Only Gujarat

FEATURED National

17 વર્ષના કિશોરની મિત્રે જ કરી હત્યા, કારણ હતું એકદમ ચોંકાવનારું

જાલંધરઃ 12માં ધોરણમાં ભણતા 2 મિત્રો એક જ યુવતીને પ્રેમ કરતા હતા, આ સમયે એક મિત્રએ બીજા મિત્રને રસ્તામાંથી હટાવવા ખતરનાક યોજના બનાવી. ટિકટોક વીડિયો બનાવવાના નામે હત્યાનો સંપૂર્ણ સીન વીડિયોમાં રેકોર્ડ કર્યો અને પછી તે જ રીતે મિત્રની હત્યા કરી હતી. આ ચોંકાવનારી ઘટના પંજાબના જાલંધરની છે. જાલંધર કેન્ટ લાલકુર્તી બજારમાં સોમવાર સાંજે 17 વર્ષીય સ્ટુડન્ટની હત્યાનો કેસ પોલીસે 24 કલાકની અંદર જ ઉકેલી લીધો હતો. મૃતક અરમાનના એક મિત્રની ધરપકડ કરવામા આવી હતી, જે પોતે પણ સગીર છે.

અશોક કુમારે પોલીસને જણાવ્યું કે, તેમનો પૌત્ર અરમાન છાવનીના કેવી-4 સ્કૂલના 12માં ધોરણમાં ભણતો હતો. તેના પિતા ફ્રાન્સ મૂળના એનઆરઆઈ હતા. જ્યારે માતા પોતાની દીકરી સાથે હિમાચલ પ્રદેશ ગઈ હતી. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા એક સગીરની ધરપકડ કરી હતી જે અરમાનનો મિત્ર છે.

પોલીસ કમિશ્નર ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું કે,‘અરમાન અને તેનો આરોપી મિત્ર અગાઉ એક સાથે જ ભણતા હતા. એક સગીરા સાથે અરમાનની મિત્રતા હતી અને આરોપી ટીનેજરને પણ તે યુવતી પ્રત્યે આકર્ષણ હોવાથી તેને અરમાનથી ઈર્ષા થવા લાગી હતી. આ ઈર્ષાના કારણે જ અરમાનના મિત્રએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે હત્યા કરી હતી. આરોપીએ પીડિતના માથા અને ચેહરા પર ક્રિકેટ બેટથી હુમલો કર્યો અને તેનું ગળું પણ દબાવ્યું હતું.’

અરમાનની હત્યા કરતા આરોપી મિત્રએ ટિકટોક વીડિયો પણ બનાવ્યો હતો. ટિકટોકમાં વીડિયોમાં જે નકલી હત્યાના સીન શૂટ કરવામા આવ્યા હતા ત્યારે મૃતક અરમાનને ક્યાં ખબર હતી કે આ જ પ્રકારને મિત્ર તેની અમુક ક્ષણમાં હત્યા કરવાની યોજના બનાવી આવ્યો હતો.

જાલંધર છાવની પોલીસે અશોક કુમારની ફરિયાદ પર આઈપીસી કલમ 302, 34 હેઠળ ફરિયાદ નોંધી છે. તેમણે કહ્યું કે, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

You cannot copy content of this page