Only Gujarat

International

ઓલિમ્પિકમાં આ મહિલા ખેલાડીએ કોન્ડોમની મદદથી ગોલ્ડ મેડલ જીત્યો

ટોક્યોઃ હાલમાં ટોક્યોમાં ઓલિમ્પિક ચાલી રહ્યું છે. તમામ દેશના ખેલાડીઓ મન લગાવીને પોતાની રમતમાં મેડલ જીતવાનો ભરપૂર પ્રયાસ કરે છે. સો.મીડિયામાં પણ ટોક્યો ઓલિમ્પિકના રસપ્રદ વીડિયો તથા તસવીરો છવાયેલી રહે છે. અત્યાર સુધીની રમતમાં ટેલેન્ટ, ઇમોશન તથા હાર-જીતની અનેક ક્ષણો આવે છે. જોકે, કેટલીક ક્ષણોએ સો.મીડિયામાં તોફાન લાવી દીધું હતું.

હાલમાં જ એક વીડિયો વાઇરલ થયોઃ ઓલિમ્પિકનો લેટેસ્ટ ઓસ્ટ્રેલિયન એથ્લિટ જેસિકા ફોક્સનો એક વીડિયો વાઇરલ થયો છે. તેણે ઓલિમ્પિકાં કેનોઇંગ (એક પ્રકારની બોટ)માં ભાગ લીધો હતો. 27 વર્ષીય જેસિકાએ આ પહેલાં મહિલા સી1 ઓલિમ્પિક ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે છ દિવસ પોતાના વિરોધીઓને હરાવીને મેડલ પોતાના નામે કર્યો છે. અચાનક એક એવી ક્ષણ આવે છે, જ્યાં ફોક્સ અને તેની ટીમે એક એવી વસ્તુની મદદ લેવી પડી, જેને કેનોઇઁગ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી.

કોન્ડોમથી બોટ રિપેર કરી:જેસિકા ફોક્સે કહ્યું હતું કે તેની બોટને રિપેર કરવા માટે કોન્ડોમનો ઉપયોગ કર્યો હતો. તેણે સો.મીડિયામાં આ વીડિયો પણ શૅર કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે રિપેરિંગમાં કેવી રીતે કોન્ડોમ કામ આવ્યું.

શું છે વીડિયોમાંઃ વીડિયોમાં એક વ્યક્તિ ડેમેજ બોટ પર એક કાળી પુટ્ટી બનાવીને લગાવે છે. પછી તે આના પર કોન્ડોમ પર ભરાવે છે. સો.મીડિયામાં આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. યુઝર્સ એકબીજાને આ વીડિયો શૅર કરે છે અને વિવિધ કમેન્ટ્સ કરે છે. યુઝર્સને ડેમેજ બોટને કોન્ડોમથી રિપેર કરવાનો આઇડિયા ઘણો જ પસંદ આવ્યો છે.

વીડિયો શૅર કરીને આ વાત કહીઃ ફોક્સે આ વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેને આશા છે કે તમને લોકોને કદાચ ખ્યાલ નહીં હોય કે એક કોન્ડોમનો બોટ રિપેર માટે પણ ઉપયોગ કરી શકાય છે. આ કાર્બનને સ્મૂથ ફિનિશિંગ આપે છે.

27 વર્ષીય ફોક્સ સિડીનીની છે. તે ટોક્યો ઓલિમ્પિકના કેનોઇંગ ઇવેન્ટમાં 106.73 ટાઇમ સાથે ત્રીજા નંબર પર રહી હતી. ફોક્સને આશા હતી કે તેને ગોલ્ડ મેડલ મળશે. જોકે, તે ઘણી જ નિરાશ થઈ ગઈ હતી. હજી એક ઇવેન્ટ બાકી છે. જોકે, તે આ રેસમાં સૌથી ફાસ્ટેસ્ટ હતી, પરંતુ ટાઇમ પેનલ્ટીને કારણે તે ત્રીજા સ્થાને રહી હતી. ઉલ્લેખનીય છે કે ફોક્સ ત્રણવાર સ્લેલમ કે1 વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. તેણે 2012માં લંડન ઓલિમ્પિકમાં સિલ્વર જીતી હતી. આ ઉપરાંત તે વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતી હતી.

પેરેન્ટ્સ પણ એથ્લિટઃ ફોક્સના પેરેન્ટ્સ પણ ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂક્યા છે. તેના પિતા રિચર્ડે ગ્રેટ બ્રિટન માટે 1992માં યોજાયેલા બાર્સિલોના ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હોતો. તેઓ પાંચવાર વર્લ્ડ ચેમ્પિયન રહ્યા હતા. 1992માં જેસિકાની માતા મરિયમે 1992માં બાર્સિલોના ઓલિમ્પિકમાં તથા 1996માં અટલાન્ટા ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેઓ અટલાન્ટા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યા હતા. તેઓ બેવાર વર્લ્ડ ચેમ્પિયન રહ્યા છે. ફોક્સના પેરેન્ટ્સ કેનોઇંગ સ્લેલમ એથલિટ હતા.

You cannot copy content of this page