Only Gujarat

Religion

આજે ધનતેરસના દિવસે કોના ઉપર થશે ધનની વર્ષા? ક્લિક કરીને જાણો તમારું રાશિફળ

રાશિફળ: 13-11-2020: આજે ધનતેરસના દિવસે કોના ઉપર થશે ધનની વર્ષા? ક્લિક કરીને જાણો તમારું રાશિફળ..

આજે ધન તેરસ તેમજ કાલી ચૌદસ છે, આજના દિવસે માં લક્ષ્મીજી, ભગવાન કુબેરજી  તેમજ ધન્વંતરિજી નું પૂજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આજના દિવસે ધન પૂજા કરે છે તેને વર્ષ દરમ્યાન લક્ષ્મીજીના આશીર્વાદ બની રહે છે માટે નીચે આપેલા મંત્રનો જાપ કરવો તમારી માટે શ્રેષ્ઠ બની રહેશે.

મેષઃ આજે આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય તેમજ પારિવારિક સુખ ઉત્તમ જણાય અને મનનાં મનોરથો સફળ થતા જણાય, વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી હિતાવહ, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: વ્યવહારથી બીજા નિરાશ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવુ, નવા કાર્યનો શુભારંભ સંભવ.
  • પરિવાર: પારિવારિક વિવાદથી દૂર રહેવુ, સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય.
  • નાણાકીય: નાણાકીયભીડ હળવી થતી જણાય, આર્થિક માર્ગો ખુલતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વિશેષ લાભ જણાય.
  • સ્વાસ્થ્ય: દિવસભર સામાન્ય થાકની અનુભૂતિ થાય.
  • આજનો મંત્ર: ॐ श्रद्धायै नमः

વૃષભઃ આપના પરિશ્રમનું ફળ જણાય અને કળાજગતની સાથે સંકળાયેલી વ્યક્તિઓને વિશેષ લાભ જણાય, કાર્યક્ષેત્રમાં દિવસ આનંદમય જણાય, પોતાના મનની વાત મૂકવામાં સંકોચ ના કરવો, દિવસભર કૌટુંબિક સુખ સારું જણાય.

  • કાર્યક્ષેત્ર: અટકાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય, કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે.
  • પરિવાર: ગૃહસ્થ જીવનના મતભેદો દુર થતા જણાય, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ.
  • નાણાકીય: અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: જૂની બીમારીનું નિરાકરણ આવતું જણાય.
  • આજનો મંત્ર: ॐ विभूत्यै नमः

 મિથુનઃ મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરાવી હિતાવહ નથી સાથે જ સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય તથા કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધાઓથી લાભ મળે તેમજ સમયનો સદ્ ઉપયોગ કરવો હિતાવહ, દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં તમારા કાર્યને સન્માન મળે, કાર્ય પદ્ધતિ માં ફેરફાર જોવા મળે.
  • પરિવાર:  સામાજિક સંબંધમાં મીઠાશ વધતી જણાય અને દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે.
  • નાણાકીય: આર્થિક ક્ષેત્રે વિચારીને પગલું ભરવું હિતાવહ, સંપત્તિના પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: सुरभ्यै नमः

કર્કઃ નાણાકીય મૂંઝવણોનો માર્ગ જણાય સાથે જ પડતર કાર્યમાં પ્રગતિ જણાય, નિત્યની દિનચર્યામાંથી કાંઈક નવુ કરવાનું મન થાય, સામાજિક કાર્ય માં મધુર ફળ ચાખવા મળે તેમજ મોસાળમાં થી સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ કરવો નહીં, નવી યોજના પર કાર્ય આગળ વધે.
  • પરિવાર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય.
  • નાણાકીય: આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય તેમજ નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: परमात्मिकायै नमः

સિંહઃ આજે કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય સાથે જ અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, ખર્ચ પર કાબુ રાખવો, મન અને ધન પર કાબુ રાખવો હિતાવહ, દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો તેમજ નવી તકનું સર્જન સંભવ.
  • પરિવાર: સામાજિક કાર્યો પાર પડતા જણાય અને પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય.
  • નાણાકીય: વારસાગત મિલકતના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય, જમીનમાં રોકાણ લાભદાયી રહેશે.
  • વિદ્યાર્થી વર્ગ: આજે કઈક નવું શીખવાનું મળશે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ पद्मालयायै नमः

કન્યાઃ આજે આપનું યોગ્ય આયોજન આપને સફળતા અપાવનાર બનશે, કાર્યક્ષેત્રમાં આપના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, સામાજિક – વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા રહે, આધ્યાત્મિક ક્ષેત્રે વધારે સમય આપશો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની યોજનાઓ ને ગુપ્ત રાખવી તેમજ કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે.
  • પરિવાર: જૂના વિવાદ સમાપ્ત થતા જણાય, પારિવારિક સમય ઉત્તમ જણાય.
  • નાણાકીય: મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને મનોવાંછિત પરિણામ ની પ્રાપ્તિ સંભવ.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ पद्मायै नमः

