Only Gujarat

FEATURED National

તમે નકલી નંબર પ્લેટ તો નથી લગાવી ને? આ રીતે ઓળખો તમારા વાહન લગાવેલી HSRP અસલી છે કે નહીં?

ક્યાંક તમે પણ અસલી અને નકલી હાઇ સિક્યોરિટી નંબર પ્લેટનો તફાવત ન સમજી શકવાથી અજાણતા જ કોઇ ગેરકાયદેસરનું કામ તો નથી કરી રહ્યાં ને? આવું કરવાથી આપ કાયદાના સકંજામાં ફસાઇ શકો છો. તો જાણી લો કે, આખરે શું છે, અસલી નકલી હાઇસિક્યોરિટી નંબર પ્લેટનો ખેલ, જેનો શિકાર આપ પણ બની શકો છો. (તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લેવામાં આવેલ છે)

ફરિજિયાત થયું એચએસઆરપી
એક એપ્રિલ 2019થી દિલ્લીમાં બધા જ વાહનોમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એચએસઆરપી અને કલર કોડવાળા સ્ટિકર લગાવવું અનિવાર્ય કરી દેવાયું છે. વાહન માલિકોને આ માટે ડેડલાઇન પણ આપી દેવાઇ છે. આ સાથે સમય મર્યાદામાં એચએસઆરરપી ન લગાવવા પર રજિસ્ટ્રેશન પ્લેટ દંડની જોગવાઇ પણ છે. 30 ઓકટોબર પહેલા બધા જ વાહન માલિકોએ તેમની ગાડીમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવાની રહેશે.

નવી ગાડી પર HSRP કંપની દ્વારા જ આ પ્લેટ લગાડીને અપાઇ છે. જ્યારે જુની ગાડી પર તેને લગાડવી પડે છે. જે લોકો આવું નહીં કરે તેને દંડ ફટકારવામાં આવશે. આ ડરનો ફાયદો નંબર પ્લેટ લગાવવાનું કામ કરતા લોકો ઉઠાવી રહ્યાં છે. હાઇ સિક્ટોરિટી નંબર પ્લેટ જેવી જ હૂબહૂ દેખાતી નંબર પ્લેટ લોકો લગાવી રહ્યાં છે. આવી નકલી નંબર પ્લેટ માટે 400થી 600 રૂપિયા લેવામાં આવે છે. જનતાને અસલી અને નકલી નંબર પ્લેટ વિશે વધુ જાણકારી ન હોવાનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. લોકોને જાણ નથી કે, રોડ પર બેઠેલા કોઇ પણ પાસે હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાડનાર લોકો નકલી હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવડાવી રહ્યાં છે. જો ચેકિંગ થશે તો આવી ગાડીઓના ચાલકને દંડ ફટકારવામાં આવશે.

જાગૃરૂકતાના અભાવનો ઉઠાવી રહ્યાં છે ફાયદો
હાઇસિક્યોરિટી નંબર પ્લેટની જરૂરત અને તેની ઉપયોગિતાને લઇને લોકોમાં હજું સભાનતા નથી. તેના કારણે લોકો જ્યાં મળે, આ નંબર પ્લેટ લગાવડાવી રહ્યાં છે. ઓનલાઇન આવેદન અને સેન્ટરમાં જઇને પ્લેટ લગાવવાનું લોકો ટાળી રહ્યાં છે. તેમજ પૈસા વધુ હોવાથી પણ લોકો નકલી હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવડાવી રહ્યાં છે.

રદ્દ થયેલા રજિસ્ટ્રેશનવાળા લગાવડાવી રહ્યાં છે નકલી પ્લેટ
થોડા સમય પહેલા આરટીઓ તરફથી 10થી 15 વર્ષ જુના ડિઝલ અને પેટ્રોલના લગભગ 70 હજારથી વધુ વાહનોનું રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યું હતું. આવા વાહનોના ચાલકો ઓનલાઇન અરજી ન કરી શકે. જો તે ઓનલાઇન અપ્લાય કરવાની કોશિશ કરે તો પકડાય જશે. આ કારણે આવા વાહન ચાલકો આ ગાડીઓ પર હાઇ સિક્ટોરિટી નંબર પ્લેટ જેવી દેખાતી નંબર પ્લેટ લગાવીને કામ ચલાવી રહ્યાં છે અને શહેરમાં ફરી રહ્યાં છે.

