Only Gujarat

Religion

નવરાત્રીમાં મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે નવદુર્ગાજીને આ ઉપાસના મંત્રથી કરો પ્રસન્ન

મિત્રો સનાતન ધર્મના શાસ્ત્રોમાં કહેવાયું છે કે “कलो चण्डी विनायको” અર્થાત કળિયુગમાં તો ચંડી કહેતા માતાજી અને ગણેશજીની ઉપાસના વિશેષ ફળદાયી હોય છે માટે જ નવરાત્રીમાં શક્તિ ઉપાસકો માતાજીના વિધ-વિધ પ્રકારના સ્વરૂપની પૂજા કરતા હોય છે. આ પર્વને “શક્તિ અર્જન પર્વ” ના નામે પણ ઓળખવામાં છે કે જેનાથી પરિવાર અને જીવનમાં મનોવાંછિત ફળની પ્રાપ્તિ તેમજ પરિવાર માં સુખ- સમૃદ્ધિની પ્રાપ્તિ માતાજીની કૃપાથી થાય છે.
એક વર્ષ માં ચાર નવરાત્રી આવતી હોય છે જે શુક્લ પક્ષ માં એકમ થી નોમ ક્રમશઃ મહા, ચૈત્ર, અષાઢ અને આસો માસ માં આવે છે અને આ નવ દિવસોમાં પ્રત્યેક દિવસે માતાજી ના વિવિધ નવ સ્વરૂપનું પૂજન અર્ચન કરવા માં આવે છે જેમાં લોકો માતાજીના પાઠ, મંત્રજાપ, અનુષ્ઠાન, ઉપવાસ વગેરે કરતા હોય છે. તો અહીંયા આપને નવદુર્ગા ના દરેક સ્વરૂપ નું સંશીપ્તમાં વર્ણન તેમજ કયા મંત્ર દ્વારા તમે તે માતાજી ની ઉપાસના કરી મનોવાંછિત ફળ મેળવી શકે તે જાણવા માં આવ્યું છે..

પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી। તૃતીયં ચન્દ્રઘણ્ટેતિ કૂષ્માણ્ડેતિ ચતુર્થકમ્॥
પઞ્ચમં સ્કન્દમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ। સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્॥
નવં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા: પ્રકીર્તિતા:। ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના॥

1.મા શૈલપુત્રી :નવરાત્રિના પ્રથમ દિવસે માં નવદુર્ગા ના પ્રથમ સ્વરૂપમાં “શૈલપુત્રી”નું પૂજન-અર્ચન થાય છે, પર્વતરાજ હિમાલયને ત્યાં માતાજી પુત્રી તરીકે ઉત્પન્ન થયા હતા માટે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું માતાજી વૃષભ ઉપર બિરાજે છે જેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન થાય છે અને જેમની પૂજા થી ધન ધન્ય ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે
ઉપાસના મંત્ર : ॐ शैलपुत्र्यै नमः

2. બ્રહ્મચારિણી: નવરાત્રિના બીજા દિવસેમાં નવદુર્ગાના બીજા સ્વરૂપમાં “બ્રહ્મચારિણી”નું પૂજન અર્ચન થાય છે, બ્રહ્મ શબ્દનો અર્થ તપ છે અને ચારણી એટલે આચરણ કરનારા જેમને તપનું આચરણ કર્યું છે એવા બ્રહ્મચારિણી. બ્રહ્મચારિણી દેવી નું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે કે જેમના હાથમાં જપમાળા ડાબા હાથમાં કમંડળ રહે છે અને જેમની કૃપા થી મનુષ્ય ને સંયમ, તપ, વૈરાગ્ય અને વિજય ની પ્રાપ્તિ થાય છે.
ઉપાસના મંત્ર: ॐ ब्रह्मचारिण्यै नमः

3. ચંદ્રઘંટા : નવરાત્રિના ત્રીજા દિવસેમાં નવદુર્ગાના ત્રીજા સ્વરૂપમાં “ચંદ્રઘંટા” નું પૂજન અર્ચન થાય છે તેમનો આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી હોય છે માતાજીના મસ્તકમાં ઘંટાકાર નો અર્થ ચંદ્ર બિરાજમાન છે માટે જ તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે અને સાથે જ તેમના શરીરનો રંગ સુવર્ણ જેવા ચમકતા હોય છે સાથે જ દશ હાથ છે સાથે જ તેમનું વાહન સિંહ છે. તેમના ઘંટ જેવા ભયાનક ધ્વનિથી અત્યાચારી દાનવ દૈત્ય રાક્ષસ સદાય ભય માં રહે છે. માતા ચંદ્રઘંટાના પૂજનથી મનુષ્યને કષ્ટો માંથી મુક્તિ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.
ઉપાસના મંત્ર: ॐ चन्द्रघण्टायै नमः॥

