Only Gujarat

Religion

નવરાત્રિના ચોથા દિવસે ‘માં કુષ્માંડા’કોની ઈચ્છાઓ પૂર્ણ કરશે તો કોને રીઝવવા પડશે? વાંચો રાશિફળ

રાશિફળ: 20-10-2020: નવરાત્રિના ચોથા દિવસે “માં કુષ્માંડા” કોની ઈચ્છાઓ પૂર્ણ કરશે તો કોને રીઝવવા પડશે? જુઓ આપનું રાશિફળ..

નવરાત્રિના ચોથા દિવસેમાં નવદુર્ગાના ચોથા સ્વરૂપ “માં કુષ્માંડા” નું પુજન અર્ચન થાય છે. જે દેવી પોતાના હળવા હાસ્ય દ્વારા અને બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે માત્ર અંધકાર જ અંધકાર હતો ત્યારે દેવી એ પોતાના હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી માટે જ તે સૃષ્ટિના આદિ રૂપા અને આદિ શક્તિ તરીકે પણ ઓળખાય છે. તેમને આઠ ભુજાઓ છે માટે તેઓ અષ્ટભુજા દેવી નામે પણ પ્રખ્યાત છે. આજે નીચે આપેલા “માં કુષ્માંડા” ના મંત્ર જાપ અને તેમની પૂજા કરવાથી મનુષ્ય ને રોગનો નાશ અને યશ તથા બલની પ્રાપ્તિ થાય છે. 

મેષઃ આજે જમીન સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ થાય સાથે જ ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય, કાર્યસ્થળમાં સહ કર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે, કળથી કામ લેવુ, કોઈ સામાજિક સમસ્યા દૂર થતી જણાય.

  • પરિવાર: પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા તથા અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ જણાય, આર્થિકક્ષેત્રની મોકળાસમાંથી બહાર આવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ધાર્યું કાર્ય આગળ વધે.   
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત મળતી જણાય.
  • આજનો મંત્ર: ॐ कूष्माण्डायै नमः

 વૃષભઃ આજે નવા સંબંધની શરૂઆત સંભવ તથા યોગ્ય આયોજન અને સાહસથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો,વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી સાથે જ આર્થિક વ્યય વધારે થતો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે, અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે.
  • પરિવાર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, જીવનસાથી સાથે આનંદ પૂર્વક સમય પસાર થાય.
  • નાણાકીય: આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય તેમજ નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર: ॐ कूष्माण्डायै नमः

  મિથુનઃ આજે આપના કાર્યક્ષેત્રમાં સકારાત્મક દ્રષ્ટિકોણ સફળતા આપાવે તેમજ મનોવાંછિત પરિણામ જણાય, નવા કર્યોનો શુભારંભ સંભવ, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો.
  • પરિવાર:  પારિવારિક શાંતિ જળવાઈ રહેશે તેમજ કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: ખર્ચ ઓછા થાય તેવા પ્રયત્નો કરવા, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી ને સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય:
  • આજનો મંત્ર: ॐ कूष्माण्डायै नमः

 કર્કઃ આજે પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ સાથે જ આપના કાર્યક્ષેત્રમાં આપના નિર્ણયનું મધુર પરિણામ જોવા મળે, મહત્વના કાર્યમાં ખાતર ઉપર દીવેલ જેવી સ્થિતિ સર્જાતી જણાય, જૂના રોકાણથી લાભ થતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન કે ઉતાર-ચઢાવ સંભવ, ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું.
  • પરિવાર: પારિવારિક અવરોધો દુર થતા જણાય, દાંપત્યજીવનમાં મધુરતા જણાય.
  • નાણાકીય: અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: ખાન-પાનમાં સાચવવું હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ कूष्माण्डायै नमः 

સિંહઃ આજે પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, કળ થી કામ લેવું સાથે જ આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ના કરવો, આપના નવા કાર્યોનો શુભારંભ સંભવ બને. 

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે સાથે નવી તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ, જૂના સંબંધો ફરીથી તાજા થાય.
  • નાણાકીય: જોખમ લેવામાં સંકોચ કરવો નહીં, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ અંગેના પ્રશ્નો થી વધારે ચિંતિત રહો.
  • આજનો મંત્ર: ॐ कूष्माण्डायै नमः

કન્યાઃ આજે નાણાકીય વ્યવહાર સાચવીને કરવો સાથે જ પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા, વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી, કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ના કરવો, આપના નવા કર્યોનો શુભારંભ સંભવ.

