આ સુરતી એક્ટ્રેસની કાતિલ અદાઓ સામે બોલિવૂડની અભિનેત્રીઓ ભરે પાણી

મુંબઈઃ ફિલ્મ ‘Englishkaran’માં ‘બાહુબલી’ ફેમ કટપ્પા એટલે કે એક્ટર સત્યરાજ સાથે બોલ્ડ સીન કરી સાઉથ એક્ટ્રેસ નમીતા વાંકાવાલા ખૂબ ચર્ચામાં આવી હતી. 17 વર્ષની ઉંમરમાં તેણે મિસ સુરતનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આજે ભલે તેની ઉંમર 38 વર્ષની થઇ ગઇ હોય, પરંતુ પોતાની અદાઓથી તે આજે પણ ફેન્સના દિલમાં રાજ કરી રહી છે. સુરતમાં જન્મેલી નમીતા પાક્કી સુરતી છે.


નમીતા ફિલ્મ્સ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ એટલી જ લોકપ્રિય છે. નમીતા સાઉથમાં તેની હોટ અને બોલ્ડ અદાઓ માટે જાણીતી છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝ ફેન્સની સાથે શેર કરતી રહે છે.


નમીતાની ફિલ્મ્સની વાત કરીએ તો તેણે કરીયરની શરૂઆત ‘સોન્થમ’ ફિલ્મથી કરી હતી. તેની ફિલ્મ્સમાં તે પોતાની બોલ્ડ ઇમેજને લઇને ચર્ચામાં રહે છે.


સાઉથની સુપરસ્ટાર નમીતા વાંકાવાલા ભાજપની સભ્ય પણ છે. ડિસેમ્બર 2019માં વર્તમાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં નમીતા ભાજપમાં સામેલ થઇ હતી.


નમીતા ભલે સાઉથની સ્ટાર છે પરંતુ તેનો જન્મ 1981માં ગુજરાતના સુરતમાં થયો હતો. 17 વર્ષની ઉંમરમાં નમીતાએ મિસ સુરતનો ખિતાબ જીત્યો હતો. તેણે 2001માં મિસ ઇન્ડિયામાં પણ ભાગ લીધો હતો અને તે ટોપ ફોરમાં ચોથા સ્થાને રહી હતી. નમીતા પછી પોતાની સુંદરતાને કારણે જાણીતી બની ગઇ.


જાપાનના ટોક્યો ટીવી તરફથી નમીતાને ‘ધ મોસ્ટ બ્યૂટીફૂલ પર્સન’ તરીકે પસંદ કરવામાં આવી હતી. આટલું જ નહીં એક્ટ્રેસ ‘બિગ બોસ’ના તમિળ વર્ઝનની પહેલી સિઝનમાં સ્પર્ધક તરીકે ઘરમાં રહી હતી.


નમીતાએ ફિલ્મ ‘Eglishkaran’માં ‘બાહુબલી’ ફેમ કટપ્પા એટલે કે સત્યરાજ સાથે બોલ્ડ સીન કરી ચર્ચામાં આવી હતી. આ ફિલ્મમાં એક્ટ્રેસે મહેશ્વરીનું પાત્ર ભજવ્યું હતું.

You cannot copy content of this page