તુલાઃ આજે પોતાના વિચારોને અમલ કરાવવામાં વધુ જીદ ના કરવી, પોતાના કાર્યનું અભિમાન ન રાખવું, જાવકનું પ્રમાણ વધે, અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય પરંતુ મૂડી રોકાણ વિચારીને કરવું હિતાવહ રહે.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ તેમજ વાદ વિવાદ ટાળવો.
  • પરિવાર: વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય, અમુક વાતો માં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય.
  • નાણાકીય: આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં રહે, નવી યોજનાનું આયોજન સંભવ
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી ને સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાનુકૂળતા જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ शुचये नमः

વૃશ્રિકઃ  આજે કાર્યક્ષેત્રમાં તમારા લક્ષ્યો મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે, નવી તકને ઝડપવામાં વિલંબના કરવો, કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય, આવકના સ્રોતમાં વધારો થતો જણાય,કોઈ જૂની સમસ્યા વધારે ગાઢ થઈ શકે છે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આગવું સ્થાન જણાય તેમજ તેના પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • પરિવાર: પારિવારિક સુખ ઉત્તમ જણાય, મહત્વના કામમાં સ્વજનનો સહકાર જણાય.
  • નાણાકીય: ખર્ચ ઓછા થાય તેવા પ્રયત્નો કરવા, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી ને સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: જૂની બીમારીનું નિરાકરણ આવતું જણાય.
  • આજનો મંત્ર: ॐ स्वधायै नमः

ધનઃ આજે કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે, કાર્યમાં સામાન્ય અવરોધ સર્જાતો જણાય, મધ્યાહન બાદ આ૫ની આર્થિક તકલીફનો અંત આવતો જણાશે, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન કે ઉતાર-ચઢાવ સંભવ, ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું.
  • પરિવાર: પારિવારિક સમય યાદગાર બની રહેશે, ગૃહસ્થ જીવનમાં મધુરતા જણાય.
  • નાણાકીય: સાવધ રહી ને નાણાનો વ્યવહાર કરવો, નાણાંકીય ભીડ દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારા લક્ષ્યો મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની ચિંતા દૂર થતી જણાય.
  • આજનો મંત્ર:  ॐ स्वाहायै नमः

મકરઃ આજે મનમાં ધારેલું કાર્ય આગળ વધતું જણાય તેમજ કારણ વગરની ચિંતા ન કરવી, એકાએક આવી પડેલા પ્રશ્નો ને કુશાગ્રતા થી ઉકેલવા પડે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તથા વડીલ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ થાય.

  • કાર્યક્ષેત્ર: યોગ્ય આયોજન થી સફળતા પ્રાપ્ત થાય તેમજ કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
  • પરિવાર: પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને, સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની વધારે જણાય.
  • નાણાકીય: વ્યવહારિક સફળતા મળતી જણાય, નાણાકીય મૂંઝવણોનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ सुधायै नमः

કુંભઃ આજે મનની મૂંઝવણો દૂર થતી જણાય સાથે આકસ્મિક ધનલાભ સંભવ બને, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ, કાર્યક્ષેત્રમાં કામનું વધારે દબાણ જણાય તેમજ પારિવારિક સમય આનંદમય રીતે પસાર થતો જણાય.

  • કાર્યક્ષેત્ર: તમારી કાર્યક્ષમતામાં વધારો થતો જણાય અને ધારેલું કાર્ય સફળ થતું જણાય.
  • પરિવાર: દામ્પત્ય જીવનમાં સમસ્યા ન સર્જાય તેનું ધ્યાન રાખવું, કૌટુંબિક સુખ સારું.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયાસનું શુભફળ મળે.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ लक्ष्म्यै नमः

મીનઃ આજે આર્થિક કાર્યોમાં ધીરજતાથી આગળ વધવું તેમજ સામાજિક કાર્યોમાં દિવસ વધારે પરોવાયેલો જણાય, નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ, આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: મહત્વના કામમાં પ્રગતિ જણાય, ફરીફવર્ગથી સાથ-સહયોગ સારો મળે.
  • પરિવાર: દામ્પત્ય જીવનમાં સમસ્યા ન સર્જાય તેનું ધ્યાન રાખવું, કૌટુંબિક સુખ સારું.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, ખર્ચાઓનું પ્રમાણ વધતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: જાતકને વાયુનાં રોગથી સચેત રહેવું.
  • આજનો મંત્ર:    हिरण्मय्यै नमः
You cannot copy content of this page