Only Gujarat

Bollywood

પ્રિયંકા અક્ષયની લે છે સલાહ, સુષ્મિતા બધી વાતમાં પૂછે છે સલમાનને, જાણો ફ્રેન્ડ્સની 8 જોડી વિશે

મુંબઈ: ઓગસ્ટનો પહેલો રવિવાર વિશ્વભરમાં ‘ફ્રેન્ડશીપ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. બોલિવૂડના લોકપ્રિય સેલેબ્સ તેમજ સામાન્ય લોકો માટે પણ આ દિવસ એટલો જ મહત્વપૂર્ણ છે. આ વખતે 2 ઓગસ્ટે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં અમે તમને એવા બોલિવૂડ સેલેબ્સ વિશે જણાવી રહ્યા છીએ જેમણે તેમના બેસ્ટ ફ્રેન્ડ વિશે ખુલીને જણાવ્યું. જેમાં રવિના ટંડન, તબ્બુ, પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ, સુષ્મિતા સેન, અભિષેક બચ્ચન, નાના પાટેકર અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના સેલેબ્સ શામેલ છે.

જયારે સલમાનને પૈસા માટે પૂછ્યું તો કહ્યું- “ગાળ નહિ આપ યાર” : રવિના ટંડન
સલમાન અને મારો બહુ જૂનો સંબંધ છે. મેં મારી કારકિર્દીની શરૂઆત સલમાન સાથે ફિલ્મ ‘પત્થર કે ફૂલ’ થી કરી હતી. તે જ સમયે, અમે મિત્રો બની ગયા. તે મને ચીડવતો અને મજાક પણ કરતો. જો કે, ‘અંદાઝ અપના અપના’ પછી અમે એક સાથે કોઈ ફિલ્મ કરી નહોતી, પરંતુ અમે ચોક્કસ એક બીજાને મળી રહ્યા છીએ. સમય વીતતો ગયો. સલમાન દિવસે ને દિવસે હિટ બનતો ગયો અને મેં ફિલ્મો કરવાનું ઓછું કરી નાખ્યું. એક સમય એવો પણ આવ્યો જ્યારે મેં નિર્માતા તરીકે ફિલ્મ ‘સ્ટમ્પ્ડ’ બનાવી હતી. આ ફિલ્મમાં એક ડાન્સ નંબર હતો, જે મારે ઇન્ડસ્ટ્રીના જાણીતા હીરો દ્વારા કરાવવું હતું. મારું ફિલ્મનું બજેટ વધારે નહોતું, તેથી કોઈ ટોચના હીરોને વધારે પૈસા ચૂકવી શકાય એમ નહોતું. તેથી, ઈન્ડસ્ટ્રીમાં તેના મિત્રો વચ્ચે, તેણે ઘણા કલાકારો સાથે વાત કરી, પરંતુ બધાંએ કોઈને કોઈ બહાનું કાઢયું. અંતે, હું સલમાન પાસે પહોંચી. તે કોઈ પણ સવાલ પૂછ્યા વિના ડાન્સ નંબર કરવા માટે સંમત થઈ ગયો. તેણે પૂછ્યું, “મારે ક્યારે શૂટિંગ કરવાનું છે અને મારે ક્યારે સેટ પર આવવાનું છે?”

જ્યારે મેં તેની સાથે પૈસા વિશે વાત કરી ત્યારે તેણે કહ્યું કે મારે તેની ચિંતા ન કરવી જોઈએ. આ પછી, સેટ ફિલ્મ સિટીમાં લગાવવામાં આવ્યો હતો. સલમાન સમયસર પહોંચી ગયો હતો અને બે દિવસમાં શૂટિંગ પૂર્ણ કરી દીધું હતું. શૂટિંગ બાદ જ્યારે મેં સલમાનને ફરીથી પૈસા વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘મને ગાળ નહિ આપ. હું તારી પાસેથી પૈસા લઈશ? મહેરબાની કરીને આવી વાત ન કરો. “તેની શૈલી હજી આજે પણ મને લાગણીશીલ બનાવે છે. સાચો મિત્ર શું છે અને મિત્રતાનો અર્થ શું છે … આ મને સલમાન જેવા મિત્ર મળ્યા પછી જ જાણ થઈ.

