Only Gujarat

Bollywood FEATURED

કંગના બારમા ધોરણમાં નાપાસ થતાં છોડ્યો હતો અભ્યાસ તો ખિલાડી કુમાર ભણ્યો છે બસ આટલું જ!

મુંબઈઃ બોલિવૂડ ફિલ્મમાં તો સ્ટાર્સ ક્યારેક ડોક્ટર તો ક્યારેક વકીલનો રોલ પ્લે કરતા હોય છે. જોકે, ઘણાં સેલેબ્સ એવા છે, જે રિયલ લાઈફમાં ખાસ ભણ્યા હોતા નથી. કેટલાંક નાપાસ થયા છે તો કેટલાંકને ભણવું ગમતું જ નહોતું. આજે આપણે એવા જ કેટલાંક સેલેબ્સ અંગે વાત કરીશું.

કંગના રનૌતઃ કંગના રનૌત મૂળ હિમાચલ પ્રદેશની છે. તેને હંમેશાંથી ભણવું ખાસ ગમતું નહોતું. તે પહેલેથી જ મોડલિંગ કરવા માતી હતી. જોકે, તેને પરિવારનો સપોર્ટ મળ્યો નહોતો. જ્યારે તે બારમા ધોરણમાં હતી ત્યારે તે કેમિસ્ટ્રીની એક્ઝામમાં નાપાસ થઈ હતી અને પછી તેણે અધવચ્ચે સ્કૂલ છોડી દીધી હતી. તે ઘર છોડીને દિલ્હી ભાગી આવી હતી.

કરિશ્મા કપૂરઃ કપૂર પરિવારના સંતાનો ભણવામાં ખાસ કમાલ બતાવી શક્યા નથી. કરિશ્મા કપૂરે કેથેડ્રલ એન્ડ જોન કેનન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. 1988માં પેરેન્ટ્સ અલગ થતાં કરિશ્માએ પરિવારને નાણાકીય સપોર્ટ કરવા માટે બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી હતી. સ્કૂલિંગ પૂર્ણ કર્યા બાદ કરિશ્માએ સોફિયા કોલેજમાં એડમિશન લીધું હતું. જોકે, કરિયરને કારણે તેણે અધવચ્ચે અભ્યાસ પડતો મૂક્યો હતો. 

કેટરિના કૈફઃ નાની ઉંમરમાં જ કેટરિનાના પેરેન્ટ્સ અલગ થઈ ગયા હતા. કેટરિનાને સાત ભાઈ બહેનો છે. કેટરિનાએ હોંગકોંગ, ચીન, જાપાન, ફ્રાંસ, બેલ્જિયમ, લંડન જેવી અનેક જગ્યાએ નાનપણ પસા કર્યું છે. વારંવાર શહેર બદલવાને કારણે કેટરિના ક્યારેય સ્કૂલે જઈ શકી નહોતી. તેની માતાએ ઘરમાં જ ટ્યૂટર્સની મદદથી તમામ સંતાનોને અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરી હતી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે કેટરિનાએ નાની ઉંમરમાં જ કામ કરવાની શરૂઆત કરી હતી. 

અર્જુન કપૂરઃ ‘ઈશ્કઝાદે’થી બોલવિૂડ ડેબ્યૂ કરનાર અર્જુન કપૂરને ભણવું ગમતું નહોતું. અર્જુન ઉચ્ચ માધ્યમિકમાં નાપાસ થયો હતો. ત્યારબાદ તેણે ભણવાનું બંધ કરી દીધું હતું. અભ્યાસ છોડ્યા બાદ તે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવા લાગ્યો હતો. 

સલમાન ખાનઃ સલમાન ખાને સ્કૂલિંગ પૂર્ણ કર્યા બાદ સેન્ટ ઝેવિયર કોલેજમાં એડમિશન લીધઉં હતું. જોકે, એક્ટિંગ કરિયરને કારણે તેણે અધવચ્ચે કોલેજ અધૂરી છોડી દીધી હતી. તેણે ‘બીવી હો તો ઐસી’માં સપોર્ટિંગ રોલ કરીને એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. સલમાને ‘મૈંને પ્યાર કિયા’થી લીડ એક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. 

આમિર ખાનઃ ‘થ્રી ઈડિયટ્સ’માં એન્જિનિયર તો ‘તારે ઝમીન પર’માં ટીચરનો રોલ પ્લે કરનાર આમિર ખાને વાસ્તવમાં તો કોલેજ પણ પૂરી કરી નથી. તેણે નરસી મનજીકોલેજમાંથી 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. આમિરના પેરેન્ટ્સ ઈચ્છતા હતા કે તે એન્જિનિયરિંગ કરે પરંતુ તેણે પરિવારની મરજી વિરુદ્ધ જઈને થિયેટર ગ્રુપ જોઈન કર્યું હતું. 

અક્ષય કુમારઃ અક્ષય કુમારે ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે. તેણે આગળ અભ્યાસ માટે મુંબઈની ખાલસા કોલેજમાં એડમિશન લીધું હતું પરંતુ તે માર્શલ આર્ટની ટ્રેનિંગ માટે હોંગકોંગ જતો રહ્યો હતો. 

You cannot copy content of this page