Only Gujarat

Bollywood FEATURED

સાવકી માતાને જોતા જ સારાએ કહી કાકી, પણ પિતાએ કહ્યું એવું કે…

મુંબઈઃ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બોલિવૂડના પાવર કપલમાંથી એક છે, પણ સૈફની જિંદગીમાં કરીના પહેલાં એક્ટ્રસ અમૃતા સિંહ હતી. સૈફ અલી ખાને તેમના કરિયરની શરૂઆતમાં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. અમૃતા અને સૈફને બે બાળકો સારા અને ઇબ્રાહિમ અલી ખાન છે. એવામાં સૈફની પહેલી પત્ની અમૃતાના બાળકો અને સૈફની બીજી પત્ની કરીના વચ્ચે કેવો સંબંધ છે તે અંગે સવાલો ઊભા થતાં રહે છે.

સારા અને કરીના ઘણીવાર સાર્વજનિક જગ્યા પર સાથે જોવા મળ્યાં છે. બંનેનું બોન્ડિંગ હંમેશાની જેમ સારું છે, પણ એકવાર સારાએ કરીનાને આંટી કહી દીધી હતી. આ સમયે તેમના પિતા સૈફ અલી ખાને તેને સલાહ આપી હતી. આ વિશે ખુદ સારાએ એક શોમાં વાત કરી હતી.

સારા પોતાના પિતા સાથે કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં સામેલ થઈ હતી. આ દરમિયાન તેમણે ઘણી વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે, ‘કરીનાને તે શું કહીને બોલાવે છે.?’ શો દરમિયાન કરણે સારાને પૂછ્યું કે, ‘શું સૈફ ક્યારે તેમને કહે છે કે, કરીનાને નાની મા કહીને બોલાવે?’ આ વાતનો જવાબ સારાએ આપ્યો હતો.

સારાએ આ સવાલના જવાબમાં કહ્યું કે, ‘જો તે કરીનાને નાની મા કહેશે તો એક્ટ્રસને નર્વસ બેકગ્રાઉન્ડ થઈ જશે.‘ વધુમાં સારાએ કહ્યું કે, ‘શરૂઆતમાં તેમને સમજાતું નહોતું કે, કરીનાને શું કહીને બોલાવું. હું વિચારતી હતી કે તેમને શું કહીશ કરીના અથવા આંટી, પણ મારા પિતાએ કહ્યું કે, તું કરીનાને આંટી ના કહીશ.’

આ પછી સારાએ જણાવ્યું કે, ‘હવે કરીનાને ‘કે’ અથવા ‘કરીના’ જ કહે છે.’ સારાએ જણાવ્યું કે, ‘મારા અને કરીના વચ્ચે રિલેશન ક્યારે કન્ફ્યૂઝિંગ રહ્યાં નથી. તેમણે મને કહ્યું હતું કે, જુઓ તમારી મા ખૂબ જ સારી છે.

હું ઇચ્છું છું કે આપણે ફ્રેન્ડ રહીએ અને સાચે જ સારા અને કરીના ફ્રેન્ડની જેમ રહે છે.’ બંને ઘણીવાર અલગ-અલગ શોમાં પણ એકબીજાને સપોર્ટ કરતી અને એકબીજાના વખાણ કરતી જોવા મળી છે.

You cannot copy content of this page