Only Gujarat

Religion

નવરાત્રીના છેલ્લા દિવસે ‘માં સિદ્ધિદાત્રી‘ કયા રાશિના જાતકની મનોકામના કરશે સિદ્ધ? વાંચો રાશિફળ

રાશિફળ: 25-10-2020: નવરાત્રીના છેલ્લા દિવસે “માં સિદ્ધિદાત્રી” કયા રાશિના જાતકની  મનોકામના સિદ્ધ! જુઓ તમારું રાશિફળ..

નવરાત્રિના નવમા  દિવસેમાં નવદુર્ગાના નવમા સ્વરૂપ “માં સિદ્ધિદાત્રી” ની પૂજા અર્ચના થાય છે. જેઓ કમળ ઉપર બિરાજમાન થયેલા છે અને જેઓ એ ચાર હાથમાં શંખ, ચક્ર, ગાળા અને કમળ રાખ્યા છે. તેઓ સર્વ સિદ્ધિઓને આપનારાં છે માટે જ તેમને સિદ્ધિદાત્રી કહેવામાંઆવ્યા છે. આજે નીચે આપેલા “માં સિદ્ધિદાત્રી” ના મંત્ર જાપ અને તેમની પૂજા કરવાથી મનુષ્ય ના દુઃખ દારિદ્ર યોગ દૂર થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

મેષઃ આજે આર્થિક માર્ગો ખુલતા જણાય તેમજ નવી યોજનાનું આયોજન સંભવ સાથે જ સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ પુનઃ માથું ઉચકાતી જણાય, તમારી વાક્પટુતાથી ધાર્યું કાર્ય પાર પડી શકશો, દિવસ ધીરજાતાથી પસાર કરવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: ધંધાકીય પ્રવૃત્તિઓ સામાન્ય જણાય અને નવા કરાર થવાની સંભાવના છે.
  • પરિવાર: પોતાના વિચારોથી સામાજિક પરિવર્તન કરવાનું ઇચ્છે, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.
  • નાણાકીય: નાણાકીય રોકાણ સાચવીને કરવુ, આર્થિક મોકળાસ દુર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: મૌલિક વિચારોથી નવું સંશોધન કરે.
  • સ્વાસ્થ્ય: સામાન્ય શારીરિક થાક અનુભવાય.
  • આજનો મંત્ર: ॐ सिद्धिदात्र्यै नमः

વૃષભઃ આજે સ્નેહીજનોના મદદથી આપની નાવ કિનારે લાગશે સાથે જ ધારેલા પરિણામ મેળવવા વધુ રાહ જોવી પડે, આર્થિક ક્ષેત્રે વિચારીને પગલું ભરવું હિતાવહ, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય, કાર્યક્ષેત્રમાં સામાન્ય બોજ જણાય.

  • કાર્યક્ષેત્ર: ધ્યેય પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂર જણાય અને કાર્યક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ મળી શકે છે.
  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે, દાંપત્યજીવન વધુ મધુર બની રહેશે.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: નિર્ણાયકશક્તિ માં વધારો જણાય.
  • સ્વાસ્થ્ય: સામાન્ય શારીરિક થાક અનુભવાય.
  • આજનો મંત્ર: ॐ सिद्धिदात्र्यै नमः

મિથુનઃ આજે મનની મુંજવણો દુર થતી જણાય સાથે જ નાણાકીય નવી તકનું નિર્માણ સંભવ, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે, કાર્ય માટે એકાએક કરેલો પ્રયાસ હકારાત્મક પરિણામ લાવશે, સામાજિક-વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહત્વના કાર્ય પાર પડતા જણાય સાથે જ આજે ભાગ્ય નો સાથ મળી રહે.
  • પરિવાર:  દાંપત્યજીવન વધુ મધુર બની રહેશે, સામાજિક-વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ માં સાચવવું.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર થતા જણાય.
  • આજનો મંત્ર: ॐ सिद्धिदात्र्यै नमः

કર્કઃ આજે આપને ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, પડતર કાર્ય આગળ વધે, આપની નાની ભૂલ તમને નુકસાન કરાવી શકે છે, આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, પારિવારિક આનંદ જળવાઈ રહેશે.

  • કાર્યક્ષેત્ર: ભાગ્યને દોષ ન આપીને આપની કામગીરીમાં પરિવર્તન લાવવાની જરૂર જણાય.
  • પરિવાર: હાર્ડવર્કથી સફળતાનો સ્વાદ ચાખવા મળે અને જોખમ લેવામાં સંકોચ ના કરવો.
  • નાણાકીય: નવી યોજના પર કાર્ય આગળ વધે, મૂડી રોકાણ સાવધાનીથી કરવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યના બદલાવની અવગણના ન કરવી.
  • આજનો મંત્ર: ॐ सिद्धिदात्र्यै नमः

સિંહઃ આજે વાદ વિવાદથી દૂર રહેવુ, બિનજરૂરી ખર્ચ ટાળવો, નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવું, પારિવારિક નિર્ણય વિચારી ને કરવો તેમજ પારિવારિક મતભેદ ટાળવા.

