રામ મંદિરના પાયામાં રાખવામાં આવશે સોનાના શેષનાગ અને ચાંદીનો કાચબો

રામ મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટે ભુમી પુજન કરાશે. આ માટે તમામ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કાશીના વિદ્વવાનોને અનુષ્ઠાનનું દાયિત્વ સોંપવામાં આવ્યું છે. ભુમી પુજન દરમિયાન પાયામાં એક મણ ચાંદીની રજત શિલા સ્થાપિત કરવામાં આવશે. રજત શિલા સ્થાપિત કરવાના સમાચાર બાદ લોકોની રુચી એ વાત પર વધી ગઇ છે કે ભુમી પુજન દરમિયાન અન્ય કઇ કઇ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.

આ વિષય પર જાણીતી ન્યૂઝ ચેનલ સાથે કાશી વિદ્વત પરિષદના મંત્રી અને બીએચયુના સંસ્કૃત વિદ્યા ધર્મ સંકાય જ્યોતિષ વિભાગના પ્રોફેસર પંડિત રામનારાયણ દ્વિવેદી સાથે વાતચીત કરી હતી. તેઓએ કેટલીક રોચક વાતો કરી હતી.

પ્રોફેસર દ્વિવેદીએ જણાવ્યું કે પાયામાં પંચ રત્ન- મુંગા, પન્ના, નીલમ, માણિક્ય અને પુખરાજની સાથે જ બાબા વિશ્વનાથને ચઢાવવામાં આવેલા પાંચ રજત બિલીપત્ર, પાંચ ચાંદીના સિક્કા નાખવામાં આવશે.

ડોક્ટર દ્વિવેદીએ જણાવ્યું કે ચાંદીના આ પાંચ સિક્કા નંદા, જયા, ભદ્રા, રિક્તા અને પૂર્ણાના પ્રતિક હશે. તેઓએ કહ્યું કે તામ્ર કળથશમાં પાંચ નદીનું પવિત્ર જળ પણ ભરવામાં આવશે. જેનો ઉપયોગ અનુષ્ઠાન માટે કરવામાં આવશે. સાથે જ પાતાળ લોકના માલિક અને પૃથ્વીને પોતાના ફેણ પર ધારણ કરનારા શેષનાગની પ્રતિકૃતિ પણ પાયામાં નાખવામાં આવશે.

પ્રોફેસર દ્વિવેદીએ કહ્યું કે શેષનાગની પ્રતિકૃતિ સોનાની હશે. સાથે જ ચાંદીના કચ્છપની પ્રતિકૃતિની સાથે જ ખર્વ ઔષધિનો પણ ઉપયોગ ભુમી પુજનમાં કરવામાં આવશે.

તેઓએ જણાવ્યું કે શ્રીરામ જન્મભુમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી ભુમી પુજનનું અનુષ્ઠાન સંપન્ન કરાવવા માટે તેઓને ઔપચારિક આમંત્રણ મળી ચૂક્યું છે. તેમની સાથે બે અન્ય વિદ્વાન પણ રામ મંદિરનું ભુમી પુજન કરાવવા માટે અયોધ્યા જશે. તેઓ ત્રણ ઓગસ્ટે જ અયોધ્યા પહોંચશે.

ઉલ્લેખનીય છે કે પાંચ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જ ભુમી પુજન થશે. આ માટે શ્રીરામ જન્મભુમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તૈયારીઓને અંતિમ રૂમ આપવામાં લાગ્યું છે. તો દેશના અલગ અલગ સ્થળોએથી નદીઓનું પવિત્ર જળ અને માટી લાવવાની પ્રક્રિયા પણ ચાલુ છે.