Only Gujarat

FEATURED National

ચીનને 3000 કરોડનો ઝટકો આપી ભારતના આ ઉદ્યોગપતિએ લીધો ગલવાનનો બદલો? કોણ છે આ વ્યક્તિ?

ગલવાન ખીણમાં ભારતીય સૈનિકોની શહાદત પછી, દેશભરનાં લોકોમાં ચીનની સામે કેટલો ગુસ્સો છે તે કહેવાની જરૂર નથી. સામાન્ય લોકો ઉપરાંત સેલિબ્રિટી અને મોટા ઉદ્યોગપતિઓ પણ ચીનથી ગલવાનનો બદલો પોતાની રીતે લઈ રહ્યા છે. લોકો ચીનના ઉત્પાદનોને બાયકોટ કરી રહ્યા છે. સરકાર ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવીને ચીનને કારોબરી પાઠ ભણાવવાના મૂડમાં છે.

દરમિયાન, ઘણા દિગ્ગજ કારોબારીઓ પણ ચીનને જવાબ આપવા તૈયારીઓ કરી રહ્યા છે. જુદા જુદા ક્ષેત્રમાં કારોબાર કરતાં JSW ગ્રૂપે ચીન પાસેથી 40 કરોડ ડોલર (લગભગ 3000 કરોડ)ની આયાત સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આગામી બે વર્ષમાં આયાત શૂન્ય પર લાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ગલવાનમાં ચીનનો બર્બર ચહેરો સામે આવ્યા બાદ લેવાંમાં આવ્યો છે.

ગ્રુપનાં સહયોગી એકમ JSW સિમેન્ટનાં મેનેજીંગ ડાયરેક્ટર પાર્થ જિંદાલે જેતા તેના વિશે ટ્વીટ કરીને જાણકારી આપી છે. ચીન સાથે કારોબાર શૂન્ય કરવાને લઈને પાર્થે ટ્વીટમાં જણાવ્યુકે, તેમનું ગ્રુપ દર વર્ષે ચીનમાંથી 40 કરોડ ડોલર આયાત કરાએ છીએ. ચીનનાં સૈનિકોનો આપણા જવાનો ઉપર અકારણ હુમલો (ગલવાનમાં) આંખો ખોલનારો છે. સ્પષ્ટ કાર્યવાહીની જરૂર જણાય છે. અમે 40 કરોડ ડોલરની શુદ્ધ આયાતને આગામી બે વર્ષમાં શૂન્ય ઉપર લાગવવાનો સંકલ્પ કર્યો છે.

જિંદાલની કંપની ચીન પાસેથી મશીનરી અને જાળવણીનાં સાધનો માંગે છે. 14 અબજ ડોલર વેલ્યૂની કંપની JSW ગ્રુપ પાર્થના પિતા સજ્જન જિંદાલની માલિકીની છે. આ ગ્રુપ વિશ્વના ઘણા દેશોમાં આયર્ન, ઉર્જા, સિમેન્ટ અને ઇન્ફ્રા ક્ષેત્રમાં વેપાર કરે છે.

થોડા દિવસો પહેલાં મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ પણ એક ચીની પત્રકારની ચેલેન્જ સ્વીકારી હતી. ચીની પત્રકારે ભારતની મજાક ઉડાવતા કહ્યું હતું કે જો ચીનીઓ કોઈપણ ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર કરવાનું વિચારે છે, તો તેમની પાસે કોઈ વિકલ્પ નથી.

આનંદ મહિન્દ્રાએ જવાબ આપ્યો કે તેમનો ટોન્ટ અમને ભવિષ્ય માટે પ્રેરિત કરશે. ચીન સાથેના તનાવને લઈને કેન્દ્ર સરકાર કડક છે. તનાવને પગલે, એવી જાહેરાત કરવામાં આવી છે કે ચીની કંપનીઓને દેશમાં હાઇવે પ્રોજેક્ટ્સમાંથી હટાવી દેવામાં આવશે.

તેના લાવા બીએસએનએલે પણ ચીની કંપનીઓના 4 જી અપગ્રેડેશન ટેન્ડરને રદ કર્યું છે. રેલવેએ ચીની કંપનીઓના ટેન્ડર પણ રદ કર્યા છે. ઘણા રાજ્યોની સરકારોએ સમાન પગલાં લીધાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page