Only Gujarat

Bollywood FEATURED

સુશાંતની મેનેજરનો મોટો ધડાકો, બહેનોને કારણે સુશાંતે હોસ્પિટલમાં થવું પડ્યું હતું દાખલ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસની સીબીઆઈ તપાસની વચ્ચે અભિનેતાની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીએ તેમને લઈને મોટા દાવા કર્યા છે. મોદીની વાત માનીએ તો સુશાંતના જીવનમાં રિયાની એન્ટ્રી થઈ તે પહેલાથી ડ્રગ્સ લેતા હતા. પોતાના વકીલ અશોક સરાવગીના માધ્યમથી તેણે પરિવાર સાથે સુશાંતના સંબંધો વિશે પણ વાત કરી. તેના પ્રમાણે નવેમ્બર 2019માં બહેનો સાથે ઝઘડો થયા બાદ સુશાંત હૉસ્પિટલમાં ભરતી થયા હતા અને ત્યારે તેમણે પિતા સાથે પણ વાત કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

27 નવેમ્બરની રાત્રે ઝઘડો થયો હતોઃ ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, સરાવગીએ કહ્યું હતું કે નવેમ્બર 2019માં સુશાંતની 3 બહેનો તેમને મળવા માટે મુંબઈ આવી હતી અને ત્રણેય સાથે જ પાછી ફરી હતી. પરંતુ 27 નવેમ્બરની રાત્રે સુશાંતના ઘરમાં ખૂબ જ મોટો ઝઘડો થયો હતો અને આગલા દિવસે ત્રણેય બહેનોએ હોટેલ લલિતમાં ચેક-ઈન કરી દીધું. આ ફાઈટની સુશાંત પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડ્યો અને 28 નવેમ્બરે તેઓ ખારમાં આવેલી હિન્દુજા હૉસ્પિટલમાં ભરતી થયા હતા.

જ્યારે તે ત્યાં ભરતી હતા, ત્યારે તેના પિતાએ સ્ટાફના એક સભ્યને ફોન કર્યો અને કહ્યું કે તે સુશાંત સાથે વાત કરવા માંગે છે. પરંતુ સુશાંતે વાત કરવાનો ઈનકાર કરી દીધો. તેણે કહ્યું કે પરિવાર સાથે વાત કરીને તે પહેલા જ હૉસ્પિટલમાં પહોંચી ગયા છે. પિતા સાથે વાત કરીને તેની તબિયત વધુ ખરાબ થઈ શકે છે.

સુશાંતના ડ્રગ એડિક્શનને લઈને શું કહ્યું? સરાવગીએ સુશાંતના ડ્રગ એડિક્શનને લઈને કહ્યું કે, સુશાંતનો પૂર્વ ડ્રાઈવર અને બૉડીગાર્ડ સોહેલ સાગર તેમના માટે ડ્રગ્સ લાવનારમાંથી એક હતો. સરાવગીના કહેવા પ્રમાણે- સોહેલ અને કેશવ (કૂક) પોતાના બે અન્ય મિત્રો આયુષ શર્મા અને આનંદીની સાથે કો-ઑર્ડિનેટ કરતા હતા અને જ્યારે પણ ડ્ર્ગ્સ લાવવાના હતા, ત્યારે સુશાંતના ઘરમાં રોકાતા હતા. તેમના ઘરમાં અનેક પાર્ટીઓ થતી હતી, જ્યાં તેમની બહેનો પણ ડ્રગ્સ લેતી હતી.

વૉટ્સએપ ગ્રુપમાં થતું હતું ડિસ્કશનઃ સરાવગીના પ્રમાણે, એક વૉટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, જેમાં સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી અને અન્ય લોકો સામેલ હતા. આ ગ્રુપમાં AK-47 નામથી નશીલા પદાર્થના નામ અનેક વાર લેવામાં આવતું હતું. તેઓ કહે છે કે- એવું કેવી રીતે હોઈ શકે કે કોઈ એ ગ્રુપમાં સામેલ હોય અને ડ્રગ્સ ન લેતા હોય. તમામ લોકો તેના વિશે જાણતા હતા અને ડ્રગ્સ લેતા હતા. મુંબઈમાં રહેતી સુશાંતની બહેન અનેક પાર્ટીઓમાં જતી હતી. તે શરાબની શોખીન હતી. તે અનેક ડ્રગ્સવાળી પાર્ટીઓમાં પણ જતી હતી.

ડ્રગ્સના કારણે કોન્ટ્રાક્ટ હાથમાંથી ગયોઃ સુશાંતના જીવનમાં ડ્રગ્સના ખરાબ પ્રભાવ પર વાત કરતા સરાવગીએ કહ્યું કે- આ વર્ષે જાન્યુઆરીમાં એક કંપની સુશાંતને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માંગતી હતી. પરંતુ તેઓ શહેરમાં નહોતા એટલે જૂના ફોટોસનો ઉપયોગ કરીને કૉન્ટ્રાક્ટ મની અડધા કરવાની ઑફર કરી, પરંતુ સુશાંત તેના માટે તૈયાર ન થયા અને તેમણે મુંબઈ પાછા આવવાનો વાયદો કર્યો. જો કે જ્યારે તેઓ મુંબઈ પાછા આવ્યો તો કંપનીએ તેમની સાથેનો કોન્ટ્રાક્ટ તોડી નાખ્યો. કારણ કે તે ફિઝિકલી અને મેન્ટલી સારી સ્થિતિમાં નહોતા.

સુશાંતના ખાતામાં લગભગ 8 કરોડ રૂપિયા હતાઃ સરાવગીએ સુશાંતના ખાતામાં 15 કરોડ રૂપિયા હોવાની વાતથી પણ ઈન્કાર કરી દીધો. તેના પ્રમાણે, અભિનેતાને અલગ-અલગ બેંક ખાતા, ડિપોઝિટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ મળીને તેની પાસે લગભગ 8 કરોડ રૂપિયા હતા. જેમાંથી મોટાભાગના ખાતામાં નૉમિની તેમની બહેન પ્રિયંકા છે.

You cannot copy content of this page