જો ધોનીના જીવનમાં કંઇક નવું થાય છે, તો તે મારી સાથે શેર કરે છે: જૉન અબ્રાહમ
મહેન્દ્રસિંહ ધોની અને મારી મિત્રતા ત્યારથી છે જયારે અમે કંઈ પણ નહોતા. સામાન્ય છોકરાઓની જેમ, અમને મોટરબાઈક અને ફૂટબોલને ખુબ પસંદ હતા. અમારી વચ્ચે હજી પણ પહેલા જેવી જ મિત્રતા છે. આજે મારી પાસે બે મોટર બાઇક છે. તે જ સમયે, મહેન્દ્ર પાસે 29 બાઇક છે. પહેલાં અમે લગભગ રોજ મળતા હતા, પરંતુ હવે તે ફક્ત ક્યારેક ક્યારેક થતું હોય છે. જો કે, અમે સંદેશા અને કોલ્સ દ્વારા એકબીજા સાથે સંપર્કમાં રહીએ છીએ. જો તેના જીવનમાં કંઈક નવું થાય છે, તો તે મને કહે છે અને હું તેને મારા જીવનની દરેક નવી ઘટનાથી વાકેફ રાખું છું. અમે એવા મિત્રો પૈકી છીએ, જે દૂર રહીને પણ નજીક છે. હું માનું છું કે મિત્રો દરરોજ મળે એ જરૂરી નથી, પરંતુ જ્યારે પણ મળે ત્યારે નવા જુસ્સાથી મળે. ધોની ઉપરાંત અક્ષય કુમાર અને અભિષેક બચ્ચન પણ મારા ઘણા સારા મિત્રો છે. ધોનીની જેમ, અભિષેકને પણ બાઇક ચલાવવાનો ખૂબ શોખ છે. તે ધૂમના શૂટિંગ દરમિયાન મારી બાઇક લઇને ભાગી જતો હતો. અક્ષયની વાત કરીએ તો તે ખૂબ જ રમુજી છે. તેની દરેક બાબતમાં કંઈક મજાક હોય જ છે. આ જ કારણ છે કે તેની કંપનીમાં ખૂબ આનંદ આવે છે.

જ્યારે પણ મને કોઈ સલાહની જરૂર પડે છે ત્યારે હું અક્ષય પાસે જઉં છું: પ્રિયંકા ચોપરા
મને લાગે છે કે મિત્ર એવી વ્યક્તિ છે જેના પર આપણે વિશ્વાસ કરી શકીએ. જેથી તમે દરેક વસ્તુ શેર કરી શકો અને સૌથી અગત્યનું એ તમને હંમેશાં યોગ્ય સલાહ આપે. અક્ષય કુમારમાં આ બધા ગુણો મેં જોયા છે. અક્ષય ખૂબ જ સ્પષ્ટ અને સ્વચ્છ હૃદયનો વ્યક્તિ છે. તેની સાથે મારી ખૂબ સારી મિત્રતા છે. મને હજી યાદ છે, જ્યારે ડેડીનું અવસાન થયું ત્યારે, હું એકલી અને દુઃખી થઇ ગઈ હતી, ત્યારે અક્ષયે મને માનસિક ટેકો આપ્યો. તે હંમેશાં મારી સંભાળ લેતો. એક સમય એવો પણ હતો જ્યારે અક્ષય અને મારી મિત્રતાને રોમાન્સનું નામ આપવામાં આવ્યું હતું. જ્યારે અમારી વચ્ચે ફક્ત સારી મિત્રતા છે. જ્યારે પણ મને કોઈ સલાહની જરૂર પડે છે, ત્યારે હું અક્ષય પાસે પહોંચું છું. અક્ષય સાથે જ્યારે પણ મેં ફિલ્મો કરી છે, ત્યારે તેણે મને એક સારા સ્કૂલના શિક્ષકની જેમ ઠપકો આપીને માર્ગદર્શન આપ્યું. મેં તેમની પાસેથી શિસ્તમાં રહેવાનું શીખ્યું છે. તેઓ હંમેશા મને કહે છે કે જો તમે સમયની કદર ન કરો તો એક દિવસ એવો આવશે જ્યારે સમય તમારી કદર કરશે નહીં.

