Only Gujarat

Religion

આજે બે યોગો નો સમન્વય, કોને ફળશે અને કોને રહેવું સચેત? વાંચો રાશિફળ

રાશિફળ: 24-11-2020 :  આજે બે યોગો નો સમન્વય! કોને ફળશે, તો કોને રહેવું સચેત! જુઓ તમારૂ રાશિફળ..

મિત્રો, આજે તારીખ 24-11-2020ના મંગળવારે કારતક સુદ દસમી તિથિ છે સાથે જ કુમારયોગ અને સિદ્ધિયોગનો સમન્વય છે. આજનો દિવસ વૃષભ, સિંહ અને તુલા માટે શુભ જણાય ત્યારે બીજી રાશિને મધ્યમ દિવસ જણાય. નીચે રાશિ અનુસાર જુઓ કેવો રહેશે આપનો આજનો દિવસ!

મેષઃ વ્યવસાયમાં આજનો દિવસ ઉત્તમ જણાય સાથે આપની પ્રગતિ માટે યોગ્ય તક મળી શકે તેમ છે સાથે જ આપની નાણાંકીય સ્થિતિમાં સુધારો જોવા મળી શકે અને યાદ રહે પ્રેમ સંબંધો માટેનો આજ નો દિવસ શુભ અને અનુકૂળ છે.

  • કાર્યક્ષેત્ર: મહત્વના કાર્ય પર પડે પરંતુ હરીફ વર્ગથી સચેત રહેવું.
  • પરિવાર: સંબંધમાં મીઠાશ વધે અને સામાજિક પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જણાય.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં કોઈની સલાહ મહત્વપૂર્ણ બની રહે તથા નવી વસ્તુમાં રોકાણ થાય.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રતિસ્પર્ધા થી સાચવવું હિતાવહ રહે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ सर्वलोकचारिणे नमः

વૃષભઃ આજે આપના નાણાંકીય પરિણામ ધાર્યા કરતાં ઓછા મળતા જણાય સાથે કામને લગતો પ્રવાસ થઈ શકે છે જેના લીધે નવા રસ્તા ખુલતા જણાય, કૌટુંબિક જીવન સુખરૂપ રહેશે સાથે જ દાન-પુણ્ય નો લ્હાવો મળે.

  • કાર્યક્ષેત્ર: મહત્વની યોજનાઓ ને ગુપ્ત રાખવી તેમજ નવા કરાર સંભવ બને.
  • પરિવાર: પારિવારિક સુગમતા જળવાઈ રહેશે અને આપની ભાવનાઓ ઉપર કાબુ રાખવો.
  • નાણાકીય: સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય તથા ભવિષ્ય અગેનું આયોજન સંભવ થાય.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધામાં ભાગ લેનારા લોકો માટે આ સમય અનુકૂળ છે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં સાનુકૂળતા જળવાઈ રહે.
  • આજનો મંત્ર: ॐ सर्वदुखः हराय नमः

 મિથુનઃ આજે સમજી વિચારીને કરેલું રોકાણ યોગ્ય સાબિત થશે સાથે જ જો તમારી કોઈ વારસાગત સંપત્તિ માટેનો સંઘર્ષ ચાલી રહ્યો હોય તે માટે સમજી વિચારીને તેનો નિકાલ કરવો, મુસાફરી મહત્વની હોય તો જ કરવી.

  • કાર્યક્ષેત્ર: બપોર પછી ધારેલુ કામ પાર પડતું જણાય તેમજ સાનુકૂળતા બની રહેશે.
  • પરિવાર:  પારિવારિક સમરસતા જળવાઈ રહેશે, સામાજિક મતભેદો દુર થતા જણાય.
  • નાણાકીય: નવી યોજના પર કાર્ય આગળ વધે તથા અગત્યની બાબતમાં ઉતાવળીયું પગલું ભરવુ નહીં.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સાચવવું હિતાવહ.
  • સ્વાસ્થ્ય: થોડો સમય મેડીટેશનમાં કાઢવો હિતાવહ.
  • આજનો મંત્ર: सर्वतन्त्र स्वरूपिणे नमः

કર્કઃ આજે વડીલો અને સહકર્મચારીઓની સાથે મજબૂત મન દુઃખ ના થાય તેનું ધ્યાન રાખવું સાથે નાણાકીય વૃદ્ધિ જોવા મળી શકે સાથે જ કોઈ જૂનું આપેલું ધિરાણ તમને પાછુ મળી શકે છે, પ્રવાસ ફળદાયી સાબિત થશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આશાઓ ફળતી જણાય અને પોતાની આગવી વિશેષતાથી બીજાને મદદ કરવી.
  • પરિવાર: મોસાળપક્ષથી લાભ જણાય તેમજ સામાજિક કાર્યોમાં બરકત જણાય.
  • નાણાકીય: ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ સાથે મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
  • આજનો મંત્ર: महाकायाय नमः

સિંહઃ આજે આપ મહત્ત્વની યોજનાઓ માં રોકાણ કરીને સારો લાભ મેળવી શકો છો તેમજ વ્યવસાયમાં નવી તક જોવા મળે પરંતુ યોગ્ય સમયે તે પકડી લેવી હિતાવહ સાથે જ કૌટુંબિક જીવન આનંદમય પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: અણધારી તક આવતી જણાય તથા તમારા વ્યવાહરથી આપ બીજાનું મન જીતી શકશો.
  • પરિવાર: દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહેશે અને વડિલની સલાહ લઈ નિર્ણય લેવો.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, જમીનમાં રોકાણ લાભદાયી રહેશે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ सर्वरोगहराय नमः

કન્યાઃ આજે આપના આર્થિકક્ષેત્રમાં પ્રશ્નોનું હકારાત્મક પરિણામ જણાય સાથે લોન સંબંધિત કાર્ય પુરા થતા જણાય તેમજ પ્રેમસંબંધ નવી આશાઓને જન્મ આપશે અને પારિવારિક સભ્યોથી લાભ થતો જોવા મળે.

