Only Gujarat

Bollywood FEATURED

ટીવીના વધુ એક જાણીતા એક્ટરનું મોત, વહેલી પરોઢે ઘરમાં જ લીધા અંતિમ શ્વાસ

મુંબઈઃ વર્ષ 2020 ભારત તથા દુનિયા માટે દિવસે દિવસે દુષ્કર બનતું જાય છે. આ વર્ષે ક્યારે પૂરું થાય તેની આતુરતાથી બધા રાહ જોઈ રહ્યા છે. જોકે, હવે તો આ વર્ષ પૂરું થવામાં એક મહિનાની વાર છે પરંતુ જતા જતા પણ આ વર્ષ કારમા આઘાતો આપી રહ્યું છે. બોલિવૂડ તથા ટીવી ઈન્ડસ્ટ્રી માટે આ વર્ષ શોકિંગ રહ્યું છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક સ્ટાર્સના નિધન થઈ રહ્યા છે. હવે ‘સસુરાલ સિમર કા’ ફૅમ આશિષ રોયનું કિડની ફેઈલ થવાને કારણે મુંબઈમાં નિધન થયું હતું. 24 નવેમ્બરના રોજ સવારે ચાર 55 વર્ષીય આશિષનું મોત થયું હતું. તેમણે પોતાના ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લાં કેટલાંક સમયથી તેમને કિડનીની બીમારી હતી. તેમની પાસે સારવારના પૈસા નહોતા અને તેમણે ઘણીવાર સોશિયલ મીડિયામાં આર્થિક મદદ માગી હતી.


નિકટના મિત્રે મોતનું પુષ્ટિ કરીઃ આશિષના નિકટના સાથીદાર તથા ટીવી એક્ટર સૂરજ થાપરે કહ્યું હતું કે છેલ્લાં કેટલાક વર્ષોથી આશીષને કિડનીની બીમારી હતી. તેઓ પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરતા હતા. જોકે, તેઓ સફળ થાય તે પહેલા જ તેમનું મોત નીપજ્યું. તેમની બંને કિડની ખરાબ થઈ ગઈ હતી અને સારવાર ચાલતી હતી. તેમણે લોકો પાસે કામ પણ માગ્યું હતું.


કેર ટેકરના ખોળામાં અંતિમ શ્વાસ લીધાઃ વધુમાં સૂરજ થાપરે કહ્યું હતું કે કલર્સ ચેનલ સાથે એક શો માટે વાતચીત ચાલતી હતી. થોડાં દિવસ પહેલાં ડબિંગ પણ કર્યું હતું. અચાનક આજે (24 નવેમ્બર) સવારે સાડા ત્રણ વાગે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. તેમની સાથે કેર ટેકર છોકરો રહેતો હતો. આશિષે તેને પોતાના દુખાવા અંગે વાત કરી હતી. છોકરા સાથે વાતચીત દરમિયાન જ તેના ખોળામાં આશિષે અંતિમ શ્વાસ લીધા હતા.


બહેન સિવાય કોઈ નથીઃ સૂરજે કહ્યું હતું કે આશિષે લગ્ન કર્યા નહોતા. પરિવારમાં માત્ર એક બહેન છે. તે કોલકાતા રહે છે. કોલકાતાથી મુંબઈની ડાયરેક્ટ ફ્લાઈટ ના હોવાને કારણે તે આજ સાંજ સુધીમાં અહીંયા આવશે. ત્યારબાદ સાંજે સાત વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


આર્થિક તંગીને કારણે સારવાર કરી શક્યા નહોતાઃ છ મહિના પહેલા આશિષે પોતાના જન્મદિવસ પર જ મોતની અપીલ કરી હતી. આર્થિક તંગીને કારણે તેઓ પોતાની સારવાર કરાવી શકે તેમ નહોતા. તેમણે કહ્યું હતું કે જન્મદિવસ અને આ માહોલમાં તે દુઃખી છે. તે ચાલી શકે તેમ પણ નથી. ડોક્ટર્સનો સંપર્ક પણ કર્યો હતો પરંતુ કોઈએ તેમની મદદ કરી નહોતી. અનેક ડોક્ટર્સ આગળ હાથ જોડ્યા બાદ એક જૂના ડોક્ટરે સારવારની તૈયારી દર્શાવી હતી. અત્યાર સુધી ચાર લાખ રૂપિયા ખર્ચ થઈ ગયા છે. છેલ્લાં આઠ મહિનાથી કોઈ કમાણી થઈ નથઈ. આથી જ હવે તે સારવાર અધવચ્ચે છોડીને ઘરે જશે. ઘરે જઈને મોત આવે તો પણ તેમને વાંધો નથી.


આ સીરિયલમાં કામ કર્યું હતું: આશિષે ‘સસુરાલ સિમર કા’ ઉપરાંત ‘બનેગી અપની બાત’, ‘બ્યોમકેશ બક્ષી’, ‘યસ બોસ’, ‘બા બહુ ઔર બેબી’, ‘મેરે અંગને મેં’, ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’ તથા ‘આરંભ’ જેવી અનેક સીરિયલમાં કામ કર્યું હતું.

You cannot copy content of this page