Only Gujarat

National

પ્રેમી અને પ્રેમિકાનું કાર અકસ્માતમાં મોત, કારનો બોલી ગયો બુકડો

એક ચોંકાવનારો અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પ્રેમી-પ્રેમિકાનું દર્દનાક મોત થયું હતું. આ ઘટના એટલી ભયંકર હતી કે બન્નેના મૃતદેહ લાગીમાં ફસાઈ ગયા હતા જેને બહાર કાઢતાં-કાઢતાં બહુ સમય લાગ્યો હતો. પ્રેમી અને પ્રેમિકા બર્થ-ડે સેલિબ્રેટ કરવા રાજધાની જયપુરમાં આવ્યા હતાં. ઘરે પરત જતી વખતે આ ઘટના સર્જાઈ હતી જ્યાં તેમની કાર એક પિકઅપ સાથે ટકરાઈ હતી જેમાં બન્નેનું મોત નિપજ્યું હતું.

ઘટના અલવરના બડૌદામેવ ગામની પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટનામાં કપિલ અને તેની ગર્લફ્રેન્ડ સૃષ્ટિ બન્ને દિલ્હીના રહેવાસી હતાં. 10 માર્ચે સૃષ્ટિનો જન્મદિવસ હતો. આ માટે બન્ને રાજધાની જયપુર આવ્યા હતાં. બર્થ-ડે સેલિબ્રેટ કર્યા બાદ બન્ને પરત ઘરે જતાં હતાં તે સમય આ ઘટના સર્જાઈ હતી.

સુત્રો પ્રમાણે, કપલની સ્વિફ્ટ કાર બહુ ફાસ્ટ હતી જે સામેથી આવી રહેલ પિકઅપ ગાડી સાથે ટકરાઈ હતી. ઘટનામાં ગાડીની ઉપરની છતના ભુક્કા બોલી ગયા હતાં. જે જોયા પછી એવું લાગતું હતું કે આ કોઈ સ્વિફ્ટ કાર નહીં પરંતુ ઓપન જીપ હશે. પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરીને પોતાના પરિવારને સોંપી દીધા હતાં.

પોલીસને ગાડીની અંદરથી પ્રેમી અને પ્રેમિકાનો મૃતદેહ કાઢતાં-કાઢતાં લગભગ બે કલાક લાગ્યા હતાં. અકસ્માતમાં મોત નિપજેલ કપિલ એકનો એક પુત્ર હતો જેની બે બહેનોનો છે જેમના લગ્ન થઈ ચૂક્યા હતાં.

You cannot copy content of this page