Only Gujarat

National

હાઇ પ્રોફાઇલ યુવતીઓને જોતા જ લાળ ટપકાવવા લાગતો ને પછી આ રીતે ફસાવતો

ઉત્તર પ્રદેશની અયોધ્યા પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે એક નકલી લેફ્ટિનેન્ટની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસને સેનાના જુદા-જુદા યુનિફોર્મ, કેપ, બેલ્ટ, લેફ્ટિનેન્ટનું આઈડી કાર્ડ તથા જંગલમાં યુદ્ધ લડતા સમયે પહેરવામા આવતો ખાસ યુનિફોર્મ પણ મળી આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, આરોપી પોતાની તસવીરો એડિટ કરી જુદા-જુદા હથિયારો અને મોટા નેતાઓ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો હતો. સૌરભ સિંહ ઉર્ફ દીપૂ સિંહની ધરપકડ બાદ આ મામલે ગંભીરતાથી તપાસ કરવામા આવી રહી છે.

આરોપી સૌરભ સિંહ મધ્ય પ્રદેશના ભિંડનો રેહવાસી છે. તે જુદા-જુદા શહેરોમાં ફરી હાઈ પ્રોફાઈલ યુવતીઓને પ્રભાવિત કરી પોતાની જાળમાં ફસાવતો હતો. કૈંટ પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી સેનાના ઘણા યુનિફોર્મ મળ્યા હતા. મિલિટ્રી ઈન્ટેલિજન્સના ઈનપુટના આધારે કૈંટ પોલીસ સૌરભની ધરપકડ કરી હતી.

મિલિટ્રી ઈન્ટેલિજેન્સ દ્વારા પોલીસને જાણ કરવામા આવી હતી કે, એક વ્યક્તિ પોતાને લેફ્ટિનેન્ટ કહી લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યો છે. જે પછી કૈંટ પોલીસ અને એસઓજીની ટીમે આરોપી પર નજર રાખવાનું શરૂ કર્યું, તેને પકડવા ખાસ યોજના બનાવવામાં આવી અને પછી ધરપકડ કરી હતી.

આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, પોતાને ખાસ પદ પર રહેલ વ્યક્તિ બતાવી તે મહિલાઓને પોતાની જાળમાં ફસાવતો. તેણે ઘણી મહિલાઓને તેણે લેફ્ટિનેન્ટ તો ઘણી મહિલાઓને આર્મી કેપ્ટન તરીકે ઓળખ આપી પોતાની જાળમાં ફસાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ 419, 420, 467, 468ની ધારા હેઠળ ફરિયાદ નોંધી છે.

You cannot copy content of this page