  • કાર્યક્ષેત્ર: આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય.
  • પરિવાર: દાંપત્યજીવનમાં મધુરતા જણાય, અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: નાણાકીય મોકળાસ દુર થતી જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: બીમારીનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ कूष्माण्डायै नमः

તુલાઃ આજે નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા તથા ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ, કાર્યક્ષેત્રમાં આપના નિર્ણયનું મધુર પરિણામ જોવા મળે, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં આપની ચતુરાઈથી કામ લેવું.
  • પરિવાર: સામાજિક જવાબદારીમાં વધારો જણાય, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય.
  • નાણાકીય: આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય તેમજ નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય પાછળ ખર્ચ ન વધે તે ધ્યાન રાખવું.
  • આજનો મંત્ર: ॐ कूष्माण्डायै नमः

વૃશ્રિકઃ આજે ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું,કારકિર્દીમાં પરિવર્તન લાવવાનું મન થાય, સામાજિક કાર્યથી બહાર જવાનું સંભવ બને, રોકાણ કરતા પહેલાં અનુભવીની સલાહ અવશ્ય લેવી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો તેમજ નવી તકનું સર્જન સંભવ, નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય આંગળ વધે.
  • પરિવાર: કૌટુંબિક મતભેદનો અંત જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ જણાય, આર્થિક સમસ્યા વધુ ધેરાતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય પાછળ ખર્ચ ન વધે તે ધ્યાન રાખવું.
  • આજનો મંત્ર: ॐ कूष्माण्डायै नमः

ધનઃ આજે કાર્ય માટે એકાએક કરેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે, વિચાર્યા વગર નિર્ણય લેવો નહીં તેમજ વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ.

  • કાર્યક્ષેત્ર: સંવેદનશીલ નિર્ણયો વિચારીને લેવા હિતાવહ, પોતાની ક્ષમતા પર શંકા ના કરવી.
  • પરિવાર: આજે મન પ્રફુલ્લિત જણાય જેનાથી કૌટુંબિક આનંદમાં વધારો જણાય, માંગલિક પ્રસંગો આગળ વધે.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નવીન તક જણાય, આર્થિક પ્રશ્નો નું મધુર પરિણામ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર:  ॐ कूष्माण्डायै नमः

મકરઃ આજે આકસ્મિક ધન-લાભ સંભવ, ધારેલી સફળતા મળતી જણાય, પારિવારિક ખર્ચનું પ્રમાણ વિશેષ જોવા મળે, નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ બને, ખોટા વાદ-વિવાદમાં ના ઉતરવુ હિતાવહ.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધાથી દૂર રહેવું હિતાવહ, ધંધાકીય પ્રવાસો મિશ્રફળદાયી રહે.

  • પરિવાર: પરિવારમાં આર્થિક પ્રશ્નોના કારણે મનભેદ-મતભેદ જણાય, અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે.
  • નાણાકીય: સંપત્તિના પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે,  નવા આવકના સ્ત્રોતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ कूष्माण्डायै नमः

કુંભઃ આજે મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે સાથે જ આપના ધરેલા અધૂરા કર્યો પુરા થતા જણાય, ભૌતિક વસ્તુઓ પાછળ ખર્ચ વધારે જણાય,  ઇષ્ટદેવની ઉપાસના વિશેષ ફળદાયી રહે, ગુસ્સા-આવેશ પર કાબુ રાખવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં કોઈ નવી તકનું નિર્માણ સંભવ, યોગ્ય આયોજન અને વ્યવસ્થાથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો.
  • પરિવાર: સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની વધારે જણાય, પારિવારિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: આર્થિક બાબતોમાં નવીન તક જણાય, સંપત્તિનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય ની પાછળ ખર્ચ નું પ્રમાણ વધારે જણાય.
  • આજનો મંત્ર: ॐ कूष्माण्डायै नमः

મીનઃ આજે વિલંબમાં પડેલા કાર્ય આગળ વધતા જણાય અને મુસાફરી ટાળવી, અણધારી સહાય આપની નાવને કિનારે પહોંચાડવામાં મદદરૂપ થશે, ઉતાવળિયો નિર્ણય લેવો હિતાવહ નથી, જમીન મકાનનાં પ્રશ્નોનો નિરાકરણ સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા પડાવ સર કરવા પડે તેમજ કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા જળવાઈ રહેશે.
  • પરિવાર: અંગત પ્રશ્નોને કારણે મુંઝવણોમાં વધારો જણાય, દાંપત્યજીવનનો આનંદ જળવાઈ રહેશે.
  • નાણાકીય: રોકાયેલા પૈસા પાછા મળી શકે છે, વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ચિંતાહળવી થતી જણાય.
  • આજનો મંત્ર:   ॐ कूष्माण्डायै नमः
You cannot copy content of this page