Only Gujarat

Bollywood

એક સમયે અક્ષય કુમારે કરન જોહરને તેના જ શોમાં આપ્યો હતો જડબાતોડ જવાબ

મુંબઈઃ બોલિવૂડમાં અક્ષય કુમારે પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. જેને લીધે તેઓ પોતાના દમ પર સૌથી વધુ રૂપિયા કમાઈ રહ્યા છે. જેને લીધે અક્ષય કુમાર ફોર્બ્સના વર્લ્ડ હાઇએસ્ટ પેડ 100 સેલેબ્રિટીના લિસ્ટમાંથી સામેલ માત્ર એક ભારતીય બન્યા છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય આ લિસ્ટમાં 32માં નંબરેથી 52માં નંબર પર આવી ગયા હતા અને ગયા વર્ષની આવક 466 કરોડ રૂપિયા હતી. એવામાં સોશિયલ મીડિયા પર અક્ષય કુમારનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં અક્ષય કુમાર, કરન જોહરને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

કેમ લોકોને ઝઘડાવી રહ્યા છો તમે?
સુશાંત સિંહ રાજપુતના નિધન પછી બોલિવૂડમાં નેપોટિઝ્મ અંગે ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. આ દરમિયાન કરન જોહરના શૉ ‘કોફિ વિથ કરન’નો એક જૂનો વીડિયો ‘સ્ટોપ નેપોટિઝ્મ ઇન બોલિવૂડ’ અને ‘બુઇલિંગ ટેલેન્ટેડ એક્ટર્સ’ના ટેગ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. કરન જોહરના શો ‘કોફિ વિથ કરન’માં અક્ષય કુમાર ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આ શૉમાં અક્ષયે કરનને પૂછ્યું હતું કે, ‘તમે કેમ એકબીજાને ઝઘડાવવાનું કામ કરો છો?’

અક્ષયે કહ્યું, ‘આ ખૂબ જ ખતરનાક છે’
અક્ષય કુમારે શૉમાં કરન જોહરને કહ્યું કે, ‘એવો કોઈ છે કે આવશે જેમાં એક-બીજાની કમિ વિશે સવાલ કરવામાં આવે? કેટલાક પેપરમાં એવું પબ્લિશ કરવામાં આવે છે કે, આપવો ન જોઈએ. આગલા દિવસે સામેવાળાને ફઓન કરી કહેવું પડે છે, જે લખ્યું અથવા બતાવ્યું તેવું તેમનો કહેવાનો અર્થ નહોતો.’ અક્ષયે કરનને પૂછ્યું કે, ‘ કેમ તમે આવું કરો છો? કેમ કોઈની કમિ શોધી રહ્યા છો? આ ખૂબ જ ભયાનક છે.

કરને આવી રીતે આપી સફાઈ
અક્ષય કુમારના સવાલો પર કરને સફાઈ આપતા કહ્યું કે, ‘ઇન્ડસ્ટ્રીમાં કોઈ પાસે સેન્સઓફ હ્યૂમર નથી. તે ખુદ પણ પોતાનો મજાક બનાવે છે. ત્યારે અક્ષય તેમને પૂછે છે કે, ‘કોઈ પાસે સેન્સ ઓફ હ્યુમર નથી? તો મારી પાસે કેવી રીતે હશે?’ આ વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે અને અક્ષયના ફેન્સ આ સવાલ અને જવાબની પ્રસંશા કરી રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page