  • કાર્યક્ષેત્ર: આજે આપના લક્ષ્યને પૂર્ણ કરવા જરૂરથી વધારે મહેનત કરવી પડે, નવી તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: મહત્વના કામમાં સ્વજનનો સહકાર જણાય તથા જૂના સંબંધો ફરીથી તાજા થાય.
  • નાણાકીય: શુભ કાર્યમાં ધન ખર્ચ જણાય, આર્થિક બાબતોમાં સાનુકૂળતા જળવાઈ રહે.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સાચવવા યોગ્ય પ્રયાસ જરૂરી.
  • આજનો મંત્ર: ॐ सिद्धिदात्र्यै नमः

કન્યાઃ આજે રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, મનોરંજન-આનંદ-પ્રમોદમાં દિવસ પસાર થાય, અગત્યની બાબતમાં ઉતાવળીયું પગલું ભરવુ નહીં, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, વિલંબ બાદ ધાર્યુ કામ પાર પડતું જણાય.

  • કાર્યક્ષેત્ર: આજે કાર્યસ્થળમાં કોઈ મહત્વપૂર્ણ સત્તા મળતી જણાય, માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.
  • પરિવાર: અંગત સમસ્યા ઘેરાતી જણાય, પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં.
  • નાણાકીય: વડીલોથી આર્થિક મદદ મળી રહે, વડીલોથી આર્થિક મદદ મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ सिद्धिदात्र्यै नमः

તુલાઃ આજે આપનું મૌન આપની અડચણો ની દવા બની રહે તેમજ કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું, પ્રયત્નોનું મધુર પરિણામ જણાય, મનમાં ધારેલું કાર્ય આગળ વધતું જણાય, સમય નો સદ્ ઉપયોગ કરવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાવચેત રહેવું  કારણ કે કેટલાક અવરોધ આવતા જણાય.
  • પરિવાર: ગૃહજીવન ની પરિસ્થિતિ મધુર જણાય, મિત્ર તરફથી આર્થિક મદદ પ્રાપ્ત થાય.
  • નાણાકીય: નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી, જૂના રોકાણથી ફાયદો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિણામ માં થોડી ખટાસ ચાખવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ सिद्धिदात्र्यै नमः

વૃશ્રિકઃ આજે વિચારેલી યોજનાઓને અમલ માં મૂકી શકાશે સાથે જ જૂના રોકાણથી ફાયદો જણાય, આવકના સ્ત્રોત્ર વધતા જણાય, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સંયમ જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • પરિવાર: પારિવારિક આનંદ જળવાઈ રહેશે, સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ.
  • નાણાકીય: આજે મળેલી તક હાથતાળી આપતી જણાય, આર્થિક પ્રશ્નો ઉદ્ભવે.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: બીમારીનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ सिद्धिदात्र्यै नमः

ધનઃ આજે ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું હિતાવહ, અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય, આર્થિક માર્ગો માં કઠિન સમય હળવો બનતો જણાય, સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે.

  • કાર્યક્ષેત્ર: નોકરીમાં અધિકારીઓ અને સહકાર્યકરોનું પૂર્ણ સહયોગ રહેશે.
  • પરિવાર: પારિવારિક પ્રશ્નો નો નિકાલ જણાય અને મનમાં આનંદ અને ઉલ્લાસ રહેશે.
  • નાણાકીય: આર્થિક આયોજનનો પાર પડતા જણાય તથા આર્થિક ક્ષેત્રમાં લાભ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર:  ॐ सिद्धिदात्र्यै नमः

મકરઃ આજે મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ તથા વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો, કાયદાકીય બાબતોનો ઉકેલ આવતો જણાય, કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય, વાણી વર્તન માં મર્યાદા જાળવવી હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: વ્યવસાયમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ ફક્ત તમારું કાર્ય આયોજિત રીતે કરવું.
  • પરિવાર: દામ્પત્ય જીવનમાં અહંકારને દૂર રાખવો, પારિવારિક શાંતિ જણાય.
  • નાણાકીય: આર્થિક આયોજનનો પાર પડતા જણાય તથા આર્થિક ક્ષેત્રમાં લાભ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ सिद्धिदात्र्यै नमः

કુંભઃ આજે દિનચર્યામાં બદલાવ જરૂરી જણાય તથા યાત્રા-પ્રવાસ માં સાનુકુળતા જણાય, નવી તકનું નિર્માણ સંભવ, પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય બની રહેશે, આર્થિક મોકળાસ દુર થતી જણાય, આપના કાર્યોની પ્રસંશા થતી જણાય.

  • કાર્યક્ષેત્ર: આજે નોકરી અને વ્યવસાયિકો માટે કેટલીક વિશેષ સિદ્ધિઓ મળતી જણાય.
  • પરિવાર: આજે પ્રેમ સંબંધ રોમેન્ટિક જણાય અને નજીકના લોકો સાથે સમાધાન સંભવ બને.
  • નાણાકીય: આવકનું પ્રમાણ જોવા મળે તથા જમીન-મકાન અંગેના કાર્યો માં પ્રગતિ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાવધ રહેવું હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ सिद्धिदात्र्यै नमः

મીનઃ આજે આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, નવી યોજનાઓ સંભવ બને, નાણાકીય મૂંઝવણો નો માર્ગ જણાય, દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: ભાગ્યોદય તક મળતી જણાય તથા સુસ્ત હોવા છતાં ધંધામાં નફાકારક સ્થિતિ જણાય.
  • પરિવાર: ઘરના બધા સભ્યોથી પરસ્પર સંવાદિતા મધુર રહેશે પરંતુ પ્રેમ સંબંધોમાં તાણની પરિસ્થિતિ આવી શકે છે.
  • નાણાકીય: જુના આર્થિક પ્રશ્નોનુ સકારાત્મક પરિણામ જણાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર:   ॐ सिद्धिदात्र्यै नमः
You cannot copy content of this page