દુબઈના રાજાની છઠ્ઠી પત્નીનું ચાલતું હતું બૉડીગાર્ડ સાથે ચક્કર, ચૂપ રહેવા માટે આપ્યા હતા કરોડો રૂપિયા

દુબઈ: દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની રાજકુમારી પત્ની હયા ફરી એકવાર ચર્ચામાં છે. થયું એવું કે, રાજકુમારી હયાના સંબંધો તેના બૉડીગાર્ડ સાથે હતા. એટલે તેમણે આ સંબંધોને છુપાવવા માટે બૉડીગાર્ડને લગભગ 12 કરોડ રૂપિયા આપ્યા હતા. આ મામલા સાથે જોડાયેલા એક કેસમાં થયેલી સુનાવણીના આધાર પર ડેઈલી મેઈલે આ દાવો કર્યો હતો. દુબઈના શાસકે 2019માં હયાને જણાવ્યા વિના જ શરિયા કાયદા પ્રમાણે છૂટાછેડા આપી દીધા હતા.

ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, રાજકુમાર હયાના બૉડીગાર્ડ પહેલેથી પરિણીત છે. પરંતુ અફેરના કારણે બૉડીગાર્ડના લગ્ન તૂટી ગયા. તો, રાજકુમારી હયા દુબઈ છોડીને બ્રિટેનમાં રહે છે.

રાજકુમારી હયાએ બ્રિટેનની કોર્ટમાં બાળકોની કસ્ટડી માટે કેસ કર્યો હતો. નિર્ણય હયાના પક્ષમાં આવ્યો હતો. રાજકુમારી હયા દુબઈના શાસક શેખ મોહમ્મબદ બિન રાશિદ અલ મકતૂમની છઠ્ઠી અને સૌથી નાની ઉંમરની પત્ની હતી.

હયાનું બૉડીગાર્ડ રસેલ ફ્લૉવરની સાથે અફેર 2016માં શરૂ થયું હતું. જે બાદ તે હયા માટે પૂરી રીતે કામ કરવા લાગ્યો. રાજકુમારી હયાએ પોતાના બૉડીગાર્ડને મોંઘી ભેટ આપ્યા કરતી હતી. તેણે રસેલને 12 લાખની ઘડિયાળ અને 50 લાખની ગન ભેટ આપી હતી.

46 વર્ષની રાજકુમારી હયાનું બ્રિટેનના 37 વર્ષના બૉડીગાર્ડ રસેલ ફ્લૉવર સાથે 2 વર્ષ સુધી અફેર ચાલ્યું. તો હયાએ ત્રણ અન્ય બૉડીગાર્ડને પણ રસેલની સાથે પોતાના સંબંધો પર ચુપ રહેવા માટે કરોડો રૂપિયા આપ્યા.

રાજકુમારી હયા 2018માં દુબઈથી ભાગીને લંડન પહોંચી હતી. તે બે બાળકોની માતા છે. જો કે, રાજકુમારી ગયા રસેલ સાથેના પોતાના અફેરના દાવાને ફગાવી રહી છે.