4.કુષ્માણ્ડા : નવરાત્રિના ચોથા દિવસેમાં નવદુર્ગાના ચોથા સ્વરૂપમાં “કુષ્માંડા” નું પુજન અર્ચન થાય છે. પોતાના હળવા હાસ્ય દ્વારા અને બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે માત્ર અંધકાર જ અંધકાર હતો ત્યારે દેવી એ પોતાના હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી માટે જ તે સૃષ્ટિના આદિ રૂપા અને આદિ શક્તિ તરીકે પણ ઓળખાય છે. તેમને આઠ ભુજાઓ છે માટે તેઓ અષ્ટભુજા દેવી નામે પણ પ્રખ્યાત છે. તેમની પૂજાથી મનુષ્ય ને રોગ નો નાશ અને યશ તથા બાલ ની પ્રાપ્તિ થાય છે.
ઉપાસના મંત્ર: ॐ कूष्माण्डायै नमः

5.સ્કંદમાતા : નવરાત્રિના પાંચમા દિવસેમાં નવદુર્ગાના પાંચમા સ્વરૂપમાં “સ્કંધમાતા” નું પૂજન અર્ચન થાય છે. ભગવાન સ્કંધ એટલે કે કુમાર કાર્તિકેય ના માતાના રૂપે તેમનું પૂજન અર્ચન થાય છે. તેમના સ્વરૂપમાં ભગવાન સ્કંધજીને બાળ રૂપે તેમના ખોળામાં બેઠા હોય છે સાથે જ તેમને ચાર ભુજાઓ છે અને તે પદ્માસનની અંદર સિંહ ઉપર બિરાજમાન થયેલા હોય છે. તેમની પૂજાથી મનુષ્ય ને સુખ, શાંતિ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.
ઉપાસના મંત્ર: ॐ स्कन्दमात्रे नमः॥

6.કાત્યાયિની : નવરાત્રિના છઠ્ઠા દિવસેમાં નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં “કાત્યાયની” નું પૂજન અર્ચન થાય છે. કથા પ્રમાણે વિશ્વ પ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન મહાન તપસ્વી હતા અને તે ભગવતી પરામ્બાની ઉપાસના કરતા હતા તેમની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે અવતાર લે અને માં ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને તેટલા માટે જ સ્વરૂપ નું નામ કાત્યાયની પડ્યું. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેમનો વર્ણ સોનાના સમાન ચમકદાર અને તેજોમય છે તેમને ચાર ભુજાઓ છે અને તેમનું વાહન સિંહ છે. તેમની પૂજાથી મનુષ્ય ને તેમના જીવનમાંથી ભય, સંતાપ દૂર થાય છે.
ઉપાસના મંત્ર: ॐ कात्यायन्यै नमः॥

7.મા કાળ રાત્રિ: નવરાત્રિના સાતમા દિવસેમાં નવદુર્ગાના સાતમા સ્વરૂપ માં “કાલરાત્રિ”નું પૂજન-અર્ચન થાય છે. તેમના દેહનો રંગ ગાઢો અંધકારની જેમ એકદમ કાળો છે, માથાના વાળ વિખરાયેલા છે, ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે, જેમના ત્રણ નેત્ર છે અને આ ત્રણને તો બ્રહ્માંડની જેમ ગોળ છે અને જેમાંથી વીજળીના ચમકારા થતા રહે છે તેમના નાસિકામાંથી અગ્નિ ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે અને તેમનું વાહન ગદર્ભ છે. તેમની પૂજાથી મનુષ્ય ના શત્રુ બુદ્ધિ નો નાશ, સુખ અને શાંતિ ની પ્રાપ્તિ કરાવે છે.
ઉપાસના મંત્ર: ॐ कालरात्र्यै नमः॥

8.મહાગૌરી: નવરાત્રિના આઠમા દિવસેમાં નવદુર્ગાના આઠમા સ્વરૂપ માં “મહાગૌરી” નું પૂજન અર્ચન થાય છે કે જેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે અને જેમને ચાર ભુજાઓ છે તેમનું વાહન મૂષક છે જેમને સફેદ વસ્ત્રનું અલંકાર ધારણ કર્યા છે અને જે શાંત અને મંદ હાસ્ય કરી હંમેશા શાંતિ પ્રદાન કરનારા હોય છે. તેમની પૂજાથી મનુષ્ય ને કરેલા પાપ નષ્ટ થઈ જાય છે તેમજ સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.
ઉપાસના મંત્ર: ॐ महागौर्यै नमः॥

9.મા સિધ્ધિદાત્રી:નવરાત્રિના નવમા દિવસેમાં નવદુર્ગાના નવમા સ્વરૂપ માં “સિદ્ધિદાત્રી”ની પૂજા અર્ચના થાય છે. જેઓ કમળ ઉપર બિરાજમાન થયેલા છે અને જેઓ એ ચાર તઃ માં શંખ, ચક્ર, ગાળા અને કમળ રાખ્યા છે. તેઓ સર્વ સિદ્ધિઓને આપનારાં છે માટે જ તેમને સિદ્ધિદાત્રી કહેવામાંઆવ્યા છે તેમની કૃપાથી દુઃખ દારિદ્ર યોગ દૂર થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
ઉપાસના મંત્ર: ॐ सिद्धिदात्र्यै नमः॥

You cannot copy content of this page