  • કાર્યક્ષેત્ર: રોકાયેલા કાર્ય આગળ વધે અને કાર્યબોજ જણાય.
  • પરિવાર: કૌટુંબિક સુખ સારું જણાય તેમજ વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ.
  • નાણાકીય: આર્થિક મર્યાદાઓ હતાશાને વેગ આપશે, મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: માનસિક શાંતિ જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ बल सिद्धिकराय नमः।

તુલાઃ આજે નસીબ આપના પક્ષમાં રહેતું જણાય અને જીવનસાથીનો સાથ-સહકાર મળી રહેશે સાથે જ જો કોઈ પ્રવાસનું આયોજન હશે તો આપનો પ્રવાસ સુખદ સાબિત થવાનો છે પરંતુ પ્રેમસંબંધોમાં પારદર્શકતાની જરૂર પડશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે સાથે જ નવી તક જણાય.
  • પરિવાર: વડીલની મદદ ઉપયોગી નીવડે સાથે દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે.
  • નાણાકીય: વ્યવહારિક સફળતા મળતી જણાય, વ્યવહાર કુશળતાથી ધારેલું પરિણામ મેળવાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ कपिसेनानायकाय नमः

વૃશ્રિકઃ આજે વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખશો અને આગથી બચવું હિતાવહ રહેશે, કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવાની જરૂર છે નહીંતર તેનું પરિણામ તમારા પક્ષમાં નહીં આવે અને સ્વભાવમાં માધુર્યતા રાખવી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય તેમજ વિરોધીથી સાવધ રહેવું
  • પરિવાર: પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય તેમજ સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે.
  • નાણાકીય: નવા આવકના સ્ત્રોતો જણાય સાથે જાવક ન વધે તેનું ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે વિશેષ કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ शान्ताय नमः

ધનઃ આજે વ્યવસાયિક નિર્ણયોના સંદર્ભમાં ક્યારેક હા તો ક્યારેક ના કરતા રહેશો અને એવામાં તમે તક ગુમાવી દેશો અને પ્રેમ સંબંધો માં  કેટલાંક વૈચારિક મતભેદો ઉત્પન્ન થઈ શકે તેમ છે સાથે જ કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે.

  • કાર્યક્ષેત્ર: નવા પડાવ સર કરવા પડે તેમજ સહકર્મીથી સાનુકૂળતા જણાય.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, માંગલિક પ્રસંગો આગળ વધે.
  • નાણાકીય: જમીન રોકાણમાં લાભદાયી રહે, આનંદ-મનોરંજનમાં ખર્ચ વધારે જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર:  ॐ प्रसन्नात्मने नमः

મકરઃ આજે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમની શોધ પૂરી થઈ શકે તેવા સંજોગો છે પરંતુ ઉતાવળિયો નિર્ણય લેવો હિતાવહ નથી, સગાંવહાલાંઓ તરફથી કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે અને આર્થિક પ્રગતિ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર અંગેની ચિંતા હળવી થતી જણાય તેમજ હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયત્ન કરવો.
  • પરિવાર: ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ, જૂના સંબંધો ફરીથી તાજા થાય.
  • નાણાકીય: આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય, જમીનને લગતી સમસ્યાનો હલ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા કોઈપણ લખાણની અવગણના ના કરવી.
  • આજનો મંત્ર: ॐ योगिने नमः

કુંભઃ આજે કોઈ ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળી જવાથી આનંદમાં વધારો થતો જણાય પરંતુ ખરાબ લોકોની સાથે સંગત કરવાથી કેટલાંક ખોટા કામો કરવા તરફ ઢળતા રહેશો માટે ચેતવું હિતાવહ, દિવસ દોડધામવાળો પસાર થઈ શકે છે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે પડતર પ્રશ્નોનું નિરાકરણ જણાય પરંતુ કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં આપની ચતુરાઈથી કામ લેવું.
  • પરિવાર: પારિવારિક અવરોધો દુર થતા જણાય અને મતભેદ-મનભેદ ટાળવા.
  • નાણાકીય: આવકનાં સ્રોતમાં વધારો જોવા મળે, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: જૂની બીમારીનું નિરાકરણ આવતું જણાય.
  • આજનો મંત્ર: ॐ दशबाहवे नमः

મીનઃ આજે આપ હકારાત્મક શક્તિઓથી ભરપુર રહેશો અને આપનો ઉત્સાહ આપને નવું બળ આપશે, સામાજિક તથા વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા જણાય પરંતુ પરિવાર સાથે મનભેદ ના થાય તેનું ધ્યાન રાખવું.

  • કાર્યક્ષેત્ર: ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, પડતર કાર્યમાં પ્રગતિ જણાય.
  • પરિવાર: સામાજિક જવાબદારીમાં વધારો જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોમાં ખાતર પર દીવેલ જેવી પરિસ્થિતિ જણાય, રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સાચવવા યોગ્ય પ્રયાસ જરૂરી.
  • આજનો મંત્ર:    दीनबन्धुराय नमः
You cannot copy content of this page