પહેલાં અમે એકબીજાથી કતરાતા, પરંતુ હવે તબ્બુ મારી શ્રેષ્ઠ મિત્ર છે: અજય દેવગણ
રોહિત શેટ્ટી, સલમાન ખાન, સંજય દત્ત સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અજય દેવગનના ઘણા સારા મિત્રો છે, પરંતુ તબ્બુ મારી સૌથી જુની અને ગાઢ મિત્ર છે. તેને મારા પર ઘણો વિશ્વાસ છે. તે મારાથી કંઈ છુપાવતી નથી. જ્યારે અમે પ્રથમ ફિલ્મ ‘વિજયપથ’માં કામ કર્યું હતું, ત્યારે બંને એકબીજાથી ખૂબ જ કતરાતા હતા. કારણ કે, તબ્બુ ખૂબ શરમાળ છે અને હું પણ ખૂબ જ અનામત પ્રકારનો વ્યક્તિ છું. મને હજી યાદ છે કે ‘વિજયપથ’ દરમિયાન અમને દિગ્દર્શકે એકબીજા સાથે કતરાતા જોયા તો તણાવમાં આવી ગયા હતા. તે એ વિચારીને પરેશાન હતા કે જો હું અને તબ્બુ એકબીજાની જોડે વાત નહીં કરીએ તો હું અને તબ્બુ હીરો-હિરોઇન તરીકે કેવી રીતે કામ કરીશું. ત્યારબાદ, ધીમે ધીમે અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ. મેં તબ્બુ સાથે વાત કરવાનું શરૂ કર્યા પછી, મને સમજાયું કે તે ખૂબ સાફ-દિલ અને ભાવનાશીલ છે. આ પછી અમે મિત્રો બની ગયા. તબુ અને મેં ‘વિજયપથ’ પછી ‘તક્ષક’ અને ‘હકીકત’માં પણ સાથે કામ કર્યું. આ પછી અમે સાથે ફિલ્મો કરી ન હતી, પરંતુ અમારી મિત્રતા આજે પણ અકબંધ છે. લાંબા સમય પછી, અમે ‘દ્રશ્યમ’માં સાથે દેખાયા.

જ્યારે પણ સલાહની જરૂર હોય છે ત્યારે સલમાન ખાનને કરુ છું યાદઃ સુષ્મિતા
“દોસ્તીની વાત જ્યારે આવે છે ત્યારે મને યાદ આવે છે કૃષ્ણ-સુદામાની. એક વાર સુદામાએ કૃષ્ણને પુછ્યું કે મિત્રતાનો મતલબ શુ હોય છે, તો કૃષ્ણએ જવાબ આપ્યો કે, જ્યાં મતબલ હોય છે ત્યા દોસ્તી નથી હોતી. સત્ય એ જ છે કે આજના કમર્શિયલ યુગમાં જો કોઈ સંબંધ બનાવવામાં આવે છે તો તે માત્ર મતલબ કાઢવા માટે.જો કે, આ દુનિયામાં મને એક એવો માણસ મળ્યો જે ખરેખર દોસ્તીની મિસાલ છે. એ છે સલમાન ખાન. સલમાન ખાન એવા મિત્રોમાંથી છે, જે મતલબ માટે દોસ્તી નથી કરતા, પરંતુ સમય આવ્યે દોસ્તી નિભાવે છે. આ જ કારણ છે કે સલમાન વર્ષોથી મારો મિત્ર છે. મને જ્યારે પણ કોઈ સલાહની જરૂર હોય છે કે પાર્ટી કરવી હોય છે ત્યારે હું સલમાનને ફોન લગાવું છે. મને યાદ છે, એકવાર મારી દીકરી રિનીની તબિયત 2 વાગ્યે ખરાબ થઈ ગઈ હતી. મને કાંઈ જ નહોતું સમજમાં આવતું કે હું આટલી રાત્રે કોને ફોન કરું. ત્યારે જ સલમાનનો ફોન આવ્યો. તેને ત્યાં પાર્ટી ચાલી રહી હતી અને મને ત્યાં બોલાવી રહ્યા હતા. મે તેને રિનીની તબિયત વિશે જણાવ્યું તો તે તરત જ મારા ઘરે ડૉક્ટરને લઈને પહોંચી ગયા અને આખી રાત ત્યાં જ રોકાયા.”

સંજૂ બાબા સાથે આવતી હતી મજાઃ જેકી શ્રૉફ
“હું અને સંજય દત્ત જ્યારે પણ કોઈ શૂટિંગમાં સાથે હોતા ત્યારે ધમાલ મચાવી દેતા હતા. અમારો સ્વભાવ મળતો આવે છે. સારો દોસ્ત એ છે, જેની સાથે આપણે એન્જોય કરી શકીએ, મજા કરી શકીએ અને દિલની વાતો શેર કરી શકીએ. આ તમામ ક્વૉલિટી મને સંજય દત્તમાં નજર આવે છે. આમ તો ઈન્ડસ્ટ્રીમાં મારા અનેક મિત્રો છે પરંતુ મજા મને સંજય દત્ત સાથે જ આવે છે. મને યાદ છે કે એક વાર અમે બંને આઉટડોર શૂટિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન અમારો કેમેરામેન દર 15-20 મિનિટે શૂટિંગ છોડીને એક વૃક્ષ પાસે બાથરુમ કરવા ચાલ્યો જતો હતો. મે અને સંજૂએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તારે તે વૃક્ષ પાસે બાથરુમ ન કરવું જોઈએ, કારણ કે ત્યાં ભૂત છે અને તે તને પકડી શકે છે. જે બાદ એ રાત્રે જ અમે એક ટેપ રેકોર્ડર તેના રુમ પાસે લઈ ગયા, જેમાં મે અવાજ રેકોર્ડ કર્યો હતો કે દત્તા તૂને ક્યું મૂતા…હું ત્યાં સુઈ રહ્યો હતો. આ સાંભળતા જ કેમેરામેન ત્યાંથી ભાગ્યો અને સીધો મુંબઈ આવીને જ રોકાયો. આવી રીતે અમે ઘણીવાર ટાઈમપાસ કરતા હતા. આજે પણ મને એ દિવસો યાદ યાદ આવે છે. હમણા તો તેને ઘણા દિવસોથી મળી નથી શકાયું.”

