Only Gujarat

Bollywood TOP STORIES

સુશાંત બાદ આ જાણીતા એક્ટરે કરી આત્મહત્યા, વિદેશી મહિલા સાથે રહેતા હતો લિવ ઈનમાં

સુશાંત સિંહ રાજપૂત સાથે કાઈ પો છે જેવી ફિલ્મો કરી ચુકેલા આસિફ બસરાએ આત્મહત્યા કરી છે. રિપોર્ટ્સનું માનીએ તો 53 વર્ષના બસરાએ હિમાચલ પ્રદેશના ધર્મશાલાના મેક્લોડગંજમાં એક કાફે પાસે આત્મહત્યા કરી. જણાવવામાં આવી રહ્યું છે કે તેણે પોતાના પાલતૂ કુતરાની દોરીથી ફાંસી લગાવીને જીવ આપી દીધો. જો કે હજુ આત્મહત્યાના કારણોની જાણકારી નથી મળી. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે તે ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હતા.

5 વર્ષથી મેક્લોડગંજમાં રહેતા હતા આસિફ
પોલીસે આસિફનો મૃતદેહ કબજામાં લઈને તપાસ શરૂ કરી છે. એસપી વિક્રાંત રંજને પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ દરેક એંગલથી તપાસ કરી રહ્યા છે. પોલીસના પ્રમાણે, કથિત આત્મહત્યા પહેલા તે આસપાસના વિસ્તારમાં પોતાના કુતરાને ફરવા લઈ ગયા હતા. તેમની પાસે કોઈ સુસાઈડ નોટ નથી મળી આવી.

લિવ-ઈન પાર્ટનરની અટકાયત
આસિફ લગભગ પાંચ વર્ષથી મેક્લોડગંજમાં ભાડે ઘર લઈ એક વિદેશી મહિલા સાથે લિવ-ઈનમાં પહેતા હતા. રિપોર્ટ્સનું માનીએ તો પોલીસે મહિલાની અટકાયત કરી છે. જે કુતરાની દોરીથી આસિફે ફંદો લગાવ્યો, તે ગાયબ છે.

બોલીવુડ સેલેબ્સ વ્યક્ત કર્યો શોક
ફિલ્મ મેકર હંસલ મહેતાએ આસિફને યાદ કરીને લખ્યું કે, “આસિફ બસર! આ સત્ય ન હોય છે. આ ખૂબ જ દુઃખદ છે.”

ડાયરેક્ટર ઓનિરે લખ્યું કે, “આઘાતમાં છું. વિશ્વાસ નથી થતો કે આપણે તેને ગુમાવી દીધો. પાર્ક જૉગિંગમાં તે ઘણીવાર મને મળતો હતો. તે મને કિનારા પર જૉગિંગ ન કરવાનું કહેતો. કારણ કે હું સંતુલન ગુમાવીને ઘાયલ થઈ શકતો હતો.”

અભિતાના મનોજ બાજપેયીએ શોક વ્યક્ત કરતા લખ્યું કે, “શું? આ ખૂબ જ શૉકિંગ છે. લૉકડાઉન પહેલા જ તેમની સાથે શૂટ કર્યું હતું.”

ફિલ્મ મેકર રાહુલ ધોળકિયાએ લખ્યું કે, “બસરા વિશે સાંભળીને પરેશાન છું. ખૂબ જ શાનદાર અભિનેતા હતા એક..તેઓ આવું કેમ કરે? ખૂબ જ દુઃખદ. પરજાનિયા, લમ્હા અને સોસાઈટીમાં તેને ડાયરેક્ટ કર્યા હતા. તેમના ઈંતકાલ વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું.”

આ ફિલ્મોમાં કર્યું હતું કામ
આસિફ 1998થી ફિલ્મોમાં એક્ટિવ હતા. તેમણે ‘વો'(1998), ‘બ્લેક ફ્રાઈડે'(2004), ‘જબ વી મેટ'(2007), ‘વન્સ અપૉન અ ટાઈમ ઈન મુંબઈ'(2010), ‘ક્રિશ 3′(2013) અને ‘હિચકી'(2018)માં કામ કર્યું હતું. તે ‘હોસ્ટેજીસ’ અને ‘પાતાલલોક’ જેવી હિટ વેબ સીરિઝમાં પણ મહત્વની ભૂમિકામાં હતા.

You cannot copy content of this page