Only Gujarat

FEATURED National

લોકડાઉનમાં નોકરી ગુમાવતાં પતિ-પત્ની આ રીતે બન્યા ‘આત્મનિર્ભર’, બહાના કાઢતાં લોકો ખાસ વાંચે

શિમલા: હિમાચલ પ્રદેશના ઉના જીલ્લાના ગામ જલગ્રાંની સુનીતા લૉકડાઉન વચ્ચે નોકરી ગુમાવનારી મહિલાઓ માટે ઉદાહરણ બની છે. ઈન્ડસ્ટ્રિયલ એરિયા મેહતપુરમાં કામ કરતી સુનીતા અને ખાનગી બસના ડ્રાઈવર તરીકે કામ કરતા તેના પતિએ લૉકડાઉન હોવાના કારણે ઘરે બેસવાનો વારો આવ્યો. પરંતુ સુનીતાએ મહેનત કરવાનો નિર્ણય કર્યો અને લૉકડાઉન વચ્ચે લોકોના ઘરે-ધરે શાકભાજી, ફળ અને અથાણું વેચવા જવાનો નિર્ણય કર્યો. આજે સુનીતા પોતાની મહેનતના આધારે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.

ઉના: હિમાચલ પ્રદેશના ઉના જીલ્લાના ગામ જલગ્રાંની સુનીતા લૉકડાઉન વચ્ચે નોકરી ગુમાવનારી મહિલાઓ માટે ઉદાહરણ બની છે. ઈન્ડસ્ટ્રિયલ એરિયા મેહતપુરમાં કામ કરતી સુનીતા અને ખાનગી બસના ડ્રાઈવર તરીકે કામ કરતા તેના પતિએ લૉકડાઉન હોવાના કારણે ઘરે બેસવાનો વારો આવ્યો. પરંતુ સુનીતાએ મહેનત કરવાનો નિર્ણય કર્યો અને લૉકડાઉન વચ્ચે લોકોના ઘરે-ધરે શાકભાજી, ફળ અને અથાણું વેચવા જવાનો નિર્ણય કર્યો. આજે સુનીતા પોતાની મહેનતના આધારે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.

અનાજ તો મળ્યું પરંતુ અન્ય વસ્તુઓ માટે પૈસાની જરૂર
સુનીતા પોતાની મહેનત અને હિંમતના આધારે જ 3 બાળકો સહિતના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. સવાર થતા જ સુનીતા ઘરનું કામ પૂર્ણ કરી માર્કેટ પહોંચી જતી. જે પછી ગામે ગામ ફરી શાકભાજી અને ફળો વેચતી. થોડા પૈસા વધુ મળે તેથી સુનીતા ઘરે બનાવેલું અચાર પણ ડબ્બામાં લઈને નીકળે છે, જેથી કોઈ ખરીદે તો તેને ફાયદો થાય. સુનીતાએ જણાવ્યું કે- લૉકડાઉનમાં સરકાર તરફથી અનાજ તો મળે છે પરંતુ પરિવારની અન્ય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેણે આ કામ શરૂ કર્યું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page