Only Gujarat

FEATURED National

હુક્કાબારમાં ચાલતી હતી દારૂની રેલમછેલ, પોલીસે ખોલ્યો દરવાજો અને…

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના કૌશાંબી વિસ્તારમાં એંજેલ મૉલમાં પોલીસ અને તંત્રની સંયુક્ત ટીમે એક રેસ્ટોરન્ટ પર દરોડા પાડીને 50થી વધુ છોકરા છોકરીઓની ધરપકડ કરી હતી. આ રેસ્ટોરન્ટમાં ગેરકાયદે હુક્કાબાર ચલાવવામાં આવી રહ્યો હતો અને શરાબ પીરસવામાં આવી રહ્યો હતો. પોલીસે તેની સૂચના મળતા જ અચાનક દરોડા પાડી મોટી સંખ્યામાં છોકરા-છોકરીઓને પકડી પાડ્યા.

નો રૂલ્સ નામના રેસ્ટોરેન્ટમાં દરોડા દરમિયાન ચોંકાવનારી વસ્તુઓ સામે આવી હતી. આ રેસ્ટોરન્ટ માત્ર બહારથી દેખાવવા માટે જ હતું પરંતુ અંદર ગેરકાયદે શરાબ અને હુક્કા પીરસવામાં આવે છે. પોલીસનું કહેવું છે કે નશાની સાથે ભીડ પણ અહીં કોરોના ફેલાવાનું કારણ બની શકતી હતી. સતત મળી રહેલી ફરિયાદો બાદ અહીં દરોડા પાડવામાં આવ્યા.

ગાઝિયાબાદના એસપી સિટી અભિષેક વર્માએ જણાવ્યું કે કૌશાંબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એંજેલ મૉલમાં નો રૂલ્સ નામની એક રેસ્ટોરન્ટ છે, જેમાં લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું અને ગેરકાયદેસર હુક્કાબાર ચાલતું હતું, જેમાં ખુલ્લેઆમ શરાબ પીરસવામાં આવી રહ્યું હતું.

પોલીસનું કહેવું છે કે રેસ્ટોરેન્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ નહોતું થતું, જેની સૂચના પોલીસને મળી તો પોલીસે અને સ્થાનિક તંત્રે દરોડા પાડ્યા. જે દરમિયાન 50 જેટલા છોકરા-છોકરીઓ પકડાયા છે. જેમની સામે એપિડેમિક એક્ટ અને અન્ય કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે પ્રદેશમાં હુક્કાબાર પર રોક લગાવી છે. કોર્ટે મુખ્ય સચિવને આદેશ આપ્યો છે કે ક્યાંય પણ હુક્કાબાર ચલાવવવાની પરવાનગી ના આપવામાં આવે. કોર્ટના મહાનિબંધકને આદેશની કોપી તમામ ડીએમને પાલન માટે મોકલવાનો પણ આદેશ છે.

You cannot copy content of this page