મારી ફિલ્મો જોઈને શહાના આપે છે રીવ્યૂઃ દીપિકા
“શહાના ગોસ્વામી મારી બેસ્ટ ફ્રેન્ડ છે. અમે બંનેએ કરિયરની શરૂઆત એકસાથે કરી. એ દરમિયાન અમે નહોતા જાણતા કે અમારું એક્ટિંગ કરિયર આ રીતે આગળ વધશે. હા, એક વાત નક્કી હતી કે અમે હંમેશા સારા મિત્રો રહીશું. સ્વભાવની સાથે સાથે અમારી પસંદ પણ મળતી આવે છે. જ્યારે પણ મારે શૉપિંગ કે સ્કૂબા ડાઈવિંગ કરવાનું હોય છે ત્યારે હું શહાના સાથે જવાનું પસંદ કરું છું. મને યાદ છે, જ્યારે અમે વિંડો શોપિંગની સાથે સ્ટ્રીટ શોપિંગ પણ કરતા હતા. એ સમયે અમે સારો ડ્રેસ કે ટૉપ મળતા એટલા ખુશ થતા હતા કે જાણે કોઈ મોટી વસ્તુ મળી ગઈ હોય. આજે મોંઘી વસ્તુ મળતા પણ એટલી ખુશી નથી થતી. અમે આજે પણ એકબીજાના ટચમાં રહીએ છે. તે મારી ફિલ્મો જુએ છે અને ઈમાનદારીથી જણાવે છે કે ફિલ્મમાં મારી એક્ટિંગ કેવી રહી. તેને મારી ફિલ્મ કૉકટેલ ખૂબ જ પસંદ આવી હતી.”

અનિલ અને મારો સ્વભાવ અલગ, પરંતુ અમે સારા મિત્રોઃ નાના પાટેકર
“અનિલ કપૂર મારા સૌથી જૂના અને સૌથી સારા મિત્રોમાંથી એક છે. અમારે બંનેના સ્વભાવ સાવ અલગ છે, પરંતુ સારી મિત્રતા પણ છે. મને આજે પણ યાદ છે એ દિવસ જ્યારે અનિલની સાથે હું પહેલી વાર પરિંદાનું શૂટિંગ કરી રહ્યો હતો. એ સમયે હું ફિલ્મોમાં નવો હતો અને અનિલ તો ફેમસ હીરો હતો. જ્યારે હું તેની સામે પહોંચ્યો તો મે વિચાર્યું કે ફેમસ હોવાના કારણે તે સ્ટાઈલ મારશે, એટિટ્યૂડ બતાવશે, પરંતુ એવું કાંઈ ન થયું. તે સીધો મારી પાસે આવ્યો અને મારી સાથે હાથ મિલાવીને કહ્યું, ‘હાય નાના’. તેની આ અદા પર હું ફિદા થઈ ગયો. ધીમે-ધીમે અમે સારા મિત્રો બની ગયા. અમે એટલે સારા મિત્રો બની ગયા કે સેટ પર એકબીજાને હેરાન કર્યા વગર નહોતા રહી શકતા. હું થોડો ગુસ્સા વાળો વ્યક્તિ છું પરંતુ અનિલને ગુસ્સો આવતો જ નથી. એટલે, જ્યારે હું ગુસ્સે થતો ત્યારે તે મને કંટ્રોલમાં લાવતો હતો. ઘણા સમય બાદ અમે વેલકમમાં સાથે કામ કર્યું ત્યારે પણ અમારી દોસ્તી પણ ફિલ્મમાં નજર આવી હતી. અમારી કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી.”

You cannot copy content of this page