Only Gujarat

FEATURED National

લોકોએ બૂમો પાડીને યુવકને કાર આગળ લઈ જવાની પાડી ના પરંતુ માન્યો નહીં ને અંતે..!

ઈન્દોરઃ વૉટરફોલ ફરવા ગયેલાં બે કપલ ભારે વરસાદમાં કારની સાથે તણાતાં રહી ગયાં. લોકો તેમને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ તેઓ કાચ બંધ કરી ગાડી કાઢવાનો પ્રયાસ કરતા હતા. જોકે, આગળ જતાં જ એક મોટું નાળું હતું અને તેમાં કાર તણાઈ જ જવાની હતી પરંતુ તેમને બચાવી લેવાયા હતા.


ઇંદોર પાસે આવેલા તિલ્લોરમાં તિંછા ફોલ પાસે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. વાસ્તવમાં તિંછા ફોલ તરફથી આવી રહેલા અને કારમાં બેઠેલા લોકોના જીવ પર આફત આવી ગઈ હતી. જાણકારી પ્રમાણે ભારે વરસાદને કારણે કાર નાળામાં તણાઈ તો કારમાં સવાર લોકોને ગામલોકોએ ભારે મહેનત બાદ બચાવ્યા. દુર્ઘટના બાદ હવે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.


ઇંદોર પાસે આવેલા તિલ્લોરમાં તિંછા ફોલ પાસે ગામલોકોની સૂઝબૂઝને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. તિંછા ફોલ તરફ આવી રહેલી એક કાર ભારે વરસાદને કારણે પાણીના વહેણમાં આવી ગઈ હતી. વહેણ એટલું તેજ હતું કે કાર વહીને ખૂબ આગળ નીકળી ગઈ હતી.


એ સમયે ગામવાસીઓએ હિંમત બતાવી અને પાણીમાં ફસાયેલી કાર પાસે પહોંચી ગયા અને તેમાં સવાર બે યુવક અને યુવતીઓને બચાવી લેવાઈ. તિલ્લોર ગામનાં લોકોએ આ મામલે ના માત્ર હિંમત બતાવી પરંતુ કારમાં સવાર યુવક-યુવતી પાણીમાં ફસાયા બાદ પણ દરવાજો ખોલી રહ્યા નહોતા. કારમાં સવાર લોકોને ખબર ન હતી કે આગળ નાળું છે. તેથી તેઓ ઘણીવાર સુધી કોશિશ કરતા રહ્યા કે તેઓ બહાર નીકળી આવે.

ગામ લોકો ઘણા સમય સુધી કારના ડ્રાઇવરને બૂમો પાડીને કહેતા રહ્યા કે આગળ નાળું છે. ગાડીના કાચ બંધ હોવાને કારણે ડ્રાઇવરને કંઈ સમજાતું નહોતું. જે બાદ સ્થાનિકો વહેતા પાણીમાં કારની પાસે પહોંચી ગયા અને બધા લોકોને બહાર આવવા માટે કહ્યું. જે બાદ બંને કપલ પાછળનો ગેટ ખોલીને બહાર આવ્યા.

પોલીસ સ્ટેશનના પ્રભારી વિશ્વજીત તોમરે કહ્યું કે શનિવાર, 19 સપ્ટેમ્બરની સાંજે અચાનક ભારે વરસાદ આવ્યો. તિલ્લોર ગામ પાસે એક નાળું હતું, જેમાં અચાનક પાણી વધી ગયું. ઇંદોરથી આવેલી એક કાર પાણીમાં ફસાઈ ગઈ. ગ્રામીણોએ તેને ખૂબ સમજાવ્યા પરંતુ તેઓ માન્યા નહીં અને કાર આગળ લઈને ગયા. અચાનક પાણી આવવાથી કાર પાણીમાં ફસાઈ ગઈ. જેમાં બે યુવક અને યુવતીઓ હતાં, જેને બચાવી લેવાયાં છે.

You cannot copy content of this page