Only Gujarat

Bollywood

રણબીર કપૂરની બહેન ફેશન ઈન્ડસ્ટ્રીમાં છે જાણીતું નામ, જાણો એક્ટર્સની બહેનોના બિઝનેસ વિશે

મુંબઈ: ભાઈ બહેનના પ્રેમના તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. દેશભરમાં આ તહેવાર મનાવવામાં આવ્યો. સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ આ તહેવારને ધામધૂમથી મનાવે છે. જો કે કોરોના લૉકડાઉનના કારણે રક્ષાબંધનની રોનક થોડી ફિક્કી રહી, જો કે ઉજવણી સૌએ કરી. તમને જણાવી દઈએ કે અનેક બોલીવુડના સેલેબ્સના બહેન એવા છે જે એક્ટિંગ ફિલ્ડથી દૂર છે પરંતુ પોતાના ફિલ્ડમાં નામ કમાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચનથી લઈને સૈફ અલી ખાનની બહેનો પોતાનો બિઝનેસ ચલાવે છે. અભિષેક-સૈફ જ નહીં પરંતુ રણબીર કપૂરથી લઈને અર્જુન કપૂર સહિત અન્ય સેલેબ્સની બહેનો પણ પોત-પોતાનો બિઝનેસ ચલાવે છે.

સલમાન ખાનની બહેનો અલવીરા અને અર્પિતા બંને જ લાઈમલાઈટમાં રહે છે. અને જણાવી દઈએ કે તેઓ બંને ફિલ્મ પ્રોડ્યૂસર છે.

શાહરુખ ખાનની બહેનનું શહનાઝ લાલા રુખ છે. શહનાઝ, શાહરુખથી 6 વર્ષ મોટી છે. તે શાહરુખની તુલનામાં તેના પિતા મીર તાજ મોહમ્મદની ખૂબ જ નજીક રહી છે. શહનાઝના પિતાએ જ તેનું નામ લાલા રુખ રાખ્યું હતું, જેનો મતલબ છે ફૂલ જેવી કોમળ અને ખૂબસૂરત.

સૈફ અલી ખાનની બહેન સબા ખાન ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ કરે છે. કેટલાક વર્ષ પહેલા તેમણે એક ડાયમંડ ચેઈન શરૂ કરી છે.

અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચન નંદાએ ફેશન ડિઝાઈનરના રૂપમાં પોતાને સ્થાપિત કરી લીધી છે. તેની પોતાની ફેશન જ્વેલરી બ્રાંડ છે. કેટલાક વર્ષો પહેલા શ્વેતાએ પોતાની બાળપણની સહેલી મોનિશા જયસિંહ સાથે મળીને ‘MxS’ નામથી એક ફેશન બ્રાન્ડ લૉન્ચ કરી હતી.

રણબીર કપૂરની બહેન રિદ્ધીમાં કપૂર સાહની ફેશન ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તે જ્વેલરી ડિઝાઈનર છે.

અર્જુન કપૂરની બહેનનું નામ અંશુલા છે. તેણે કોલંબિયા યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે, પરંતુ તેને બોલીવુડમાં કોઈ દિલચસ્પી નથી. તે ગૂગલની એમ્પલોઈ રહી ચુકી છે અને બાદમાં તેણે રિતિક રોશનના HRX બ્રાંડ કંપનીમાં ઑપરેશન મેનેજર તરીકે કામ કર્યું છે.

રિતિક રોશનની મોટી બહેનનું નામ સુનૈના રોશન છે. સુનૈના ફિલ્મ કાઈટ્સ અને ક્રેઝી 4માં કો પ્રોડ્યુસરનું કામ કરી ચુકી છે.

You cannot copy content of this page