Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતમાં માસ્ક પહેર્યાં વગર ઘરની બહાર નીકળશો તો હવે ખેર નથી!

પ્રશાંત દયાળ, અમદાવાદ: કોરોનાની સ્થિતિ બગડી રહી છે તેને લઈ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી કરી છે જેની સુનવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજય સરકારના આકરા દંડ પછી જો લોકો માસ્ક પહેરતા નથી તો તેવા કિસ્સામાં માસ્ક નહીં પહેરનારને કોવીડ સેન્ટરમાં રોજ છ કલાક સેવા આપવાની ફરજ પાડવા સરકારને કહ્યુ છે જરૂર પડે આ મામલે જાહેરનામુ બહાર પાડવા પણ હાઈકોર્ટે સરકારને કહ્યુ છે.

ગુજરાત સરકારે માસ્ક નહીં પહેરનાર નાગરિકોને એક હજારનો દંડ કરવાનું શરૂ કર્યુ હોવા છતાં લાખો લોકો માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે, ગુજરાત હાઈકોર્ટે સુનવણી દરમિયાન ચીંતા અને નારાજગી વ્યકત કરતા સરકારને કહ્યુ કે જો લોકો માસ્ક પહેરતા નથી તો હવે માસ્ક નહીં પહેરનાર લોકોને પાંચથી પંદર દિવસ સુધી કોવીડ સેન્ટરમાં કામ કરવાની ફરજ પાડો, માસ્ક વગર પકડાયેલી વ્યકિતને તેમની ઉમંર અને લાયકાત પ્રમાણે કામ સોપો અને આ આદેશ માટે જરૂરી જાહેરનામુ બહાર પાડવા સરકારને કહ્ય છે.

બુધવારના રોજ મળેલી કેબીનેટની બેઠકમાં આ મુદ્દે કેબીનેટે પણ ચર્ચા કરી હતી સંભવાના એવી છે ગુજરાત સરકારની નારાજગી બાદ કાંતી ગામી અને માસ્કના મુદ્દે સરકાર કોઈ મહત્વની જાહેરાંત કરી શકે છે.

ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ દિવસે જ કોરોનાના નવા 1477 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં વધુ 15 લોકોનાં મોતની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4004 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં હાલ 14,885 એક્ટિવ કેસ છે, જ્યારે 1,92,368 લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,804 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,11,257 પર પહોંચી છે.

You cannot copy content of this page