પોલીસને કરાશે ફરિયાદ
પ્રદેશના 20 જિલ્લામાં હાઇસિક્યોરિટી નંબર પ્લેટ લગાવવવાનું કામ કરતી રોજમાર્ટો કંપનીના મહેશ મહરોત્રાએ જણાવ્યું કે, અનેક વખત આ રીતની ફરિયાદ મળી ચૂકી છે. બહુ જલ્દી તેની ફરિયાદ પોલીસને પણ કરાશે. જેના કારણે નકલી હાઇ સિક્યોરિટી પ્લેટની કામગીરી પર રોક લગાવી શકાય અને આ કામ કરતા લોકો સામે કાર્યવાહી કરી શકાય.

વહીવટી તંત્ર કરશે કાર્યવાહી
આરટીઓના વિશ્વજીત પ્રતાપ સિંહે જણાવ્યું કે, ” હાઇસિક્યોરિટી નંબર પ્લેટનો બાર કોડ નકલી નંબર પ્લેટમાં નથી હોતો. આ મુદ્દે જનતાએ જાગૃત થવાની જરૂર છે. તેને લગાવવાથી વાહન માલિકને હાઇસિક્યોરિટી નંબર પ્લેટની સુવિધા નહી મળી શકે. આ કારણે ઓનલાઇન અરજી કરીને. વેન્ડર પાસે જઇને જ તેને લગાવવી જોઇએ. જો આ મુદ્દે કોઇ ફરિયાદ આવશે તો સંબંધિત વ્યક્તિ સામે પગલા લેવામાં આવશે”

આ રીતે કરો અસલી-નકલીની ઓળખ
આપની ગાડીમાં લગાવેલી નંબર પ્લેટ અસલી છે કે નકલી તેની ઓળખ આપ ખુદ પણ કરી શકો છો. આ નંબર પ્લેટ પર એક બાર કોડ હોય છે. દરેક ગાડીનો બાર કોડ અલગ અલગ હોય છે. નકલી નંબર પ્લેટમાં આ બાર કોડ નથી હોતો. કારણે કે, નકલી પ્લેટમાં કોડ લગાવવાથી પકડાઇ જવા પર તેમની સામે સખત કાર્યવાહી થઇ શકે છે.

આ રીતે કરો ઓનલાઇન એપ્લિકેશન
હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ માટે આપ ઓનલાઇન અપ્લાય કરી શકો છો. આપ ઇન્ટરનેટ બ્રાઉઝર પર bookmyhsrp.com/index. aspx યૂઆરએલ ટાઇપ કરો. જે આપને તેની સાઇટ પર લઇ જશે. અહીં આપને પ્રાઇવેટ વાહન અને કોમર્શિયલ વાહનના બે ઓપ્શન જોવા મળશે. જેમાં પ્રાઇવેટ ગાડી ટેબ પર ક્લિક કરશો તો પેટ્રોલ, ડિઝલ, સીએનજીનું ઓપ્શન આવશે. જેમાંથી એક પર ક્લિક કર્યા બાદ વાહનોની કેટેગરી ખૂલશે. ત્યાર તેમાથી આપને સ્કૂટર, કાર, ઓટો, અને ભારે વાહનના ઓપ્શનમાંથી એક પર ક્લિક કરવાનું રહેશે. જો આપ કાર પર ક્લિક કરશો તો કારની કંપનીનો ઓપ્શન પણ પસંદ કરવાનું રહેશે. કંપનીનો ઓપ્શન પસંદ કર્યો બાદ તમારા રાજયનું નામ ભરવું પડશે. આ સાથે આપને ડિલર્સના વિકલ્પ જોવા મળશે.

You cannot copy content of this page