Only Gujarat

FEATURED National

પોલીસે નકલી ગ્રાહક મોકલ્યા હોટેલમાં ને રૂમમાં હતી જાણીતી અભિનેત્રી, આ રીતે ફૂટ્યો સેક્સ રેકેટનો ભાંડો

મુંબઈ: મુંબઈની એક ફાઈવસ્ટાર હોટેલમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો ભાંડાફોડ થયો છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો મુંબઈ પોલીસને દરોડાની કાર્રવાઈ કરીને ત્રણ મહિલાઓની અટકાયત કરી છે. એમાંથી એક તો બોલીવુડની ઈન્ટરનેશનલ બેલી ડાન્સર ગણાવવામાં આવી રહી છે, જ્યારે બાકીની બે ટીવી એક્ટ્રેસ હોવાનો દાવો કરી રહી છે. એ સાથે જ ખબરોનું માનીએ તો ડાન્સર પર દેહ વેપાર કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

એક મીડિયા રિપોર્ટનું માનીએ તો બેલી ડાન્સર પર બોલીવુડ અને ટીવી જગતની એક્ટ્રેસને દેહ વેપારમાં લાવવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એક્ટ્રેસ સાથે મોટી-મોટી હોટલ્સમાં ધંધો કરે છે.

પોલીસે આરોપીઓની સામે દેહ વેપારની કલમ લગાવીને મામલો દાખલ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બેલી ડાન્સર અને ટીવી સીરિયલની બે એક્ટ્રેસિસને હોટેલમાં દેહ વેપાર કરાવવાનો સોદો 10 લાખ રૂપિયામાં થયો હતો.

એક ખાનગી વેબસાઈટ દ્વારા મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે મોડી સાંજે ક્રાઈમ બ્રાંચની ટીમે ફાઇવ સ્ટાર હોટલમાં રેડ કરી હતી. પોલીસ ટીમના સભ્યોને ગ્રાહકો તરીકે હોટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં તેઓ સેક્સ રેક્ટના ડીલરોને મળ્યાં હતા. ત્યાર બાદ પોલીસે રેડ કરી હતી અને 3 મહિલાઓને સ્થળ પરથી બચાવી લેવામાં આવી હતી.

કથિત રીતે શુક્રવાર સાંજે ક્રાઈમ બ્રાંચે પોતાની ટીમના કેટલાક સભ્યોને નકલી ગ્રાહક બનીને ગોરેગાંવ સ્થિત પાંચ સિતારા હોટેલમાં મોકલ્યો હતા. આ સભ્ય ત્યાં સેક્સ રેકેટના ડીલર્સ સાથે મળ્યા. જ્યારે ત્યાં દેહ વેપારની વાત એકદમ પાકી થઈ ગઈ તો પોલીસે દરોડા પાડ્યા અને મોકા પરથી ત્રણ મહિલાઓની અટકાયત કરી.

પોલીસે ધરપકડ કરેલી ત્રણ મહિલાઓમાંની એક બોલિવૂડ સાથે જોડાયેલી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની ઉપર મોટી હોટલોમાં દેહવ્યાપાર માટે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી સંબંધિત અભિનેત્રીઓને લાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

You cannot copy content of this page