફીસા જોસેફ ટીવી ચેનલ એમટીવીની ફેમસ વીજે હતી. આ ઉપરાંત તે મૉડેલ પણ હતી. નફીસા જોસેફે વર્ષ 1997માં ફેમિના મિસ ઇન્ડિયા યૂનિવર્સનો એવોર્ડ જીત્યો હતો. એટલું જ નહીં તે મિસ યૂનિવર્સની એક ફાઇનલિસ્ટ પણ હતી. 2004માં વર્સોવા સ્થિત તેમના ફ્લેટમાંથી નફીસા જોસેફનો મૃતદેહ મળ્યો હતો.

કુલજીત રંધાવા
કુલજીત રંધાવા મફીસા જેસેફની નજીકની મિત્ર હતી. કુલજીત રંધાવા નફીસા જોસેફના મોતથી ખૂબ દુખી હતી. કુલજીત રંધાવાએ ફિલ્મ ‘બાઇ ચાન્સ’નું શૂટિંગ પૂરું કર્યું હતું અને સ્ટાર વનની સીરિયલ સ્પેશિયલ સ્કાડમાં પણ લીડ રોલ પ્લે કર્યો હતો. કુલજીત રંધાવાએ તેમની સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘જિંદગીનું દબાણ જીલી શકતી નથી.’

જિયા ખાન
જિયા ખાને બોલિવૂડની ‘નિશબ્દ’ અને ‘ગજની’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. માત્ર 25 વર્ષની ઉંમરે તેમણે આત્મહત્યા કરી હતી. જિયા ખાન તેમના મોત પહેલાં સુરજ પંચોલીને ડેટ કરી રહી હતી. જિયાએ મરતાં પહેલાં એક સ્યૂસાઇડ નોટ લખી હતી. વર્ષ 2013માં જિયાનો મૃતદેહ તેમના ઘરેથી મળ્યો હતો.

શિખા જોશી
શિખા જોશીએ ફિલ્મ ‘બી.એ. પાસ’માં કામ કર્યું હતું. શિખા જોશીએ 16 મે, 2015માં મુંબઈનાં અંધેરી વિસ્તારમાં ચાકૂથી ગળું કાપી આત્મહત્યા કરી હતી. શિખાની દીકરીએ આરોપ લગાવ્યો હતો કે, તેમની મા આત્મહત્યા ન કરી શકે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે કેમ, શિખાએ આવું પગલું ભર્યું હતું?

પ્રત્યુષા બેનર્જી
પ્રત્યુષા બેનર્જી ટીવી સીરિયલની ફેમસ અભિનેત્રીમાંથી એક છે. પ્રત્યુષા બેનર્જી ‘બાલિકા વધૂ’, ‘હમ હૈ નૈ’ અને ‘રક્ત સંબંધ’ જેવી ટીવી સીરિયલમાં જોવા મળી હતી. પ્રત્યુષા બેનર્જીનો મૃતદેહ મુંબઈ સ્થિત તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. પ્રત્યુષા બેનર્જીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રત્યુષાને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા હતાં પણ, ત્યાં સુધી તેમનું મોત થઈ ગયું હતું.

ભારતીય સિનેમાન અન્ય અભિનેત્રીઓએ પણ આત્મહત્યા કરી છે. જેમાં જયલક્ષ્મી, મંજુલા, પ્રેરણા અને વૈષ્ણવીએ આત્મહત્યા કરી છે. ઉલ્લેખનીય છે કે, આ અભિનેત્રીઓએ આત્મહત્યા કરી છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી, પણ તેમનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page