Only Gujarat

National

નાચતા નાચતા ઘરેથી નીકળી હતી જાન, થોડી વારમાં દુલ્હા સહિત 9 લોકોના મૃતદેહો ઘરે આવ્યા

એક ખૂબ જ શોકિંગ અને આઘાતજનક બનાવ સામે આવ્યો છે. જે ઘરે લગ્ન ગીતો ગવાતા હતા ત્યા હવે મરસિયા ગવાઈ રહ્યા છે.  વરરાજા સહિત 9 જેટલા જાનૈયાઓને લઈને જઈ રહેલી કાર નદીમાં ખાબકી હતી. ઘટનામાં તમામના કારની અંદર દર્દનાક મોત થયા છે. નદીમાં વરરાજાનો સાફો તરી રહ્યાની એક હચમચાવતી તસવીર સામે આવી છે. મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, બહેન એક જ વાત બોલી રહી છે અરે મરે ભૈય્યા.

જે ઘરમાં શનિવાર રાત સુધી ખુશીનો માહોલ હતો એ જ ઘરમાં હવે માતમ છવાયેલો જોવા મળ્યો છે. જે ચહેરા પર ખુશી હતી તે ખુશી કરમાઈ ગઈ છે. બહેન એક જ વાત બોલી રહી છે અરે મરે ભૈય્યા, દુલ્હા તરીકે વિદાય લીધા બાદ કફનમાં લપેટીને અવિનાશ અને તેના ભાઈ કેશવ વાલ્મીકિ પહોંચ્યા જેના મૃતદેહને જોઈને ઘરના સભ્યોમાં હાહાકાર મચી ગયો હતો.

આ દુખદ બનાવ રાજસ્થાનમાં બન્યો હતો. કોટો જિલ્લાના નયાપુરની પાસેની છોટી પુલિયા પરથી કાર નદીમાં ખાબકી હતી. જાન ચૌથના બરવાડાથી ઉજ્જૈનના ભૈરુનાલા જઈ રહી હતી. તમામ 9 લોકો એક જ કારમાં સવાર હતા. વિષ્ણુ શ્રૃંગીએ જણાવ્યું કે દુર્ઘટના રવિવારે સવારે 5.30 વાગ્યે ઘટી હતી. કોઈ રસ્તે ચાલતા વ્યક્તિએ ચંબલ નદીમાં કારને પલટી ખાતા જોઈ હતી. તે પછી વહેલી સવારે રેસ્ક્યૂ ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું. ક્રેનની મદદથી કારને બહાર કાઢી લેવામાં આવી હતી. તમામ શબને એમબીએસની મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.

મૃતકોમાં વરરાજા અવિનાશ વાલ્મિકિ પણ સામેલ છે. પરિવારે જણાવ્યું કે કારમાં અવિનાશની સાથે દોસ્ત અને કેટલાક સંબંધીઓ હતા. તેની સાથે જાનૈયાઓની એક બસ પણ જઈ રહી હતી, જે આગળ નીકળી ગઈ હતી. આ બસમાં 70 લોકો સવાર હતા. આ લોકો બરવાડાથી 2 વાગ્યે રવાના થયા હતા.

તે પછી તમામ લોકો કેશોરાયપાટનમાં ચા પીવા માટે રોકાયા હતા. તે પછી બસ આગળ નીકળી ગઈ હતી. જ્યારે બસ કોટા પાર કરી ગઈ હતી, તો તેમાં બેઠેલા જાનૈયાઓને લાગ્યું કે કાર ઘણી દૂર રહી ગઈ છે. પછીથી સમાજના લોકોએ ફોન કરીને માહિતી આપી કે કાર ચંબલમાં પડી ગઈ છે.

આ અકસ્માતમાં વરરાજા અવિનાશ, વરરાજાના ભાઈ કેશવ, કાર ડ્રાઈવર ઈસ્લામનું મોત થયું હતું. બાકીના મૃતકો જયપુરના રહેવાસી હતા. જેમાં જયપુરના ટોંક ફાટકના રહેવાસી કુશલ અને શુભમ,ટ્રાન્સપોર્ટ નગરના રહેવાસી રાહુલ, ટોંક ફાટકના રહેવાસી રોહિત, ઘાટગેટના રહેવાસી વિકાસ, માલવિયા નગરના રહેવાસી મુકેશનું મૃત્યુ થયું હતું.

ચંબલ નદીમાં કાર ખાબકતાં દુલ્હા સહિત 9 જાનૈયાઓની મોત થઈ હતી. દુલ્હાના પરિવાર સવાઈ માધોપુરના ચોથના બરવાડા બસ સ્ટેન્ડની પાસે રહે છે. કિશન ગોપાલના પુત્રના લગ્ન માટે સંબંધી અને નજીકના લોકો આવ્યા હતાં. જાન ઉજ્જૈન જઈ રહી હતી. જો ઘટનાથી શરણાઈ, ઢોલ-નગારા અને શગુનના ગીતોની જગ્યાએ માતમ છવાઈ ગયો હતો. જાનની રાહ જોઈ રહેલા દુલ્હન અને તેના પરિવારને સમાચાર મળતાં જ હાહાકાર મચી ગયો હતો. બન્ને પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.

કિશન ગોપાલના પુત્ર અવિનાશના લગ્ન 20 ફબ્રુઆરી થવાના હતાં. 10 ફેબ્રુઆરીના રોજ વિનાયક સ્થાપના બાદ ઘરમાં માંગલિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. દુલ્હાને તેલ ચઢાવવામાં પણ આવ્યું હતું. 15 ફેબ્રુઆરીએ હલ્દીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અવિનાશને ઘરની મહિલાઓએ હલ્દી લગાવી હતી.

You cannot copy content of this page