Only Gujarat

FEATURED National

ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર અને હાર્ટની બીમારી હોવા છતાં 81 વર્ષની આ વિરાંગનાએ હરાવ્યો કોરોનાને

ચંદીગઢઃ બીમારી કોઇપણ હોય, જીવન જીવવાના જુસ્સા કરતાં વધારે શક્તિશાળી તો ન જ હોય. કોરોના સંક્રમણના કારણે ગભરાવાની જરૂર નથી, જરૂર છે સાવચેત રહેવાની. કોરોનાને હરાવી શકાય છે. 81 વર્ષનાં વૃદ્ધ મહિલાએ કોરોનાને હરાવ્યો છે. એ પણ ત્યારે, જ્યારે તેમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટની બીમારી છે.

જીવન જીવવાના તેમના જુસ્સાએ જ તેમને કોરોના સામે જીત અપાવી. આ વૄદ્ધ મહિલાએ એક વીડિયો શેર કરી લોકોને જુસ્સાને જાળવી રાખવાની સલાહ આપી છે. આ મહિલાનું નામ છે કુલવંત નિર્મલ. મૂળ જાલંધરનાં રહેવાસી કુલવંતનો મોહાલીની મેક્સ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. તો તેમનો દીકરો અને પરિવાર જાલંધરમાં ક્વૉરન્ટીન હતાં.

આ વૃદ્ધ મહિલાનો જુસ્સો જોઇ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ પણ ખુશ થઈ ગયા. તેમણે ટ્વિટ કરી કુલવંત કૌરના જુસ્સા અને સાહસને સલામ કરી. તેઓ પંજાબામાં કોરોનાને હરાવનાર પહેલાં વૄદ્ધ મહિલા છે.

કુલવંતને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તેઓ તેમની ભાડુઆત યુવતીના સંપર્કમાં આવવાથી સંક્રમિતા થયાં હતાં. તે ભાડુઆતની મિત્ર ઈંગ્લેન્ડથી આવી હતી. ભાડુઆત તે મિત્રના સંપર્કથી સંક્રમિત થઈ હતી. કુલવંતના દીકરા ગુરમિંદર સિંહે જણાવ્યુંકે, તેઓ જાલંધરમાં તેમના ઘરમાં જ ક્વૉરન્ટીન હતા, જ્યારે માં મોહાલીની મેક્સ હોસ્પિટલમાં. હોસ્પિટલના ડો દીપક ભસીન તેમની માના સમાચાર આપતા રહેતા હતા.

 

લગભગ 40 વર્ષ સુધી ચંદીગઢની એક સરકારી હોસ્પિટલમાં સ્ટાફ નર્સની નોકરી કરી ચૂક્યાં છે કુલવંત અને અત્યારે રિટાયર્ડ છે. તેમનો ઈલાજ કરી રહેલ ડો. દીપક ભસીને જણાવ્યું કે, કુલવંત પોતાના જીવનમાં ખૂબજ પોઝિટિવ છે. આ જ કારણે તેઓ કોરોના સામે પણ ના હાર્યાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page