Only Gujarat

Bollywood FEATURED

બાદશાહની થઈ એવી હાલત કે ચહેરો થઈ ગયો લાલ ને ઓળખવો પણ બન્યો મુશ્કેલ

મુંબઈઃ બોલિવૂડના ફૅમશ રેપર બાદશાહનો એક ફોટો સામે આવ્યો છે. આ ફોટો જોઈ તેમના દરેક ફેન્સ અને ફ્રેન્ડ ચિંતામાં છે. આ ફોટોમાં બાદશાહના ચહેરા પર સનબર્નની અસર જોવા મળી રહી છે. બાદશાહે આ ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

બાદશાહે ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, ‘સનબર્ન’. મહત્ત્વનું છે કે, બાદશાહની આ હાલત માલદીવમાં વેકેશન માણતી વખતે થઈ છે. તેમના ચહેરાની આવી હાલત જોઈને ફેન્સની સાથે ફ્રેન્ડ્સ પણ શૉક્ડ છે.

બાદશાહે ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, ‘સનબર્ન’. મહત્ત્વનું છે કે, બાદશાહની આ હાલત માલદીવમાં વેકેશન માણતી વખતે થઈ છે. તેમના ચહેરાની આવી હાલત જોઈને ફેન્સની સાથે ફ્રેન્ડ્સ પણ શૉક્ડ છે.

મનીષ પૉલે મજાકના અંદાજમાં બાદશાહના ફોટોમાં કોમેન્ટ કરી કે, ‘ભાઈ ટોસ્ટરમાં બ્રેડની જગ્યાએ ખુદ હતાં કે શું?’ તો સુનિલ ગ્રોવરે લખ્યું કે, ‘ઓય રબ્બા, આપકે પરતે હૈ.’ જેક્લીન ફર્નાડિસે લખ્યું કે, ‘કઠિન પરિશ્રમનું ફળ મળે છે.’ અને મૃણાલ ઠાકુરે લખ્યું કે, ‘ઓહ નો’ આ રીતે અન્ય લોકોએ પણ તેમની હાલત પર કોમેન્ટ કરી છે.

ઉલ્લેખનીય છે કે, બાદશાહનું ગીત ‘ટૉક્સિક’ અત્યારે ધૂમ મચાવી રહ્યું છે. આ ગીત મે મહિનામાં રિલીઝ થયું હતું. ગીતના વીડિયોમાં રવિ દુબે અને સરગુન મહેતાની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. બાદશાહે હાલમાં જ શાહરૂખ ખાનની આઇપીએલ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે એક નવું ગીત બનાવ્યું છે.

You cannot copy content of this page