Only Gujarat

National

CMનો કૂતરા પ્રત્યેનો પ્રેમ જોઈને તમારી આંખો પણ થઈ જશે ભીની

બેંગલુરુઃ કર્ણાટકમાં ભાજપના મુખ્યમંત્રી તરીકે 61 વર્ષીય બોમ્મઈ શપથ લેશે. બોમ્મઈએ ભાજપના કદાવર નેતા બીએસ યેદિયુરપ્પાનું સ્થાન લીધું છે. જોકે, તેઓ ઘણાં જ એનિમલ લવર છે. હાલમાં જ તેમની કેટલીક તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ હતી.

બોમ્મઈ અચાનક સીએમ બનાવવાની જાહેરાત કરતાં તેમની આખા દેશમાં ચર્ચા થવા લાગી છે. બોમ્મઈ ડોગ લવર છે. થોડાં સમય પહેલાં જ તેમના ઘરે તેમના પાલતું ડોગનું અવસાન થયું હતું. આનો વીડિયો ઘણો જ વાઇરલ થયો છે.

પૂરો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતોઃ વીડિયોમાં જોવા મળે છે કે એક મરેલા ડોગને ફૂલોની માળા પહેરાવવામાં આવી છે. બોમ્મઈ પોતાના પરિવાર સાથે ડોગીના પાર્થિવદેહ આગળ ઊભા છે. પૂરો પરિવાર ડોગને પ્રણામ કરે છે.

અંતિમ વિધિ પહેલાં ભેટીને રડ્યાઃ અંતિમ વિધિ પહેલાં બોમ્મઈ તથા તેમનો પૂરો પરિવાર રડી પડ્યો હતો. બોમ્મઈ, તેમના પત્ની, દીકરી તમામે ડોગને ગળે વળગીને રડ્યા હતા. તેમણે ભારે હૈયે કૂતરાને અંતિમ વિદાય આપી હતી.

સો.મીડિયામાં શ્રદ્ધાંજલિ આપી હતીઃ આ ઘટના અંગે બોમ્મઈએ કહ્યું હતું કે તેમના ઘરનો પાલતુ કૂતરા સનીનું અવસાન થયું હતું અને તેઓ ઘણાં જ દુઃખી થયા હતા.

એવું લાગ્યું કે તેમણે પરિવારનો એક સભ્ય ગુમાવી દીધો.

You cannot copy content of this page