Only Gujarat

National TOP STORIES

લગ્ન કરવાની ના પાડતા જ પ્રેમિકાએ ધરપકડ કરાવી પછી જે કર્યું તે જાણી તને હેરાન થશો

બિહારના કૈમૂર જિલ્લામાં ફેસબૂક પર મિત્રતા થઇ અને પછી વાતચીત શરૂ તઇ અને ત્યારબાદ ફિઝિકલ રિલેશનશિપ પણ થઇ. બાદમાં યુવતીએ લગ્ન કરવાનું કહ્યું પરંતુ પ્રેમી ફરી ગયો. બાદમાં ગુસ્સે થયેલી યુવતીએ પહેલા તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી બાદમાં પોલીસ યુવકને પકડી લીધો અને પોલીસ સ્ટેશનમાં સ્થિત એક મંદિરમાં યુવક-યુવતીએ સાત ફેરા લીધા.

ફેસબૂકમાં પ્રેમ થયો તો ત્યારબાદ બંને પ્રેમી કાજલ અને અશોક એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા. અશોકે લગ્ન ખોટી ખોટી વાતો કરી કાજલ સાથે અનેક દિવસ સુધી શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જ્યારે કાજલે લગ્ન કરવાનું દબાણ કર્યું તો અશોક ફરી ગયો અને ત્રણ મહિના સુધી વાત કરવાનું પણ બંધ કરી દીધું.

ત્યારબાદ કાજલે અશોક વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન ભભુઆમાં લગ્નની વાતો કરી શારીરિક સંબંધ બનાવવાનો કેસ દાખલ કરાવ્યો. ફરિયાદના આધારે પોલીસે આરોપી અશોકની ધરપકડ કરી ત્યારબાદ સ્ટેશનમાં જ સ્થિત મહા કોટેશ્વર મંદિરમાં જ પરિવારજનોની ઉપસ્થિતિમાં લગ્ન કરાવી દીધા.

કૈમૂર જિલ્લાના રામગઢ થાના વિસ્તારના મસુહારી ગામમાં રહેતી કાજલ કુમારીનું ફેસબૂકમાં એકાઉન્ટ હતું. ફેસબૂક પર જ રોહતાસમાં રહેતા અશોક સાથે પહેલા વાતચીત શરૂ થઇ. વાતચીત પ્રેમમાં બદલાઇ ગઇ અને બંને છૂપાઇને મળવા લાગ્યા બાદમાં એક બીજા વચ્ચે લગ્ન બંધનમાં બંધાવાનું નક્કી થયું.

આ દરમિયાન અશોકે ફાયદો ઉઠાવી કાજલ સાથે અનેક વખત શારીરિક સંબંધ પણ બનાવી લીધા. જ્યારે કાજલે લગ્ન કરવા માટે અશોક પર દબાણ કર્યું તો અશોક લગ્ન કરવા માટે ફરી ગયો અને વાત કરવાનું બંધ કરી દીધું.

ઓગસ્ટ 2019માં બંને વચ્ચે ફેસબૂકના માધ્યમથી મિત્રતા થઇ હતી. છેલ્લા 3 મહિનાથી અશોક કાજલ તરફથી લગ્નનું કહેતા જ અશોકે વાત કરવાનું બંધ કરી દીધું.

કૈમૂર એસપી દિલનવાઝ અહમદે જણાવ્યું કે યુવક અને યુવતી પરસ્પર પ્રેમ કરતાં હતા.

યુવક લગ્ન કરવા ઇચ્છતો ન હતો. યુવક-યુવતી બંને બાલિક છે. પોલીસે બંને સાથે મિલાપ કરાવી પોલીસ સ્ટેશનમાં જ લગ્ન કરાવી દીધા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page