Only Gujarat

FEATURED National

ખાકીએ નિભાવી ઈન્સાનિયતની ફરજ, અનાત દિવ્યાંગ દીકરીના પિતાના કર્યાં અંતિમ સંસ્કાર

કોરોના વાયરસના સંક્રમણની ચેન તોડવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં આવશ્યક ચીજ વસ્તુ સિવાય અન્ય દુકાન બંધ છે. વાહન વ્યવહાર પર પણ પ્રતિબંધ છે. આ સમગ્ર ઘટનાક્રમમાં લોકોને સૌથી વધુ મદદ ખાખી વર્દી એટલે કે પોલીસજવાન કરી રહ્યાં છે. પોલીસકર્મીઓ સતત મેદાનમાં ઉભા છે. લોકડાઉનમાં પોલીસકર્મી ડ્યુટીની સાથો સાથ ઇંસાનિયતની ફરજ પણ નીભાવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના મથુરાના વૃંદાવનમાં પોલીસે આવું જ એક ઉદાહરણ પુરું પાડ્યું. અહીં પિતાના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં અસમર્થ દિવ્યાંગ દીકરીની મદદ માટે પોલીસકર્મીઓ ફરિસ્તા બનીને આવ્યા. તેઓએ હિંદુ રીતિ-રિવાજથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

દીકરી પોતાના પિતાના મૃતદેહ પાસે બેસી રડી રહી હતી આ દરમિયાન કોઇએ આ વાતની જાણ પોલીસને આપી. જાણ થતા જ પીઆરવી પર તહેનાત સિપાહી નિતિન મલિક અને હોમગાર્ડ રોહિતાશ ઘટનાસ્થળે પહોંચ્યા. સિપાહી નિતિને જણાવ્યું કે જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો જોયું કે મૃતકની દિવ્યાંગ દીકરી બેસીને રડી રહી હતી. આર્થિક રૂપથી નબળી અને લોકડાઉનના કારણે પિતાના અંતિમ સંસ્કાર કરવામાં અસમર્થ હતી.

બેસહારા દિવ્યાંગ દીકરીને જોઇ નિતિન અને રોહિતાશનું હ્યદય દ્રવી ઉઠ્યું. ત્યારબાદ બંને સિપાહીઓએ તેના પિતાના અંતિમ સંસ્કાર કરવાનો વિચાર કર્યો. ત્યારબાદ બંને બજાર જઇને એક દુકાન ખોલાવી.

બંને પોલીસકર્મી દુકાન ખોલાવી અંતિમ સંસ્કારનો સામાન ખરીદી લાવ્યા. તેઓએ કેટલાક લોકોની મદદથી સામાજિક દૂરીનું પાન કરી યમુના ઘાટ પર દિવ્યાંગ દીકરીના પિતાના અંતિમ સંસ્કાર કરાવ્યા.

પોલીસની આ નેક કામગીરીના લોકો વખાણ કરી રહ્યાં છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક ડોક્ટર ગૌરવે પ્રશસ્તિ પત્ર આપી સિપાહી નિતિન અને હોમગાર્ડ રોહિતાશનું સન્માન કર્યું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page