Only Gujarat

Business FEATURED

MDHના આ દાદા પાકિસ્તાનથી માત્ર 1500 રૂપિયા લઈને આવ્યા હતા ભારત, આજે કરોડોની કરે છે કમાણી

મસાલા કંપની એમડીએચના મુખિયાની સફળતાની કહાણી સપનાના સાકાર થવા જેવી છે. 1947માં દેશનું વિભાજન થતાં માત્ર 1,500 રૂપિયા લઇને ઘર્મપાલ ગુલાટી ભારત આવ્યા હતા. આજે તેઓ 5,400 કરોડની સંપત્તિના માલિક છે. તે દેશના ધનકુબેરોની યાદીમાં સામેલ સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. IIFL હેલ્થ હુરૂન ઇન્ડિયા રિચ 2020ની યાદી મુજબ તે દેશના અમીરોમાં 216માં નંબરે છે.

ધર્મપાલ ગુલાટી પાકિસ્તાનમા માંશિયા દી હટ્ટીના નામથી એક દુકાન ચલાવતા હતા અને મસાલા વેચતા હતા. 1919માં તેમણે આ વ્યવસાયની શરૂઆત કરી હતી. જો કે દેશના ભાગલા પડતાં તેમણે બધું જ છોડીને ભારત આવવું પડ્યું હતું. આ પરિવારે અમૃતસરમાં શરણ લીધું હતું.

થોડા સમય બાદ તેઓ દિલ્લી આવી ગયા હતા અને તેમના પિતાએ આપેલા પૈસાથી એક ઘોડાગાડી ખરીદી. પિતાએ આપેલા 1,500 રૂપિયામાંથી 650 રૂપિયા ખર્ચ કરીને તેમણે આ ઘોડા ગાડી ખરીદી હતી. જો કે તેમાં તેમને સફળતા ન મળી ત્યારબાદ તેમણે પિતાના વ્યવસાયને અપનાવવાનું નક્કી કર્યું . તેમણે દિલ્લીમાં કરોલ બાગમાં મસાલા વેચવાની એક દુકાન ખોલી.

અહીં ધર્મપાલને સફળતા મળી તો તેમણે એક બીજી દુકાન ચાંદની ચોકમાં પણ ખોલી. ત્યારબાદ કિર્તી નગરમાં તેમણે એક ફેક્ટરી પણ શરૂ કરી. આ રીતે તેમણે પિતાની દુકાન માશિયા દી હટ્ટને એક મોટી કંપની એમડીએચમાં પરિવર્તિત કરી દીધી.

એમડીએચ કંપનીનો વ્યવસાય માત્ર ભારત પુરતો સિમિત નથી પરંતુ યુરોપ સહિતના અનેક દેશોમાં તેનો માલ એક્સપોર્ટ થાય છે. તેમનો માલ યૂએઇ, કનેડા, બ્રિટન સહિત ચુરોપના અનેક દેશોમાં એક્સપોર્ટ થાય છે. દર મહિના કરોડોના પેકેટ વેચતી એમડીએચ કંપની હાલ દેશમાં મસાલા સેક્ટરનો પર્યોય બનીને સામે આવી છે.

આ કંપની ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં 1,500 કરોડ ડિલર્સના માધ્યમથી એમડીએચ મસાલો વેચે છે. હાલ હુરૂન ઇન્ડિયાના નામથી જાહેર કરાયેલ લિસ્ટમાં ધર્મપાલ ગુલાટીને સ્થાન મળ્યું છે. તેમને એવા અમીરોની યાદીમાં સામેલ કરાયા છે જેમની સફળતા ઉલ્લનિય છે.

હરૂન ઇન્ડિયાની દેશના ધનાઢ્યની યાદીમાં સોનાલિકા ટ્રેક્ટર કંપનીના સંસ્થાપક 89 વર્ષિય લક્ષ્મીદાસ મિતલના નામનો પણ ઉલ્લેખ છે. લક્ષ્મીદાસ મિત્તલ એક સમયે એલઆઇસીના એજન્ટ હતા. તેમણે કૃષિમાં ઉપયોગી એવા ઉપકરણ તૈયાર કરવાનું શરૂ કર્યું. 1995માં તેમણે સોનાલિકા ટ્રેક્ટર કંપનીની શરૂઆત કરી હતી. આજે તે 7,700 કરોડની રૂપિયાની સંપત્તિ સાથે દેશના અમીરોની યાદીમાં 164માં નંબર પર છે.

You cannot copy content of this page